sleeping style tells about you guajrati

આવો જાણીએ શું કહે છે તમારી સૂવાની સ્ટાઈલ 

          આપણા જીવનનો મોટા ભાગનો સમય વીતી જાય છે , અન્યો વિશે વિચારવામાં , સમજવામાં કે પછી તેમની ચર્ચા કરવામાં , છતાં આપણે આપણી પોતાની જાત ને જાણવા કે સમજવા માટે નવરાશ ક્યારેય મેળવી શકીએ છીએ ખરા ?

          ખરેખર જોવા જઈએ તો આપણી રોજીંદી નાની-નાની આદતોમાં આપણું વ્યક્તિત્વ વ્યક્ત થાય છે .આપણી બેસવાની , ચાલવાની , બોલવાની શૈલી અરે હું તો એમ કહું છું કે આપણા ઊંઘવાની શૈલી પરથી પણ આપણા વ્યક્તિત્વનો ખ્યાલ આવે છે . જેમ દરેક ના વ્યક્તિત્વ ની આગવી શૈલી હોય છે એમ જ દરેકની ઊંઘવાની શૈલી પણ અલગ અલગ હોય છે અને એ આગવી શૈલી પરથી કેવી રીતે તેઓ અલગ હોય છે બીજાથી ખબર પડી શકે છે . તો આવો જોઈએ ઊંઘવાની અલગ અલગ રીત જે પણ એક મહત્વપૂર્ણ બોડી લેન્ગવેજ છે જેનાથીં વ્યક્તિ ના વ્યક્તિત્વ ના અનેક પાસા રજુ થાય છે.

૧) સીધા સૂવું :

        સીધા સૂનારા લોકો એટલે કે પીઠ પથારીને સ્પર્શે એ રીતે અને હાથ પગ છુટા રહે એ રીતે સૂનારા લોકો આરામપ્રિય અને ખર્ચાળ સ્વભાવના હોય છે. આ ઉપરાંત તેઓ સૌન્દર્યના ઉપાસક હોય છે . આવા લોકો ગપ્પા મારવામાં પણ ખુબજ નિપુણ હોય છે. તેઓ સહેલાઈથી ખોટું બોલી નાખે છે.

૨) હાથ ક્રોસમાં રાખીને સૂવું :

          જે લોકો હાથ સીધા માથા નીચે ક્રોસમાં રાખીને સૂવે છે તેઓ અત્યંત જોશીલા તેમજ સમજદાર હોય છે . પરંતુ કયારેક તેઓ નિરર્થક વિચારો પણ કરે છે . આવા લોકો પોતાના પરીવારનો સારી રીતે ખ્યાલ રાખવા ઈચ્છે છે પરંતુ કેવી રીતે એ તેમને ખબર નથી હોતી.

૩) ઊંધા સૂવું :

         ઊંધા એટલે કે પેટના આધારે સૂનારા આત્મકેન્દ્રી અને સંકુચિત વિચારસરણી ધરાવતા હોય છે.તેઓ એવું ઈચ્છતા હોય છે કે બીજા લોકો તેમની જરૂરિયાત સમજીને મદદરૂપ થાય , પણ આ રીતે કદાચ તેઓ પોતાની જાતથી જ દૂર થઇ જાય છે .

૪) પડખું ફેરવીને સૂવું :

         પડખું ફેરવીને માથું ઓશિકા પર રાખીને પગ સીધા રાખી સૂનારા ખરેખર નસીબદાર હોય છે. આવા લોકોનું વ્યક્તિત્વ આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે. તેમજ આવા લોકો જિંદગીના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવે છે.

૫) માથા સુધી ઓઢીને સૂવું :

          માથા સુધી ઓઢીને ઊંઘનારા બેવડું વ્યક્તિત્વ ધરાવતા હોય છે . એટલે કે તેઓ બીજાની સાથે જેવું વર્તન કરે છે તેવા અસલ જીંદગીમાં હોતા નથી . એટલે કે તેઓ બીજાની સામે દ્રઢતા થી વર્તે છે પરંતુ અસલ માં તેઓ અંતર્મુખી , ભાવુક તેમજ શરમાળ હોય છે.

૬) ટૂંટિયું વાળીને સૂવું :

          ટૂંટિયું વાળીને સૂનારા નિરાશાવાદી હોય છે તેમજ તેઓ જીવનમાં એકલતા અનુભવતા હોય છે. તેઓ આત્મવિશ્વાસનો પણ અભાવ હોય છે. તેના કારણે તેઓ ઘણી વાર અનિર્ણાયકતા તેમ્સ્સ્જ સંકોચ અનુભવતા હોય છે.

૭) ગોટ મોટ થઈને સૂવું :

          ગોટ મોટ થઇને સૂનારા લોકો ઈર્ષાળુ સ્વભાવના હોય છે , તેમજ આવા લોકો ખુબજ સ્વાર્થી પણ હોય છે.આવા લોકો ઝડપથી ગુસ્સે થઇ જતા હોય છે આથી લોકો આવા લોકોથી દૂર રહેવાનું જ પસંદ કરે છે.

SHARE

“Life lover” Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most ” Sneh”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here