you cant win against your wife argument gujarati

            આ પોસ્ટ ખાસ કરીને પરણેલા પુરુષો માટે જ છે. પત્ની શું છે એ માત્ર પરણેલા જ જાણે છે . પરણીને પણ પુરુષ સ્ત્રીને સમજી શકતો નથી કે એના મનમાં ક્યારે શું ચાલતું હોય છે . પતિ બિચારો વખાણ કરે તો તકલીફ , ના કરે તો પણ તકલીફ . ટૂંકમાં એક પટ ક્યારેય પત્નીને પહોંચી શકતો જ નથી . દલીલો માં તો પત્ની ને મહારથ હાંસલ હોય છે એટલે દર વખતે હારવાનું પતિ એ જ હોય છે એ નક્કી હોય છે . તો આવો જોઈએ એવી કેટલીક વાતો જેના પરથી તમને સમજાશે કે પત્ની ને કોઈ ના પહોંચે .

=> પત્ની ની કેટલીક અટપટી વાતો :

 

1) જો કોઈ વાર ભાત ગળી ગયેલા બન્યાં હોય તો કહશે કે , એતો ચોખા નવા હતા ને એટલે.

2)  રોટલી બની હોય અને પતિ જો એમ કે આજે રોટલી કેમ આવી બની છે તો કહેશે કે, એતો ઘંટી વાળા એ મોટું દળ્યું છે એટલે .

3)  ચા જો મીઠી થઇ જાય તો આ વખતે ખાંડ બહુ મોટી આવી ગઈ છે એટલે અને ચા જો પાતળી થઇ જાય તો કહેશે કે દૂધ જ એવું હતું પાણી જેવું .

4) લગ્ન કે કોઈ ફંક્શન માં જતી વખતે પતિ ને પૂછશે કે કઈ સાડી પહેરું અને પતિ કે પેલી મમ્મી એ આપી હતી એ પહેર તો કેહશે કે એની મેચિંગ બંગડી ક્યા છે મારી પાસે , અને લાસ્ટ માં એ પહેરશે તો એજ સાડી જે એને બે દીવસ થી નક્કી કરી રાખી હશે.

5)  પતિ જો વહેલો ઘરે આવે તો કહેશે કે આજે મેચ છે કે શું ? અને જો મોડો આવે તો કે શું કરતા હતા આટલી વાર, કોની સાથે ગુડાણા હતા ? મારી તો કઈ પડી જ નથી તમને .

6)  પતિ જો કોઈ સસ્તી વસ્તુ લાવે તો કહેશે કે શું જરૂર હતી આવા ખોટા ખર્ચા કરવાની અને જો મોંઘી વસ્તુ લાવે તો કહેશે કે તમને તો આમેય વસ્તુ લાવતા જ નથી આવડતું , બધા લૂટે જ છે તમને , આના આટલા બધા પૈસા અપાય .

7)  પતિ જો કોઈ વાર રસોઈના વખાણ કરે તો કહેશે કે હું તો રોજ સારી જ રસોઈ બનાવું છું , અને કોઈ વાર જો કોઈ ભૂલ કાઢે રસોઈમાં તો કહેશે, મારી તો કોઈ કદર જ નથી આ ઘરમાં , ગમે તેટલું કરું .

8)  પતિ બિચારો કોઈ કામ માં મદદ કરે તો કહે કે કોઈ કામ સરખું નથી આવડતું તમને અને મદદ ન કરે તો કહેશે તમારા ભરોસે તો રહેવાય જ નહિ , હું એકલી જ મથ્યા કરું છું આખો દિવસ.

9) કોઈ વાતમાં જો સામે આર્ગ્યુમેન્ટ કરી તો તો આવી જ બન્યું , કે એતો હું હતી કે આ ઘરમાં ટકી , બાકી બીજી કોઈ આવી હોત તો ખબર પડી જાત .

          કદાચ તમારી પત્ની માં આ બધા લક્ષણો ના પણ હોય અને જો હોય તો પણ હવે શું મારા ભાઈ ! કેમ કે પરણ્યા છો તો નિભાવે જ છૂટકો . ગમે તે હોય પણ પત્ની વગર ચાલે પણ તો નહિ , સાચી વાત ને ?

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here