અત્યારના આ ઝડપી અને વ્યસ્ત એવા માહોલ માં સ્વસ્થ રહેવું ખુબજ આવશ્યક છે . પરંતુ એવું હમેશા શક્ય બનતું જ નથી , કેમ કે આજે કોઈને સ્વાસ્થ્ય માટે પણ સમય આપવાનો સમય નથી. આજે દરેક જણ પોતાનાં કામોમાં એટલું વ્યસ્ત છે કે શાંતિથી જમવાનો પણ સમય નથી . જેના પરિણામો લોકો અનેક બીમારીઓ નો શિકાર થઇ રહ્યા છે , જેમ કે જેનું મુખ્ય કારણ છે મેદસ્વીતા , અને મેદસ્વીપણા નું મુખ્ય કારણ અનિયમિત અને અસંતુલિત આહાર જ છે .માટે જ ચિકિત્સકો પણ નિયમિત અને સંતુલિત ખોરાક લેવાની સલાહ આપે છે .તો આવો જાણીએ કે જમતી વખતે કઈ કઈ બાબતો નું ધ્યાન રાખવું જોઈએ .

* જમતી વખતે આટલું ધ્યાન અવશ્ય રાખો :

(૧) જમતા પહેલા હાથ અવશ્ય ધોવો :

             જમતા પહેલા તમારા હાથ સાબુથી બરાબર ધોવા જોઈએ. જેનાથી આખા દિવસ દરમિયાન તમારા હાથ પર લાગેલા બેક્ટેરિયા ભોજન સાથે તમારા પેટમાં જઈ તમને નુકસાન ન પહોંચાડે .

(૨) બેસીને જ જમો :

              ભોજન હંમેશા બેસીને જ જમવું જોઈએ , કેમ કે ઉભા ઉભા જમવાથી પાચનક્રિયા પર અસર થાય છે. બેસીને જમવાથી કબજિયાત , ગેસ અને એસીડીટી જેવી પેટ સંબંધિત સમસ્યાઓ થતી નથી .

(૩) ખોરાક ખૂબ ચાવીને ખાઓ :

             જેઓ વજન ઘટાડવા માંગતા હોય અથવા જેઓ પોતાનો વજન કંટ્રોલમાં રાખવા માંગતા હોય એમણે ખોરાક ખૂબ ચાવી ચાવીને ખાવો જોઈએ . ખોરાક બરાબર ચાવીને ખાવાથી કબજિયાત થતી નથી તેમજ દાંત પણ મજબૂત બને છે.

(૪) જમતી વખતે પાણી ન પીવો :

              અમુક લોકોને જમતી વખતે વચ્ચે વચ્ચે પાણી પીવાની આદત હોય છે . જેનાથી પાચનક્રિયા પર અસર થાય છે અને ખોરાક બરાબર પચતો નથી , જેના લીધે અનેક પેટ સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે .

(૫) વ્યાયામ કાર્ય બાદ તરત ન જમો :

             વ્યાયામ કે કસરત કર્યા બાદ તુરંત જ ન જમવું જોઈએ, શરીર ને નોર્મલ ટેમ્પરેચર પર આવવા દઈ પછી જ ભોજન કરવું જોઈએ.

(૬) ભૂખ લાગે ત્યારે જ જમો :

             અમુક લોકો ફક્ત જીભ ના સ્વાદ માટે આખો દિવસ ખા ખા કરતા હોય છે. જેના લીધે પેટની અનેક તકલીફો થઇ શકે છે , એટલે જયારે ભૂખ હોય ત્યારે જ પૂરતું ખાવું જોઈએ. એ પણ પ્રમાણસર નો ખોરાક લેવો જોઈએ .

(૭) નિયમિત સમયાંતરે જમો :

            જમવાના બે સમય દરમિયાન ઓછામાં ઓછા ૬ કલાક નું અંતર હોવું જોઈએ . નિયમિત રૂપર દિવસમાં ત્રણ વખત પ્રમાણસર ભોજન લેવું જોઈએ જેનાથી પાચન પણ યોગ્ય રીતે થઇ શકે.

            આટલુ ધ્યાન જો જમતી વખતે રાખશો તો અનેક પેટ સંબંધિત સમસ્યાઓ થી દૂર રહેશો , તેમજ તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે . તો હેલ્ધી અને ફીટ રહેવા માટે આ ટીપ્સ ને ચોક્કસ ફોલોવ કરો અને તમારા મિત્રો સાથે પણ અવશ્ય શેર કરો .

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here