easy ways to care your eyes gujarati

        આજકાલ જોઈએ તો સાવ નાના નાના છોકરાઓને પણ આંખે નંબર આવી જાય છે , અને ચશ્માં લાગી જાય છે , કોને ગમે આવા નંબરના ચશ્માં પહેરી રાખવા આખો દિવસ . પાછા ના પહેરીએ તો નંબર વધી જાય . તો આવો જોઈએ કેટલાક ઘરેલું ઉપચારો જેના દ્વારા તમે તમારી આંખોને નંબર થી બચાવી શકશો.

* આંખો ને નંબરથી બચાવી હેલ્ધી રાખવાના ઉપાયો :

=> કાંસાની વાટકી પર ઘી લગાવીને તેનાથી પગના તળિયે રોજ રાત્રે મસાજ કરો.

=> રોજ રાત્રે ૭ થી ૮ બદામ પલાળીને સવારે પીસીને પાણી સાથે મિક્સ કરીને પીઓ.

=> કાનપટ્ટી પર ગાયના ઘી થી હળવા હાથે રોજ થોડીવાર મસાજ કરો .

=> રોજ રાત્રે પગના તળિયે સરસીયા ના તેલથી માલિશ કરીને સૂવો.

=> રોજ આમળા નું સેવન કરો તેમજ આંખો માં ગુલાબજળના ટીપાં નાખો.

=> કેળા અને શેરડીનું સેવન વધુ કરો , શેરડીનો રસ પણ પી શકાય.

=> દરરોજ એક ગ્લાસ પાણીમાં એક લીંબુ નીચોવીને પીવો.

=> લીંબુ અને ગુલાબજળને સમાન માત્રા માં મિક્સ કરીને એ મિશ્રણમાં કોટન બોલ્સ ડબોળીને આંખો પર મુકો .

=> ૧ થી ૨ ગ્રામ સાકર તથા જીરાને ૨ થી ૫ ગ્રામ ગાયના ઘી સાથે ખાવાથી તથા લીન્ડીપીપરને છાશમાં ઘસીને આંજવાથી રતાંધળાપણા માં ફાયદો થશે.

=> રોજ દિવસમાં ઓછામાં ઓછું બે વાર મોમાં પાણી ભરી રાખી પોતાની આંખો પર ઠંડા પાણીની છાલક મારવી જોઈએ .

=> એક ચણાના દાણા જેટલી ફટકડી ને શેકીને સો ગ્રામ ગુલાબજળ માં નાખીને રોજ રાત્રે સૂતી વખતે ચાર પાંચ ટીપાં આંખોમાં નાખવાથી આંખોના નંબર દૂર થશે.

=> ઠંડી કાકડી કે કાચા બટેકાની સ્લાઈસ કાપીને આંખો પર મુકો.

=> રાત્રે સૂતી વખતે દીવેલ અથવા શુધ્દ્ધ મધ આંખો માં આંજવાથી આંખોની ચમક વધે છે .

=> રૂ નાં પુમડા ને ગુલાબજળમાં પલાળી આંખો પર એક કલાક રાખો જેથી આંખોની બળતરા શાંત થશે અને આંખોને ઠંડક મળશે .

=> સૂવાના ત્રણ કલાક પહેલા ભોજન કરી લેવું જોઈએ , આમ કરવાથી તમારી આંખો સ્વસ્થ રહેશે .

=> ઉઘાડા પડે લીલાછમ ઘાસ પર ચાલવાથી આંખો ને ઠંડક મળશે અને ચશ્માં દૂર થશે.

=> ત્રિફળા ના ચૂર્ણ ને રાત્રે માટીના વાસણ માં પલાળી સવારે કપડાથી ગાળી આ પાણી વડે આંખો ધોવાથી આંખોનું તેજ સારું રહે છે.

=> પીસેલી બદામ , મોટી વરીયાળી અને સાકરને સરખી માત્રામાં મેળવી રોજ એક ચમચી એક ગ્લાસ દૂધ સાથે રાત્રે સૂતી વખતે લેવાથી આંખો સ્વસ્થ રહેશે.

          આ બધા ઘરેલું ઉપચારો તમારી આંખોને સ્વસ્થ રાખશે તેમજ ચશ્માં ના નંબર થી બચાવશે. માટે જો આંખો ને રાખવી હોય હેલ્ધી તો ટ્રાય કરો આ હેલ્થી ટીપ્સ તમારી આંખો માટે.

SHARE

“Life lover” Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most ” Sneh”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here