natural ways to remove stretch mark

         સ્ટ્રેચ માર્ક્સ એ ખાસ કરીને મહિલાઓને પ્રેગનેન્સી વખતે થતા હોય છે , સ્ટ્રેચ માર્ક્સ આ સમયગાળા દરમિયાન પેટનો ઘેરાવો તેમજ શરીર વધવાના કારણે ચામડી ખેંચાય છે અને સ્ટ્રેચ માર્ક્સ પડી જાય છે . નોર્મલી ડીલીવરી પછી દરેક મહિલાની આ ફરિયાદ હોય છે કે સ્ટ્રેચ માર્ક્સ ઘણી દવાઓ કર્યા પછી પણ જતા નથી , તો આવો જોઈએ એવા કેટલાક કુદરતી ઉપાયો જેનાથી તમે સ્ટ્રેચ માર્ક્સ દૂર કરી શકશો .

* સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવાના ૬ ઘરેલું ઉપાય :

(૧) કુંવારપાઠું :

        એલોવેરા એટલે કે કુંવારપાઠું એ એક ઔષધીય વનસ્પતિ છે , જે ઘણી રીતે રોગોના ઉપચાર તેમજ સ્કીન ટોનિક તરીકે પણ ઉપયોગી છે . કુંવારપાઠા નો જો નિયમિત રીતે ઉપયોગ કરવામાં આવે તો એ સ્ટ્રેચ માર્ક્સ ના હળવા કરવામાં મદદરૂપ થાય છે. સૌથી પહેલા કુંવારપાઠા ને ધોઈને સ્વચ્છ કરી તેને વચ્ચે થી કાપી લો આવે તેના જરભ વાળા ભાગને સ્ટ્રેચ માર્ક્સ વાળી જગ્યા પર ધીમે ધીમે ઘસતા રહો , ત્યારબાદ તેને સુકાવા દો , સુકાઈ જાય પછી સ્કીન ને સ્વચ્છ પાણી વડે સાફ કરી લો. આમ રેગ્યુલર કરવાથી તમારા સ્ટ્રેચ માર્ક્સ જરૂરથી હળવા થઇ જશે. આ ઉપરાંત એલોવેરા જેલની સાથે વિટામીન ઈ ની કેપ્સુલ ની અંદર રહેલ ઓઈલને મિક્સ કરી સ્ટ્રેચ માર્ક્સ પર લાગવી સુકાવા દઈ ધોઈ લેવા થી પણ સ્ટ્રેચ માર્ક્સ દૂર થશે.

(૨) તેલ :

       એવા ઘણા તેલ છે જેને સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવા માટે ઉપયોગમાં લઇ શકાય છે, આ તેલ માં જૈતુન નું તેલ, કોપરેલ , તેમજ ઘણીવાર સરસવના તેલનો પણ ઉપયોગ થાય છે. જે પણ તેલ તમારી સ્કીન ને માફક આવે એ તેલ થી સ્ટ્રેચ માર્ક્સ વાળી જગ્યા પર થોડી વાર માલિશ કરો. આવું નિયમિત કરવાથી તમને થોડાક જ સમયમાં સ્ટ્રેચ માર્કસમાં ફરક દેખાશે .

(૩) કોકો બટર :

        કોકો બટર એ ચામડી માટે એક પ્રાકૃતિક મોશ્ચોરાઈઝર નું કામ કરે છે. એજ કારણ છે કે એ બજાર માં મળતા ઘણા મોશ્ચોરાઈઝર માં શામેલ હોય છે. કોકો બટરને જૈતૂન ના તેલ સાથે મિક્સ કરીને પ્રભાવિત જગ્યા પર દિવસ માં બે વાર માલિશ કરો, એનાથી તમારા સ્ટ્રેચ માર્ક્સ હળવા થશે.

(૪) લીંબૂનો રસ :

લીંબુ એ ઘણા પ્રકારે શારીરિક સમસ્યા માં ઉપયોગી થાય છે , લીંબુનો રસ કાઢીને તેને હાથ વડે જ સ્ટ્રેચ માર્ક્સ પર લગાડી ધીરે ધીરે માલિશ કરો, ત્યારબાદ તેને સુકાવા દો પછી નવશેકા પાણી થી ધોઈ લો. લીંબુમાં સાઇટ્રિક એસીડ હોવાથી તેની એસીડીક પ્રકૃતિ સ્ટ્રેચ માર્કસને હળવા બનવામાં ઉપયોગી છે.

(૫) બટેટા નો રસ :

         બટેટા માં ઘણા બધા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. બટેટાના રસ માં ઘણા બધા તત્વો હોય છે જે સેલ્સ ની મરામત અને પુનઃસ્થાપના માં મદદરૂપ થાય છે. બટેટા અ રસ ને રેગુલર સ્ટ્રેચ માર્ક્સ પર લાગવી સુકાવા દઈ પાણી વડે ધોઈ લેવાથી સ્ટ્રેચ માર્ક્સ હળવા થઇ જશે.

(૬) ખાંડ :

         ખાંડ નું ટેક્સચર દાણાદાર હોવાથી તે શરીરના અંગો ઉપરથી મૃત ત્વચા ને કાઢવામાં મદદરૂપ થાય છે. થોડું પાણી, લીંબુનો રસ અને બદામ નું તેલ ને એક ચમચી ખાંડ સાથે મિક્સ કરીને લેપ જેવું બનાવી ને ધીમે ધીમે સ્ટ્રેચ માર્ક્સ ઉપર રગડો. ત્યારબાદ તેને સુકાવા દઈ ને પાણીથી ધોઈ લો , આમ નિયમિત કરવાથી સ્ટ્રેચ માર્ક્સ હળવા થઇ જશે .

          આ બધા ઉપચાર પ્રાકૃતિક હોવાથી એનું ઝડપી પરિણામ મળતું નથી , એટલે ધીરજ રાખવી આવશ્યક છે . તેમજ અમુક કિસ્સા ઓમાં બની શકે કે સ્ટ્રેચ માર્ક્સ હળવા બની જાય અને અમુકમાં એકદમ જતા પણ રહે એ ત્વચા ની પ્રકૃતિ અને કેવા સ્ટ્રેચ માર્ક્સ છે એના પર આધારિત છે. તો તમે પણ આ ઉપાયો જરૂર થી અજમાવો . જો તમને કોઈપણ પ્રકારની સ્કીન એલર્જી હોય તો આ ઉપાય કરવા નહિ.

SHARE

“Life lover” Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most ” Sneh”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here