ઋતુમાં જેવો બદલાવ હોય એવો માણસમાં પણ જણાય છે,
સ્વાર્થ મટે ત્યાં રંગ બદલે એતો માણસજાત કહેવાય છે.

સ્વભાવની જ રમત છે આ બધી જેમાં હર કોઈ પરખાય છે,
સૂકાઇ જાય ત્યારે ખરી પડે પણ વાંક તો પાનખરનો જ ગણાય છે.

ખબર જ નથી પડતી કોના મનમાં શુ ચાલે છે,
મોઢા પર હાસ્ય રમતું હોય અને મનમાં ઝેર ઘૂંટાય છે.

ઘડીક માં ભેગા અને ઘડીક માં નોખા,
કોણ પોતાના ને કોણ પારકા એજ ક્યાં સમજાય છે.

પહેલા જેવી મીઠાશ સંબંધો માં હવે ક્યાં વર્તાય છે,
એકબીજાને નીચા દેખાડવાની  રોજ સ્પર્ધા યોજાય છે.

– રશ્મિકા પંચાલ (સ્નેહરશ્મિ.કોમ)

SHARE
"Blogger since 2009" Rahul Panchal is a Creative Blogger by mind and a passionate Marketer by heart. He is Creative Designer, brand Lover, Copy Writer, Marketer and Spiritual Lover.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here