balpan-gujarati-poem-article


બાળપણ:-

જોઈ જીવનની વ્યસ્તતા આજે ખિલખિલાટ હસતુ હશે,
દરેક દિલના એક ખૂણામા બાળપણ રમતુ હશે.

પહેલા ભણતરના ભાર હેઠળને પછી નોકરીની ગુલામી નીચે,
ફુરસદની એક પળ માટે ક્ષણે-ક્ષણ તરસતુ હશે.

ઉમર સાથે વધતી જતી જવાબદારીઓ મા મૂઝાતુ હશે,
પહેલાની જેમ મોજ થી જીવવા માટે એ વલખતુ હશે.

ઉમરના એ અંતિમ પડાવ મા બાળક જેવી નિર્દોષતા હશે,
ફરી ફરીને બાળપણ જીવવા દરેક જીવ તડપતો હશે.



           – રશ્મિકા .આર. પંચાલ

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here