benefits of banana Gujarati Article

          ચોમાસામાં ભરપૂર પ્રમાણમાં થતા કેળા શરીર માટે ખુબજ લાભદાયી અને શક્તિપ્રદ છે. કેળા નું સેવન શરીર માં લોહીનું પ્રમાણ વધારે છે તેમજ શરીર નું બળ પણ વધારે છે. કેળામાં તાંબુ, કેલ્શિયમ , મેગ્નેશિયમ અને ક્લોરીન જેવા શક્તિદાયક તત્વો રહેલા છે , માટે દરેકે ચોમાસાની સિઝનમાં કેળા ખાવા જ જોઈએ.

આવો જોઈએ કેળાના સેવનથી શું લાભ થાય છે :

* શક્તિ પ્રદાન કરનાર :


          કેળાને છૂંદીને તેમાં ઈલાયચી, સિતોપલાદિ તેમજ મધ યોગ્ય પ્રમાણ માં મેળવીને નિયમિત રીતે લેવાથી લોહી ,માંસ અને વજન વધે છે. પાચન શક્તિ સારી હોય તો આ રીતનું સેવન દરરોજ કરવું જોઈએ . તેનાથી થાક દૂર થાય છે અને દિવસભર સ્ફૂર્તિ સારી રહે છે.

* અલ્સર :


        કેળા સાથે યોગ્ય પ્રમાણ માં દૂધ લેવામાં આવે તો અલ્સર ના રોગમાં સારું રીઝલ્ટ મળે છે. અલ્સર વાળી વ્યક્તિએ કેળા નું નિયમિત સેવન કરવું જોઈએ.

 

* કેલ્શિયમ ની ઉણપ વાળા માટે :


         ઘણા બાળકો બાળપણ માં માટી ખાતા હોય છે , આવા બાળકો માં કેલ્શિયમની ઉણપ હોય છે . આવા બાળકોને કેળા ની સાથે મધ ખવડાવવા થી તેઓ થોડાક જ સમય માં માટી ખાતા બંધ થઇ જશે.

 

* ડીપ્રેશન અને તણાવથી રાહત :


           ડીપ્રેશન તેમજ તણાવ થી ઘેરાયેલા લોકો માટે કેળા ખૂબજ લાભદાયી છે, કેળા માં રહેલા ટ્રાયફોટોપન નામના તત્વને લીધે કેળાના સેવનથી મગજ રીલેક્ષ રહે છે .

 

* એનર્જી થી ભરપૂર :


       સવારે નાસ્તા માં કેળા નું સેવન તમારા શરીરમાં ઉર્જાનું સ્તર વધારશે. તેમજ બીજા ફળોની તુલનામાં કેળા ખૂબજ ઝડપી એનર્જી આપનાર ફળ છે.

 

* પાચન ક્રિયાને કરે મજબૂત :


        કેળામાં ભરપૂર પ્રમાણમાં રેસા હોવાને લીધે કેળાનું સેવન પાચનક્રિયા ને મજબૂત બનાવે છે. તેમજ ગેસ અને કબજિયાત ની તકલીફોને પણ દૂર કરે છે.

 

* ગર્ભવતી મહિલાઓ માટે ઉત્તમ :


         ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભવતી સ્ત્રી ઓને વિટામિન્સ તેમજ મીનરલ્સ ની સૌથી વધારે જરૂર હોય છે , એટલે જ તો ગર્ભવતીને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના આહાર માં કેળા નો સમાવેશ અવશ્ય કરે.

 

* વજન વધારવા માટે :


       નિયમિત પણે કેળા નું સેવન અથવા કેળા નો મિલ્કશેક પીવાથી વજન તો વધે જ છે અને સાથે સાથે શારીરિક નબળાઈઓ પણ દૂર થાય છે . માટે દૂબળા પાતળા લોકો ને ડોક્ટર્સ પણ કેળા ખાવાની સલાહ આપે છે.

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here