tacos-recipe-in-gujarati

ટાકોઝ | ટેસ્ટી રેસીપી | ડીમ્પલ પંચાલ 

 

»  પુરી  માટે ની સામગ્રી   

(૪ થી ૫ વ્યક્તિ માટે ) 

૧) ૩/૪  કપ પીળી મકાઇ નો લોટ

૨)  ૧/૨ કપ મેંદો

3) તેલ પ્રમાણસર        

૪ ) મીઠું પ્રમાણસર

 


 » પુરણ માટેની સામગ્રી  

 ૧ ) ૧૦૦ ગ્રામ રાજમા   

 ૨) ૧/૪ ટી સ્પૂન સાજી ના ફૂલ     

 ૩ ) ૧ ટેબલ સ્પૂન ઘી                      

 ૪ ) ૧ ઝીણી સમારેલી ડુંગળી    

૫ ) ૨ ઝીણી સમારેલી લીલી ડુંગળી   

૬ ) ૧ ટી સ્પૂન વાટેલું લસણ  

૭ ) ૨ ટેબલસ્પૂન ટામેટા ની ગ્રેવી        

૮ ) ૧ ટી સ્પૂન લાલ મરચું                                           

૯ ) ૨ ટેબલસ્પૂન માખણ        

૧૦ ) ૧ ટેબલસ્પૂન ચીઝ     

૧૧ ) ૧ ટી સ્પૂન રેડ ચીલીસોસ             

૧૨ ) મીઠું પ્રમાણસર

 

» ટાકોઝ માટેની રીત

  1. મકાઇ અને મેંદા ના લોટ માં મીઠું નાખી ચાળી લેવું. તેમાં ૨ ટી સ્પૂન મોણ નાખી

લોટ બાંધવો .

  1. પછી લોટ ના લુઆ કરી દો.

  2. મેંદા નું અટામણ લઇ ૪ થી ૫ પાટળી પુરીઓ વણી દો.

  3. પછી તેને કાંટા થી કાપા કરવા જેથી ફૂલે નહિ.

  4. ગરમ તેલ માં એક બાજુ પૂરી તળી બીજી બાજુ ફેરવી વચ્ચે ઝારો મૂકી ચીપિયા ની મદદ થી ‘યુ ‘ આકાર આપવો. ઠંડી પડે એટલે ડબ્બા માં ભરી દેવી.

 

» પુરણ માટેની રીત

  1. રાજમાં ને ૭ થી ૮ કલાક પાણી પલાળી મીઠું ને સાજી ના ફૂલ નાખી બાફવા મુકવા. બફાઈ ગયા પછી પાણી નીતારી લેવું.

  2. થોડાક રાજમાં ના ટુકડા કરવા ને થોડાક રાજમાં ને વાટી લેવા.

  3. પછી એક પેન માં ઘી મૂકી સુકી ડુંગળી, લસણ, લીલી ડુંગળી સાંતળવી.

  4. ૫ મિનીટ પછી ટામેટા ની ગ્રેવી, લાલ મરચું , મીઠું ,રાજમાં , થોડુક માખણ , ચીઝ , અને ચીલીસોસ નાખવા.

  5. લચકા પડતું થાય એટલે ઉતારી લેવું .

                       

 

» પીરસવા માટે

  • ટાકોઝ માં ૨ ટી સ્પૂન પુરણ ભરી તેના પર કોબીજ , લીલી ડુંગળી , ચીઝ  પાથરવું. તો તૈયાર છે બધાના મનપસંદ એવા ટાકોઝ.

     

નોંધ:-   

  • રાજમાં ને બદલે બેક બીન્સ નું ટીન વાપરી સકાય. રાજમાં ને બેક બીન્સ બન્ને મિક્સ પણ કરી સકાય.

SHARE
"'Food Lover" Dimple Panchal loves to make different Gujarati Foods , Decorate home , Shopping spree. She want to become a Chef and start own Restaurant Chains in different Areas. She also wants to help poor Women and help them to stand their own Will.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here