make punjabi food tasty gujarati

પંજાબી વાનગી માં ધ્યાનમાં રાખવા જેવા મુદ્દા

  • પરોઠા, નાન, શાક, પુલાવ, દાળ મુખ્ય પંજાબી વાનગીઓ છે.

  • જાડી ગ્રેવી બનાવવા માટે કોળું વાપરવું, તેને છોલી ને છીણી ને ઉપયોગ માં લેવું,તેનો સ્વાદ હોતો નથી, ડુંગળી ન ખાતા હો તો ડુંગળી ને બદલે કોળું, દુધી, કોબીજ ઝીણી છીણી ને કે મિક્ષર માં વાટીને નાખી શકાય.

  • પંજાબી શાક પુલાવ, બિરયાની ડાલડા ઘી માં બનાવવાથી સ્વાદ વધારે સારો લાગે છે. વાનગી થઇ જાય ત્યારે થોડું ઘી નાખવું. ડાલડા ના ફાવે તો ચોખ્ખા ઘી માં થોડું તેલ નાખી વાનગી બનાવવી.

  • કોર્નફલોર પાણીમાં ઓગળીને નાખવો નહિતર ગાંગડી પડી જશે.કોર્નફલોર ની જગ્યા એ માવો છીણી ને નાખી શકાય.ગ્રેવી જાડી થશે.

  • પાલક સમારી થોડું પાણી ગરમ કરી તેમાં મીઠું સહેજ સાજી ના ફૂલ નાખી ૨ મિનીટ ઉકાળીને ચાળણીમાં કાઢી, તેના ઉપર ઠંડુ પાણી રેડવું. પછી પેસ્ટ બનાવવી. કલર લીલો જ રહેશે.

  • ટોમેટો પ્યુરી :- તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી તેમાં ટામેટા મુકવા. ૧૦ મિનીટ ઉકાળવા.  છાલ નીકળે તેવા થાય એટલે થાળી માં કાઢી ઠંડા કરવા. છાલ કાઢી, ટુકડા કરી મિક્ષર માં પીસવા.

  • વેજીટેબલ સ્ટોક :– ૧/૨ કપ બટાકા, ૧/૨ કપ ગાજર, ૧/૨ કપ દુધી, ૧/૨ કપ કોબીજ, ૧/૨ કપ ડુંગળી, ૧/૨ કપ પાલક ના પાંદડા. દરેક ના નાના ટુકડા કરવા. ૩ કપ પાણી તપેલા માં ગરમ કરવા મૂકી તેમાં આ બધા શાક ના ટુકડા ધોઈને નાખવા.૧૦ મિનીટ ગેસ ફાસ્ટ રાખી ઉકલે એટલે ગેસ બંદ કરીને ૧ થી ૨ મિનીટ ઢાંકી રાખવું. પછી તેને ગાલી લેવું. વેજીટેબલ સ્ટોક તૈયાર થશે. બાફેલા શાક  નું  મિક્ષ શાક બનાવાય.

  • વેજીટેબલ સ્ટોક ક્યુબ :– વેજીટેબલ અને નોન વેજીટેબલ બન્ને જાતના સ્ટોક તૈયાર મળે છે. તેથી જોઇને લેવા. ૨ કપ પાણી માં ૧ ક્યુબ નાખી ઉકાળવું. સ્ટોક ઠંડો થાય એટલે ઉપયોગ માં લેવું.

  • શાક કેવી રીતે બાફશો :- ૧ તપેલી માં ૧ કપ પાણી લેવું, તેમાં ચપટી મીઠું,   ચપટી સોડા,  ૪ ટી. સ્પૂન ખાંડ નાખીને ગરમ કરવું, તેમાં પ્રથમ ફણસી, અને ફ્લાવર ને ૫ મિનીટ ઉકાળવા, ગેસ ફાસ્ટ રાખવો. પછી વટાણા, ગાજર, ૪ મિનીટ ઉકાળવા. તપેલી ઉપર ઢાંકવું નહી. પછી બધા શાક ચાળણીમાં નીતારી લેવા. મીઠું નાખવાથી શાક ફિક્કા નહી લાગે. સોડા થી શાક લીલા રહેશે અને ખાંડ થી શાક માં કુદરતી મીઠાશ લાગશે.

  • ચોખા કેવી રીતે બનાવશો:–  ૧ કપ બાસમતી ચોખા ધોઈ ૨ કલાક પલાળી રાખવા. ૫ કપ પાણી ગરમ મૂકી ઉકળે એટલે ચોખા નીતારીને નાખવા. ચોખા ચડી જાય અને દાણો સહેજ કડક રહે ક તરત જ ભાત ચાળણી  માં ઓસાવવા. તેની ઉપર ૪ થી ૫ કપ ઠંડું પાણી રેડવું. જેથી ચોખા વધારે ના ચડે, અને છુટા રહે. તપેલી માં ભાત મૂકી તેમાં ૨ ટી.સ્પૂન ઘી નાખી મેળવવું.

  • પંજાબી દહીં :– ૫૦૦ મિલી દૂધ ને ગરમ કરવા મુકવું. થોડુક દૂધ પહેલા કાઢી લેવું. તેમાં ૧ ટી.સ્પૂન કોર્નફલોર ઓગાળવો. દૂધ ગરમ થાય એટલે કોર્નફલોર નાખી થોડુક દૂધ જાડુ થાય એટલે નીચે ઉતારી હુંફાળું કરવું. પછી તેમાં ૧ ટી સ્પૂન મોળું દહીં નાખવું અને બરાબર હલાવી ઢાંકી  દેવું. તૈયાર થઇ જાય એટલે ફ્રીઝ માં મુકવું..

  • ગુલાબી ડુંગળી:– નાની ડુંગળી ને છોલી લેવી. ૧ બાઉલ માં ૧/૨ કપ વિનેગર અને થોડું બીટ છીણી ને નાખવું. મીઠું નાખવું તેમાં ડુંગળી નાખી ૨ થી ૩ કલાક રાખવી. પીરસતી વખતે ડુંગળી બહાર કાઢવી.

  • વાઈટ સોસ:– ૨ ટે.સ્પૂન ઘી ગરમ કરીને તેમાં ૧/૨ કપ મૈદો ૨ મિનીટ શેકવો. તેમાં ૧ કપ દૂધ, ૧/૨ કપ પાણી નાખીને હલાવવું. સોસ જેટલું જાડુ રાખવું. તેમાં મીઠું અને મરી નાખવા. સોસ પાતળો  બનાવવો હોય તો મૈદો ૨ ટે. સ્પૂન નાખવો.

  • પંજાબી શાક તૈયાર થઇ જાય ત્યારે કસૂરી મેથી ભભરાવાથી ટેસ્ટ સારો આવે છે.

  • પંજાબી શાક બનાવવા માટે ખુબ સમય મહેનત થાય છે. જો ગ્રેવી તૈયાર હોય તો જલ્દી બને છે. ગ્રેવી તૈયાર કરીને ફ્રીઝ માં રાખી શકાય.

SHARE
"'Food Lover" Dimple Panchal loves to make different Gujarati Foods , Decorate home , Shopping spree. She want to become a Chef and start own Restaurant Chains in different Areas. She also wants to help poor Women and help them to stand their own Will.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here