દીકરો-દીકરો સહુ કોઈ માંગે,

        દીકરી ના માંગે કોઈ.
દીકરી થકી તો છે આ દુનિયા,
       એના તોલે ના આવે કોઈ.
દીકરી છે પત્ની,પ્રેયસી ને માતા,
      એજ તો કાકી-મામી ને ફોઈ.
વ્હાલ ની આવી મીઠી વીરડી,
      ક્યાંય  બીજે ના જોઈ.
દીકરી વ્હાલનો દરિયો,
       દીકરી કાળજાનો કટકો,
કહેતા ફરે છે સૌ કોઈ.
પણ વંશની વેલી વધારવા તો,
      કેમ દીકરો જ માંગે સૌ કોઈ.
દીકરી તો છે હરખની હેલી,
      ના ઓળંગી કદી  એને બાપની ડેલી.
થાપણ કહીને પારકી એક દિ ‘ .
     બાપે જ તો આઘી એને મેલી.
કોયલ જેમ ટહુકતી,હેતના હિંડોળે ઝૂલતી,
     નથી કોઈ દિ ‘ કઈ માંગતા જોઈ.
તોય કાળજાના કટકા જેવી દીકરી,
    પારકા  ઘેર વળાવતા જોઈ.
દીકરી જ તો છે દુર્ગા,દીકરી એજ  ગાયત્રી,
   દીકરી એજ સીતા ને દીકરી એજ સાવિત્રી.
નથી નિર્બળ એ શક્તિ છે દીકરી,
  તોય  દુનિયાએ તો બાપડી-બિચારી જ જોઈ.
દીકરી જ તો છે સમજણ નું સરોવર,
   જેને ટીપે-ટીપે સદાય વહેંચતી જોઈ.
બાપનો છે  જીવ જેનામાં,માંની તો જાણે પરછાઈ જોઈ,
   દીકરીઓ તો સદાય દુનિયામાં દીકરાઓથી સવાઈ જોઈ.
દીકરાઓના જનમથી તો ઉજળે એકજ કુળ ,
   જયારે દીકરી તો બે બે કુળ  દીપાવતી જોઈ.
દીકરી વગર છે દુનિયા અધુરી ,
    એ જાણે છે સહુ કોઈ.
તોય કેમ દીકરો-દીકરો સૌ કોઈ કરે,
    દીકરી ના માંગે કોઈ.

SHARE

“Life lover” Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most ” Sneh”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here