આમ તો ટીવી સીરીયલ્સ માં તમે જોતા જ હશો સાસુ વહુના , દેરાણી – જેઠાણીના , નણંદ -ભાભી ના સબંધો . પણ આજે આપણે જોઈશું અહિયાં કે સાસુઓ કેટલા પ્રકારની હોય છે . તેમના વિભિન્ન સ્વભાવો વિશે . તો આવો જોઈએ સાસુઓ ના પ્રકારો .

1ઈર્ષા વાળી સાસુ :

        આવી સાસુઓને ફક્ત એકજ વાતનું દુઃખ હોય છે કે એમનો દીકરો એમના થી છીનવાઈ ગયો, આવું તો એમને ક્યારેય વિચાર્યું જ નહોતું , આવી સાસુઓને હમેશા એવું જ લાગે છે કે એમનો દીકરો એમના કરતા વહુનું જ વધારે માને છે . વહુનું કીધું કરે છે અને એમનું નહિ. એમને વાતે વાતે વહુની ઈર્ષા આવતી હોય છે કે આનું વળી શું કામ ઘરમાં ચાલે , ઘરમાં તો મારું જ ચાલવું જોઈએ .

2ચાલક સાસુ :

          આવી સાસુઓ ખુબજ ચાલાકી થી પોતામ્હેણાંનું દરેક કામ કરાવી જાણે છે , તેઓ ઘરમાં અલગ અલગ પેતરા અજમાવતી જ હોય છે વહુઓને કંટ્રોલ માં રાખવા માટે . તેઓ ફક્ત એટલું જ ઇચ્છતી હોય છે કે વહુ એમના અને દીકરાની વચ્ચે ના આવે અને એમનું ધાર્યું જ થાય ઘરમાં.

 

3દખલગીરી કરનારી સાસુ :

         આવી સાસુઓ વહુની રજેરજ નું ધ્યાન રાખતી હોય છે . વહુઓ ઘરમાં શું કામ કરે છે કે નથી કરતી એનું તો ધ્યાન રાખે જ છે , એની સાથે સાથે વહુ પોતાના દીકરા એટલે કે એના પતિની ચડામણી ના કરે એવી શંકા ને લીધે એ વહુ – દીકરા ની વાતોમાં પણ પોતે વચ્ચે દખલગીરી કરતી જ હોય છે , વાતે વાતે વહુને ટોકવી , એના કામ માં ખાંચા કાઢવા આવી સાસુઓનો સ્વભાવ જ બની ગયો હોય છે.

4મ્હેણાં મારનારી સાસુ :

          આવી સાસુ તો જેને મળી એનું આવી જ બન્યું સમજો . ઘણી સાસુઓના સ્વભાવ એવા હોય છે કે વહુઓ બિચારી ફફડી મરે . એમાય મ્હેણાં ટોણા મારનારી સાસુઓ તો ખરેખર બાપડી વહુને સંભળાવા માં કઈ બાકી જ રાખતી નથી. કામ માં કઈ ભૂલ થાય તો , તારી માં એ કઈ શીખવાડ્યું છે કે નહિ , તમારી ઉમરમાં તો અમે આખું ઘર ચલાવતા . ગમે તે વાતે બસ ચાન્સ જ શોધતી હોય વહુને સંભાળવા નો . ખરેખર ભગવાન જ બચાવે આવી સાસુઓ થી .

5સાથ આપનારી પ્રેમાળ સાસુ :

           એવું નથી કે બધી સાસુઓ જબરી જ હોય . અમુક એવી પણ સાસુઓ હોય છે કે વહુને પોતાની દીકરીની જેમ રાખતી હોય છે , એમને મન તો વહુ એજ એમની દીકરી. તેઓ દરેક વાતમાં વહુની ચિંતા કરતી હોય છે , તેની સાથે પ્રેમાળ વર્તન કરતી હોય છે , ઘરના કામ હોય કે સામાજિક જવાબદારીઓ બધામાં વહુને માર્ગદર્શન અને સહકાર આપતી હોય છે . આવી સાસુ તો જેને મળે એ વહુ તો પોતાને ધન્ય સમજે છે . પણ ખરેખર આપણા સમાજ માં આવી પ્રેમાળ અને સમજદાર સાસુઓ પણ છે જે વહુઓને દીકરી જેટલો જ પ્રેમ અને સહકાર આપે છે .

       

અહિયાં કોઈની લાગણીઓ ને દુભાવવા નો કોઈ જ ઈરાદો કે પ્રયત્ન કરવામાં નથી આવ્યો , કેમ કે અહી કોઈ ની વ્યક્તિગત વાત કરવામાં આવી નથી , માટે કોઈએ બંધ બેસતી પાઘડી ન પહેરી લેવી .તમારા સાસુ તો સારા જ હશે એવી આશા છે પણ જૂની ફિલ્મોની બિન્દુ જેવી સાસુઓ પણ આ સમાજ માં છે અને નવી ફિલ્મ ની રીમા લાગુ જેવી સાસુઓ પણ આ સમાજ માં છે . તો તમારી સાસુ કેવા  છે એ જરૂર થી જણાવજો .

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here