કેમ કરીને માનુ આભાર તમારો,
ગમી ગયો છે અમને વ્યવહાર તમારો.
હતો અણગમો પહેલા જે વાતનો,
બની ગયો ભાગ એ જીવનના અમારો.
સહ્યો તિરસ્કાર ને ગુસ્સો અમારો,
રહ્યો પ્રેમાળ તોય સ્વભાવ તમારો.
ભલે મળ્યો નહિ કદી પ્રતિસાદ અમારો,
વધતો રહ્યો તોય સદાય પ્રેમ તમારો.
રહ્યો છે બદલાઈ આજે સ્વભાવ અમારો,
દિલથી માનુ છું એના માટે આભાર તમારો.
– રશ્મિકા .આર. પંચાલ