Movie Review of Baddshaho

ફિલ્મ રીવ્યૂ : બાદશાહો
રેટિંગ : 3.4/5 Stars
સ્ટાર કાસ્ટ :-અજય દેવગણ , ઇમરાન હાશ્મી , ઈલિયાના ડીક્રુઝ , એશા ગુપ્તા , સની લીયોની , વિદ્યુત જામવાલ , સંજય મિશ્રા
સંગીત :-અંકિત તિવારી , તનિષ્ક બાગચી
પ્રોડ્યુસર :-મિલન લુથરિયા , કિશન કુમાર , ભૂષણ કુમાર

Ξ વાર્તા : –

        મિલન લુથરિયા ની બાદશાહો મૂવી ૧૯૭૫ ની રાજકીય કટોકટી પર આધારિત છે. રાજસ્થાન ની આસપાસ ફરતી આ વાર્તા માં ઈમરજન્સી (૧૯૭૫ ની ) સમયગાળા ઉપર ફિલ્માવી છે. ઈમરજન્સી માં દેશના મોટાભાગના રાજા રજવાડા ઓ ના ખજાના જપ્ત કરાયા હતા એમાં રાજસ્થાન ના જયપુર ની રાણી ગીતાંજલિ દેવી ( ઈલિયાના ડીક્રુઝ ) ના મહેલ પર રેડ પાડીને મહેલનો ખજાનો જપ્ત કરી લેવાય છે , ગીતાંજલિને ગિરફ્તાર કરી લેવાય છે અને ત્યારબાદ સોનાનો એક ટ્રક જે મેજર સેહર સિંહની (વિદ્યુત જામવાલ ) આગેવાની નીચે લઇ જવાતો હોય છે તેને બચવાનું કામ ગીતાંજલિ દેવી ભવાની સિંહ (અજય દેવગણ ) ને સોંપે છે . જેની ગેંગ માં દલિયા (ઇમરાન હાશ્મી ) , ગુરુજી ( સંજય મિશ્રા ) હોય છે. ભવાનીસિંહ દલિયા , ગુરુજી અને ગીતાંજલિ દેવી ની ખાસ વફાદાર સંજના ( એશા ગુપ્તા ) ની સાથે મળીને આ ખજાનો લૂંટવાનો પ્રયાસ કરે છે . ટૂંકમાં આ મૂવી લવ , ઈમોશન્સ અને એક્શન થી ભરપૂર છે .

≡ ડિરેકશન :-

        ફિલ્મનું ડિરેકશન મિલન લુથરિયા એ ખૂબજ સરસ કર્યું છે . હા ફિલ્મની સ્ટોરી થોડી નબળી પૂરવાર થાય છે . ફિલ્મ જરા ધીમી ગતિએ આગળ વધતી હોય એવું પણ લાગે છે , જોકે શૂટિંગ રાજસ્થાન માં થયું હોઈ ત્યાના રાજમહેલો અને લોકેશન્સ ખુબજ સુંદર પીક્ચરાઈઝ કર્યા છે . સીન્સ ખુબજ સુંદર લીધા છે મૂવી માં .

≡  એક્ટિંગ :-

       એક્ટિંગ માં સદાયની જેમ જ અજય દેવગણ નો કોઈજ જવાબ નઈ , ખુબજ સરસ ડાયલોગ્સ છે એના . આ ઉપરાંત એશા ગુપ્તા ની એક્ટિંગ સારી છે , ઇમરાન હાશ્મી એઝ યુઝવલ લવર બોય જ છે એનું પણ કામ સારું છે .

≡  મ્યુઝીક :-

      ફિલ્મ નું મ્યુઝીક ખરેખર ખુબજ સરસ છે , અને સોંગ્સ પણ સારા છે . જેમાં “મેરે રશ્કે કમર” તો ઓલરેડી હિટ છે , આ સિવાય ઇમરાન અને સની લીયોની નું ” પિયા મોરે ” સોંગ્સ પણ સારું છે.

REVIEW OVERVIEW
સંગીત
એક્ટિંગ
સ્ટોરી
ડાયરેક્ટશન
સ્ક્રીન પ્લે
SHARE

“Life lover” Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most ” Sneh”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here