care your beautiful eyes Gujarati tips   

આંખો છે તો આ દુનિયા છે, દુનિયાની ખૂબસુરતી આંખોમાં જ તો સમાયેલી છે. તો તમારી કામણગારી આંખો ના જતન માટે આવો જોઈએ કેટલીક ટીપ્સ .

* આંખો ની સુંદરતા માટે સૌથી વધારે જરૂરી છે પુરતી ઊંઘ, માટે દરરોજ ૮ થી ૧૦ કલાક ની ઊંઘ લેવી જરૂરી છે.

* આંખો બળતી હોય તો કાકડીની સ્લાઈસ કરી આંખો પર મુકો , આંખોને ઠંડક મળશે.

* રાત્રે સૂતા પહેલા આંખ નીચે મોશ્ચોરાઈઝીંગ જેલ લગાવવાનું ના ભૂલો.

* આંખની આસપાસની કરચલીઓ માટે એન્ટી રીન્કલ ક્રીમ પણ લગાવી શકાય.

* આંખો ને વધુ સુંદર અને સ્વસ્થ બનાવવા માટે દૂધ તેમજ દૂધમાંથી બનાવેલી વસ્તુઓનો આહારમાં સમાવેશ વધુ કરો.

* ભરપૂર પ્રમાણમાં લીલા શાક્ભાજી તેમજ તાજા ફળોનું સેવન કરો.

* એક ટી સ્પૂન કાચા દૂધમાં ૧ ટી સ્પૂન કાકડી નો રસ મિક્ષ કરી તેમાં કોટન બોલ્સ બોળીને આંખ પર મુકો . આમ કરવાથી ડાર્ક સર્કલ દૂર થશે.

* બહાર જાઓ ત્યારે તડકા અને ધૂળ થી આંખો ને બચાવવા સનગ્લાસ પહેરો.

SHARE

“Life lover” Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most ” Sneh”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here