આજે હુ વાત કરવા જઈ રહી છુ એક એવી.વ્યક્તિ ની જેના વગર જીવન શક્ય ભલે હોય પણ સહજ નથી હોતુ. આપણા દરેક કાર્ય મા આપણે જેનો સાથ ઝંખીએ છીએ એ છે આપણો જીવનસાથી.
 જીવન સાથી એ વખતે આપણી સાથે ઉભો હોય છે દુનિયા ના કહેવાતા એ બધા સગા સબંધીઓ આપણો સાથ છોડી દે છે.
જ્યા સુધી સત્તા,સંપત્તિ અને શરીર સારૂ હોય ત્યા સુધી બધા પોતાના અને જેવુ આ બધુ સરકવા લાગ્યુ એમ સંબંધો પણ સાથ છોડી દે.
ક્યારેક આપણે જાણતા અજાણતા એ વ્યક્તિ ને દુખી કરી બેસીએ છીએ જે સદાય આપણી લાગણી ઓની કદર કરતુ આવ્યુ છે.આપણને આપણી ઢળતી ઉમરે સમજાય છે કે એ આપણી પાસે હતુ એની કદર આપણને બહુ મોડી થઈ.
 

એટલે જ કહુ છુ , ક્યારેક થતા એ નાના મોટા ખટરાગ ને તમારા વિવાહિત જીવન પર હાવી ના થવા દેતા.થોડુ તમે સમજશો થોડુ એ તો જીવન સરળ થઈ જશે.અને અંતે તો સાચો સાથી તો જીવનસાથી જ છે ને.

 તો આજે જીવનની સાચી પરિભાષા એટલે જીવનસાથી, એ વિશે હુ મારા વિચારો આપની સાથે શેર કરી રહી છુ.

જીવનની પરિભાષા જીવનસાથી

ઘરડા તો થયા પણ,
   શરીરના પૂરજા પણ હલી ગયા.

સગા-સબંધી ઓ પણ,
       મૂકી ને જતા રહ્યા.

સબંધોમા મીઠાશ હતી,
     એ કડવાશ મા ફેરવાણી.

પોતાના હતા એ પારકા થયા,
       ને સબંધોની ત્યારે રીત સમજાણી.

ખોટ જીવનમા જે જે વર્તાણી,
     એની માત્ર હાજરી થી જ પૂરાણી.

જીવનની સાચી પરિભાષા તો,
    બસ જીવનસાથી મા જ દેખાણી.

ડગલે પગલે જ્યા ઠોકર મે ખાધી,
    હાથ એનો ઝાલી ને જાતને સંભાળી.

જતી જીદગીએ જ્યારે દુનિયા બદલાણી,
      જીવનસાથીની સાચી કિમત ત્યારે  સમજાણી.

             – રશ્મિકા .આર. પંચાલ

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here