why-men always happy gujarati article

         સ્ત્રીઓ ની સરખામણી એ પુરુષો વધારે આનંદિત અને મોજીલા જોવા મળે છે . આનું સૌથી મોટું કારણ એ છે કે પુરુષો આખા ગામની ચિંતા કરવા કરતા પોતાના માં જ મસ્ત રહે છે . સ્ત્રીઓ ની જેમ એમને કોણ શું કરે છે એમાં જરાપણ રસ હોતો નથી તેઓ ફક્ત પોતાના કામ થી જ કામ રાખે છે . તો આવો જોઈએ એવા બીજા કારણો જેના લીધે પુરુષો હંમેશા ખુશ રહે છે.

* એવા ૭ કારણો જેના લીધે પુરુષો હમેશા ખુશ રહે છે :

(૧) ફોન પર વાત ૩૦ જ સેકન્ડ :

      સ્ત્રીઓની જેમ પુરુષોને ફોન પર લાંબી વાત કરવાની આદત નથી હોતી. તેઓ ફોન પર હાય હેલ્લો કરવામાં ટાઈમ નથી બગાડતા અને સીધી કામ ની વાત કરવાનું પસંદ કરે છે અને તેમને કોણ શું કરે છે , કોના ઘરમાં શું ચાલે છે ફોન પર એવી વાતો કરવામાં કોઈ જ રસ હોતો નથી . તેઓ હંમેશા ટૂંકમાં વાત પતાવે છે , પરિણામે પુરુષો વધારા ની કોઈ પળોજણ માં પડતા પણ નથી અને ટેન્શન લેતા પણ નથી.

(૨) પાંચ દિવસની ટૂરમાં એક જ જીન્સ કાફી :

       પુરુષોને સ્ત્રીઓ ની જેમ ક્યાંક ૫/૬ દિવસ માટે બહાર જવાનું હોય ત્યારે એમને એ ટેન્શન ના હોય કે સાથે શું લઇ જાઉં. કયા કયા કપડા લેવા , એમને ફક્ત એક જીન્સ અને બે શર્ટ માં રેડી હોય એનું પેકિંગ . એક જ જીન્સ માં એમની ટૂર પતી જાય. એટલે એમને શું લઇ જાઉં સાથે એવી કોઈ ચિંતા જ નહિ.

(૩) વગર આમંત્રણે દોસ્તી પાક્કી :

        પુરુષોને એવું ના હોય કે ફ્રેન્ડ ની બર્થડે છે તો એ બોલાવે તો જ જવાનું. જ્યારે સ્ત્રીઓ ને કેવું હોય એને બોલાવ્યા નથી તો કેમ જઈએ? પુરુષોને તો ભાઈબંધ છે એટલે પહોંચી જ જવાનું એ પછી લગન હોય કે જન્મદિવસ . દોસ્ત બોલાવે તો જ થોડું જવાય , તો તો દોસ્ત શું કામના!

(૪) જિંદગી આખી એકજ હેરસ્ટાઈલ :

         લગ્ન માં જવાનું હોય કે બીજો કોઈ પણ પ્રસંગ હોય પુરુષો ને સ્ત્રીઓની જેમ કલાકો સુધી અરીસા સામે ક્યારેય નહિ જોવો તમે . કેમકે એમને તો ગમે તે પ્રસંગ હોય એક જ હેરસ્ટાઈલ , અને એમને તો એક કાંસકો ફેરવ્યો એટલે રેડી. કલાકો સુધી વાળ ઓળાવાની કોઈ ઝંઝટ જ નહિ.

(૫) ગમે તેવી શોપિંગ માટે ૩૦ મિનીટ કાફી :

         સ્ત્રીઓને તો જ્યારે શોપિંગ ની વાત આવે એટલે આખો દિવસ પણ ઓછો પડે જ્યારે પુરુષોને તો ગમે તેવી ખરીદી અડધો કલાક માં પતાવી દે . કેમ કે પુરુષો સ્ત્રીઓ ની જેમ ભાવતાલ કરવામાં અને વસ્તુ પસંદ કરવામાં કલાકો નથી બગડતા . એમને તો જે ગમે એ ફટાફટ ખરીદી લેવાનું , જેથી શોપિંગ નું કામ ફટાફટ પતિ જાય અને સમય વેડફાવાનું કોઈ ટેન્શન જ નહિ.

(૬) બટાકા જેવા કોઈ પણ જગ્યાએ એડજસ્ટ :

         સ્ત્રીઓને હમેશા આવું નહિ ને તેવું , અહિયાં નહિ ત્યાં , આટલું નહિ ને તેટલું બધી લમણાઝીંક હોય છે , સ્ત્રીઓને કંઇક ને કંઇક વાતે હમેશા ખાંચા હોય છે. જ્યારે પુરુષો બટાકા જેંવા હોય છે , જેમ બટાકું ગમે તે શાક માં એડજસ્ટ થઇ જાય છે તેમ પુરુષો પણ ગમે તે સમયે ગમે ત્યાં . ગમે તે સ્થળે , કોઈ પણ પરિસ્થિતિ માં ફવડાવી જ લે છે .

(૭) બીજા પુરુષોની કોઈ અદેખાઈ નહિ :

          સ્ત્રીઓ બીજી સ્ત્રીઓએ કેવા કપડા , જ્વેલરી પહેરી છે એનું ધ્યાન વધારે રાખતી હોય છે. અને અદેખાઈ પણ સ્ત્રીઓમાં ખુબજ હોય છે કે પેલીની સાડી મારી સાડી કરતા વધારે સારી કેમ ? આના દાગીના મારા દાગીના કરતા મોંઘા કેમ ? જ્યારે પુરુષોને એવું કંઇજ નહિ.એતો ફક્ત પોતાના કપડા અને પોતાની જ વસ્તુઓ પ્રત્યે ધ્યાન આપે છે એમને કોને શું પહેર્યું છે ? પોતાના કરતા વધારે સારું છે કે નહિ એમાં કોઈ જ ઇન્ટ્રેસ્ટ હોતો નથી .

          તો આ બધા કારણો છે કે પુરુષો કેમ વધારે ખુશ રહે છે. કેમ તેઓ પારકી પળોજણ માં પડતા પણ નથી અને કોઈની કોઈ તુલના કરતા પણ નથી. તેઓ ફક્ત પોતાનામાં જ મસ્ત રહે છે .

SHARE

“Life lover” Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most ” Sneh”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here