lip care with homemade things

ગુલાબની પાંદડીઓ જેવા મુલાયમ , કોમળ અને ગુલાબી હોઠ કોને ન ગમે ? તમારા હોઠ પણ ગુલાબ જેવા ગુલાબી અને સુંદર થઇ શકે છે. એના માટે બસ તમારે અપનાવાના છે કેટલાક ઘરેલું ઉપાયો .

* હોઠને કુદરતી રીતે ગુલાબી કરવા માટે રોજ રાત્રે સૂતા પહેલા બીટનો રસ હોઠ પર લગાવવો.

* જો તમારા હોઠ ફાટતા હોત તો હોઠ પર દરરોજ તાજું માખણ લગાવવાથી હોઠ કોમળ રહેશે.

* શિયાળામાં હોઠની કેર વધારે કરો, નિયમિત રૂપે હોઠ પર લીપ બામ અથવા મોશ્ચોરાઈઝર લગાવો.

* ગુલાબની પાંદડીઓનો રસ કાઢીને હોઠ પર લગાવવાથી પણ હોઠ મુલાયમ અને ગુલાબી થાય છે.

* પેટ્રોલીયમ જેલી અને મધ મિક્ષ કરીને હોઠ પર લગાડવાથી શિયાળામાં હોઠ ફાટશે નહિ અને મુલાયમ રહેશે.

* ગરમ રોટલી પર ચોપડેલું ઘી આંગળી વડે લઇ હોઠ પર લગાવવું , એનાથી તમારા ફાટેલા હોઠ મુલાયમ બનશે.

SHARE

“Life lover” Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most ” Sneh”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here