khajur biscuit roll gujarati racipe

ખજુર બિસ્કીટ રોલ

સામગ્રી :

• ૫૦૦ ગ્રામ કાળી ખજુર
• મેરી બિસ્કીટ ૨૦ થી ૨૫ નંગ
• ડ્રાય ફ્રુટ નો ભુક્કો અથવા ટોપરા નું છીણ
• ૪ ચમચી ઘી

રીત :

સૌ પ્રથમ ખજુર ને ધોઈ ને કોરી કરી તેમાંથી ઠળિયા કાઢી લેવા ત્યારબાદ તેને સારી રીતે મેશ કરી લો.
ત્યાર પછી કડાઈ માં ઘી લઇ ઘી ગરમ થાય ત્યાર પછી ખજુર ઉમેરી એકરસ થાય ત્યાં સુધી શેકાવું.
પછી ગેસ બંદ કરી દેવો. મિશ્રણ થોડું ઠંડુ થાય પછી તેના નાના નાના લુવા કરી દેવા. એ લુવા માંથી એક પછી એક પાટલી પર નાની પુરીઓ વાણી લેવી.
એક પૂરી હાથ માં લઇ તેની પર બિસ્કીટ મૂકી કવર કરી,
તેના પર બીજી પૂરી મુકવી, તેના પર બિસ્કીટ મૂકી પાછી પૂરી મૂકી સાઈડ કવર કરી ગોળ વાળી લેવું.
પછી તેને ડ્રાયફ્રૂટ ના ભુક્કા માં રગદોળી લેવું. પછી રોલ ને એક પ્લેટ માં કાઢી ૫ થી ૧૦ મીનિટ ફ્રીઝ માં સેટ થવા મુકો. તો તૈયાર છે તમારા ખજુર રોલ. હવે તેના પીસ કરીને સર્વિંગ પ્લેટ માં સર્વ કરો.

 

SHARE
"'Food Lover" Dimple Panchal loves to make different Gujarati Foods , Decorate home , Shopping spree. She want to become a Chef and start own Restaurant Chains in different Areas. She also wants to help poor Women and help them to stand their own Will.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here