rajasthani dal bati recipe in gujarati

જાણો એકદમ ટેસ્ટી રાજસ્થાની દાળ બાટી બનાવાની સરળ રીત

સામગ્રી :-

દાળ માટે :-

  • ૫૦ ગ્રામ મગ ની દાળ
  • ૫૦ ગ્રામ અડદ ની દાળ
  • ૧ ટેબલ સ્પૂન ચણા ની દાળ
  • ૧ ટી. સ્પૂન મસુર ની દાળ
  • ૨ મીડીયમ   ડુંગળી
  • ૨  મીડીયમ ટામેટા
  • ૧ ટુકડો તજ
  • ૩-૪ લવિંગ
  • ૧/૨ ટી. સ્પૂન રાઈ
  • ૧/૨ ટી. સ્પૂન જીરું
  • ચપટી હિંગ
  • મીઠા લીમડા ના પત્તા ૫-૬
  • ૨ ટેબલ સ્પૂન આદુ, લસણ,મરચા ની પેસ્ટ
  • ૨ ટેબલ સ્પૂન લાલ મરચું
  • ૧/૨ ટી. સ્પૂન હળદર
  • ૨ ટેબલ સ્પૂન ધાણાજીરું
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ ટી. સ્પૂન ગરમ મસાલો
  • ૩ ટેબલ સ્પૂન તેલ
  • કોથમીર
  • બાટી માટે :-
  • ૨ કપ ભૈડુ
  • ૩ – ૪ ટેબલ સ્પૂન તેલ
  • ૧ ટી. સ્પૂન અજમો
  • પાણી જરૂર મુજબ
  • ૫૦૦ ગ્રામ ઘી

 

નોધી લો પધ્ધતિસર ની રીત :-

  • સૌ પ્રથમ એક વાસણ માં ભૈડુ લઇ તેમાં તેલ, અજમો નાખી નવશેકા પાણી થી લોટ બાંધી દો. પછી લોટ ને ઢાંકી ને એક બાજુ મૂકી દો. જેથી એ  ગળી ને બરાબર થઇ જાય.

  • પછી ૪ દાળ  ને  ભેગી  કરી બરાબર ધોઈને  કુકર  માં  બાફવા  માટે મુકો.

  • ત્યાં સુધી ટામેટા અને ડુંગળી ને જીણી કટ કરી દો.

  • દાળ થઇ જાય પછી એક મોટા વાસણ માં તેલ નાખી ગરમ કરો. ગરમ થઇ જાય પછી તેમાં રાઈ, જીરું.હિંગ, મીઠા લીમડા ના પત્તા,આદુ-મરચા-લસણ ની પેસ્ટ, તજ, લવિંગ નાખી દો. પછી ડુંગળી, ટામેટા નાખી સાંતળો, સંતળાઈ જાય એટલે બધા મસાલા નાખી દો.

  • પછી દાળ ઉમેરી દો. બરાબર ઉકળવા દો. ૧૦-૧૫ મિનીટ ઉકલી ને ગેસ બંદ કરી દો, ઉપર ગરમ મસાલો ને કોથમીર નાખો.

  • હવે બાટી નું કુકર ગરમ કરવા  માટે  મુકો,  પછી લોટ ને બરાબર સરખો કરી તેના મીડીયમ સાઈજ  ના ચપટા લુઆ કરીને બાટી  તૈયાર કરો.

  • બધી બાટી થઇ જાય પછી બધા કુકર માં ગોઠવી  ને પછી કુકર ને  ઢાંકી દો.

  • ૫ મિનીટ પછી કુકર ને ખોલી ને બાટી ને બીજી બાજુ ફેરવી દો.

  • બન્ને બાજુ બાટી ગોલ્ડન થઇ જાય એટલે બહાર કાઢી લેવી.

  • બીજા એક મોટા વાસણ માં ઘી ગરમ કરી ને રાખવું.  બાટી ને બહાર કાઢી  ને સીધી  ઘી માં ૧૫  મિનીટ માટે  રાખવી.

  • પછી ઘી માંથી બાટી ને કાઢી ને સર્વિંગ પ્લેટ માં દાળ બાટી કાઢી ને સર્વ કરો.

  • લસણ ની ચટણી, ભરેલા મરચા, ડુંગળી સાથે ગરમા ગરમ સર્વ કરો.

  • તો તૈયાર છે ટેસ્ટી, સ્પાઈસી રાજસ્થાની દાળ બાટી.

SHARE

“‘Food Lover” Dimple Panchal loves to make different Gujarati Foods , Decorate home , Shopping spree. She want to become a Chef and start own Restaurant Chains in different Areas. She also wants to help poor Women and help them to stand their own Will.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here