ભાદરવા સુદ ચોથ ના દિવસ થી ગણપતિ દાદાના ઉત્સવ ના દિવસો શરુ થઇ ગયા છે , ત્યારે આપ સૌના ઘરે પણ ગણેશજી અવશ્ય પધાર્યા હશે જ. આખાય ભારત માં પ્રથમ પૂજ્ય ગણેશજી નો મહિમા અનોખો છે . એમ ગણેશજી ના નામ પણ અનોખા છે , જેવા કે વક્રતુંડ , ગજાનન , એકદંતાય , ગૌરીપુત્ર , વગેરે વગેરે .. આમ તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ગણેશજી નું વાહન છે ઉંદર એટલે કે મૂષક .તેઓ એની પર સવારી કરે છે ,પરંતુ આજકાલ તો ગણેશજી પણ નવા જમાના પ્રમાણે મોટર , બાઈક , સ્કૂટર , જેવા અલગ અલગ વાહન પર બિરાજેલા જોવા મળે છે અને વિવિધ વિવિધ પોશાકો ધારણ કરેલા જોવા મળે છે . ક્યારેક તેઓ બ્રાહ્મણ તો ક્યારેક ક્રિકેટર , ક્યારેક સ્કૂલ ના યુનિફોર્મ માં બાળક બનેલા તો ક્યારેક દાંડિયા હાથમાં લઇ ખેલૈયા ના રૂપે જોવા મળે છે.

               આપણે ત્યાં ગણેશજીની નું આગમન થાય ત્યારથી જ ચારે બાજુ ” જય ગણેશ ” , “ગણપતિ બાપ્પા મોરિયા ” , વગરે ગણેશજી ના જયકાર ગુંજી ઉઠે છે . આ જયજયકારા પણ ગણેશજી ના નવા ગેટઅપ અને વાહનો ની માફક તદ્દન નવા અને યુનિક છે.

* તો આવો જોઈએ ગણેશજીના નવા લેટેસ્ટ જયકારા :

-> એક દો તીન ચાર , ગણપતિ નો જયજયકાર .

-> પાંચ છે સાત આઠ , ગણપતિ બાપ્પા સબકે સાથ .

-> નો દસ ગ્યારા બારા , ગણપતિ બાપ્પા સબસે પ્યારા .

-> તેરા ચૌદા પન્દ્રા સોલા , ગણપતિ હૈ સબસે ભોલા .

-> સતરા અઠરા ઉન્નીસ બીસ , ગણપતિ હમારે બીચ .

-> એક્કીસ બાઈસ તેઈસ ચોબીસ , ગણપતિ હમારી ચોઈસ .

-> ગલી ગલી માં ઉંદર , ગણપતિ બાપ્પા સુંદર .

-> વાટકીમાં શીરો , ગણપતિ બાપ્પા હીરો .

-> એક મેન બે મેન , ગણપતિ બાપ્પા સુપરમેન .

-> પડીકા માં ચીન્ગમ , ગણપતિ બાપ્પા સિંઘમ .

-> ગલી ગલી માં દૂધવાળા , ગણપતિ બાપ્પા સૂંઢવાળા .

-> દૂધ ભરેલા વાટકા , ગણપતિ બાપ્પા આપડા .

-> એક બલી દો બલી , ગણપતિ બાપ્પા બાહુબલી .

-> એક ફુલ દો ફુલ , ગણપતિ બાપ્પા બ્યુટીફૂલ .

-> ચાઈના હોય કે કોરિયા , ગણપતિ બાપ્પા મોરિયા .

-> સોડા લેમન કોકા કોલા , ગણપતિ ની બોલબાલા .

-> ટ્વિન્કલ ટ્વિન્કલ લિટલસ્ટાર , ગણપતિ બાપ્પા સુપરસ્ટાર .

-> ગલી ગલી માં ટ્રેક્ટર , ગણપતિ બાપ્પા એક્ટર .

-> એક મંત્રી દો મંત્રી , ગણપતિ બાપ્પા મુખ્યમંત્રી .

       તો જોયું ને મિત્રો , ગણપતિ બાપ્પા ના અલગ અલગ નામો ની જેમ ગણપતિ બાપ્પા નાં અલગ અલગ જયકારા પણ એટલા જ મીઠા છે . તો તમને બીજા કોઈ આવા નવા જયજયકારા આવડતા હોય તો કમેન્ટ બોક્સમાં અમારી જોડે પણ શેર કરજો. ગણેશજી આપ સૌના સંકટ દૂર કરી સઘળા મનોરથ પૂરા કરે એવી પ્રાર્થના સાથે જાય શ્રી ગણેશ .

બોલો ગણપતિ બાપ્પા……

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here