આજની ફાસ્ટ લાઈફ સ્ટાઈલ અને જંકફૂડ તેમજ અનિયમિત જીવનશૈલી એ મુખ્યત્વે કારણો છે , કબજીયાત માટેના . આજે મોટા ભાગના લોકો કબજિયાત ની સમસ્યા થી પરેશાન છે અને આપણે સહુ જાણીએ છીએ કે કબજિયાત એ કઈ નાની સૂની સમસ્યા નથી કબજીયાત ના લીધે પેટના અનેક રોગો તેમજ મોંમાં છાલા પડવા અને ગેસ જેવી ઘણી સમસ્યાઓ થઇ શકે છે . તો આવો જોઈએ કેટલાક દેશી ઉપચારો અને ટીપ્સ જેનાથી તમને કબજીયાત માં ઘણા અંશે રાહત થશે .

=> કબજિયાત માંથી રાહત મેળવવા ના ઘરેલું નુસખા :

* દરરોજ ભોજનમાં સલાડ અને રેસાવાળા શાકભાજી નો સમાવેશ કરો , તેમજ ખોરાક ને સરસ રીતે ચાવીને ખાવાની આદત પાડો .

* દરરોજ એકવાર ભોજણ સાથે અથવા ભોજન બાદ મોળું દહીં ખાઓ .

* માખણ પણ પેટના આંતરડાઓ ને સાફ રાખે છે માટે ભોજન માં પ્રમાનસર ઘી અથવા માખણ નો ઉપયોગ કરવો જોઈએ.

* દરરોજ એક થી બે પાકા ફળો નું સેવન કરો . એમાં પણ કેલા સર્વોત્તમ છે .

* જમ્યા બાદ થોડી વાર ચાલવાની આદત પાડો , તેમજ જમ્યા બાદ સૂઓ તો ડાબા પડખે સૂઓ .

* દરરોજ સવારે નરણા કોઠે તાંબા ના લોટા માં આખી રાત રાખેલું પાણી એક ગ્લાસ ભરીને પીવો , આનાથી કબજિયાત માં જરૂરથી રાહત થશે .

* બહાર નું જંકફૂડ વધુ ખાતા હોય તો ઓછું કરી દેવું જોઈએ , કબજીયાત ના દર્દી ઓ એ આથો લાવીને બનાવેલો ખોરાક પણ અવોઇડ કરવો જોઈએ .

* વધુમાં વધુ લીલા શાકભાજી તેમજ પાકા ફળોનું સેવન કરવું જોઈએ .

* દરરોજ બપોરે મોળા દહીમાંથી બનેલી લસ્સી અથવા છાશ પણ ખુબજ લાભદાઈ રહેશે કબજીયાત માં .

 * કબજિયાત રહેતી હોય એવી વ્યક્તિઓ એ રોજ રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ હૂંફાળા દૂધમાં એક ચમચી ઘી નાખીને પીવું જોઈએ .

* કબજીયાત રહેતી હોય તો ભોજન માં વિવિધ પ્રકારની લીલી ભાજી જેવી કે પાલક , મેથી , તાંદળજો તેમજ સવાની ભાજી નો સમાવેશ નિયમિત ઉપયોગ કરવો જોઈએ .

* પીણામાં લીંબુનું શરબત ખુબજ ઉપયોગી રહેશે , લીંબુ પાણીમાં સિંધવ મીઠું અને સંચળ અને ચપટી હિંગ નાખીને પીવો .

              આટલુ અજમાવી જૂઓ , પછી જૂઓ કે કબજિયાત કેવી રીતે દૂર નથી થતી . અને પેટ સંબંધી બીજી સમસ્યાઓ માં પણ જરૂર રાહત થશે . જો આ પોસ્ટ ગમી હોય તો મિત્રો સાથે અવશ્ય શેર કરજો.

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here