ગર્ભાવસ્થા દરમ્યાન મહિલાઓના સ્વાસ્થ્ય નું ખુબજ ધ્યાન રાખવું પડે છે. આ સમયગાળા દરમ્યાન હેલ્ધી ડાયટ પણ એટલું જ આવશ્યક છે, ગર્ભવતી સ્ત્રી અને એના ગર્ભમાં રહેલા બાળક માટે.
ગર્ભાવસ્થા દરમિયાન માતા જે કઈ પણ ખોરાક ખાય છે એનો સીધો પ્રભાવ તેના ગર્ભ માં રહેલા બાળક પર પડે છે. માટે માતાએ ખાન પાન નું વિશેષ ધ્યાન રાખવું પડે છે. આ સમય દરમ્યાન સ્ત્રી ઓ ને જંક ફૂડ
કે ચટપટુ ખાવાનું મન થતું રહે છે પણ એવો ભારે ખોરાક દર વખતે લેવો હેલ્થ માટે હાનીકારક હોય છે , તેનો પણ એક બીજો ઉપાય છે , એવા કેટલાક હેલ્ધી અને ટેસ્ટી ડ્રિંક્સ જેનાથી આપનો ટેસ્ટ અને હેલ્થ
બંને જળવાશે.

1. લીંબુ પાણી :

લીંબુ પાણી આમ તો દરેક વ્યક્તિ માટે ઉપયોગી છે , પરંતુ ગર્ભવતી મહીલાઓ માટે લીંબુ પાણી ખુબજ ફાયદાકારક છે. ગર્ભવતી સ્ત્રીઓ ને વોમિટીંગ ની પ્રોબ્લેમ તેમજ જીવ કચવાવો જેવી સમસ્યા
રહેતી જ હોય છે. એવામાં લીંબુ પાણી પીવાથી ઘણી રાહત થાય છે. જો એકલું લીંબુ પાણી ન ફાવે તો તેમાં આદુ અને ફુદીનો પણ મિક્સી શકો છો , આ પીણું ખરેખર સ્વાદ માં પણ ટેસ્ટી હોય છે.
તેમજ ખૂબજ હેલ્ધી પણ હોય છે. તેમજ આનું કોઈ સાઈડ ઈફેક્ટ પણ હોતી નથી.

2. ચા :

ચા એક એનર્જેટિક પીણું છે, પરંતુ દૂધ વગર ની હર્બલ ટી ખૂબજ ફાયદાકારક હોય છે, જેમાં તુલસી ની તેમજ ફૂદીના ની ચા ખુબજ સારી છે ગર્ભવતી મહિલાઓ માટે . ગર્ભાવસ્થા દરમિયાન આવતા
ઉબકા, માથાનો દુખાવો અને અપચો વગેરે માં આ હર્બલ ટી ખૂબજ ફાયદાકારક રહે છે. માટે ગર્ભવતી સ્ત્રીઓ એ આ હર્બલ તી નું સેવન કરવું જોઈએ .

3. નારિયેળ પાણી :

ગર્ભાવસ્થા દરમિયાન થાક , આળસ વગેરે સામાન્ય સમસ્યા છે , આ સિવાય બેચેની અને અણગમો રહેતો હોય છે ત્યારે એવામાં નારીયેળ પાણી નું સેવન ખુબજ ફાયદાકારક રહે છે . નારિયેળ પાણી ના
સેવન થી શરીર અને મન ફરી પાછું તરોતાજા થઇ જાય છે.

4. જલજીરા :

જલજીરા ડ્રીંક જેટલું ટેસ્ટી છે તેટલું જ હેલ્ધી પીણું છે. એ સ્ત્રીઓની મોર્નિંગ સીક્નેસ માં ઘણી રાહત આપે છે. આ ઉપરાંત જલજીરા ડ્રીંક સોજા માં પણ રાહત આપે છે. જો ગર્ભાવસ્થા માં તમારો મૂડ
ફ્રેશ કરવો હોય તો જલજીરા ડ્રીંક બેસ્ટ ડ્રીંક છે.

5. છાશ :

ગરમી માં જેમ એક ગ્લાસ ઠંડી ઠંડી મસાલેદાર છાશ તમને તરોતાજા કરી દે છે. તેવી જ રીતે ગર્ભાવસ્થા માં પણ છાશ નું સેવન તમને હાઈડ્રેટ રાખે છે, છાશ વિટામીન બી ૧૨ , કેલ્શિયમ અને પ્રોટીનથી
ભરપૂર હોય છે. છાશ પીવાથી તમારી બોડી માં હકારાત્મક એનર્જી આવે છે . માટે દરેક ગર્ભવતી એ દરરોજ એક ગ્લાસ મોળી છાશ નું સેવન કરવું જોઈએ.

6. કાચી કેરી નું શરબત :

કાચી કેરીનું નામ સાંભળતા જ સ્ત્રીઓના મોઢામાં તો પાણી જ આવી જાય છે, એમાં પણ ગર્ભવતી સ્ત્રીઓને તો આંબલી , કેરી એ બધું ખાવાનું મન વધારે થતું હોય છે. કાચી કેરી નું શરબત સ્ત્રીઓને
ડીહાઇદ્રેશન માં રાહત આપે છે. તેમજ એ પીવામાં પણ ખુબજ ટેસ્ટી લાગે છે.

 

તો આ બધા બજ પીણા આમ તો ખુબજ હેલ્ધી અને ટેસ્ટી હોય છે પરંતુ છતાય ગર્ભવતી સ્ત્રીઓ એ ડોકટર ની સલાહ લઈને જ એ મુજબ જ ઉપર ના ડ્રીન્કસ નું સેવન કરવું જોઈએ. આશા છે કે
આપ સૌ ને ઉપરોક્ત માહિતી આપ સૌ માટે ઉપયોગી થશે. આપના કોઈપણ સુજાવ હોય તો આપ અમને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. આ માહિતી આપના મિત્રો સાથે પણ શેર કરો જેથી વધુ માં વધુ
લોકો આનો લાભ મેળવી શકે.
SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here