કેટલીક એવી વાતો જે જીવનને ઉત્તમ અને સરળ બનાવવા તમને ઉપયોગી થઇ શકે છે , એમાની કેટલીક અહીં રજુ કરી છે , જેના અમલથી કદાચ જીવન સારી રીતે જીવવામાં તમને મદદ થઇ શકે .
* જીવન ને સાચી રીતે જીવવાની ૩૨ જડીબુટ્ટી :
(૧) દરરોજ ઓછામાં ઓછી ૧૦ – ૨૦ મિનીટ માટે એકાંત માં બેસો .
(૨) દરરોજ ઓછા માં ઓછી ૮ કલાક ની ઊંઘ લો .
(૩) રોજ ૩૦ મિનીટ ચાલવા જાઓ .
(૪) ઉત્સાહ, જોશ , સ્મિત અને કરુણા આ ચાર જીવનના મહત્વના ગુણો છે, એને જીવનમાં અવશ્ય ઉતારો .
(૫) હમેશા નવી નવી રમતો શીખતા રહો અને રમતા રહો .
(૬) નિયમિત સારા પુસ્તકો વાંચવાની ટેવ પાડો .
(૭) પ્રાર્થના માટે પણ સમય ફાળવો .
(૮) શક્ય હોય તો તમારો થોડો સમય બાળકો અને વડીલો માટે પણ કાઢો, તેમની સાથે વાતચીત કરો.
(૯) જાગતા સપના જુઓ .
(૧૦) પ્લાન્ટ (ફેક્ટરી) માં બનતી વસ્તુઓ કરતા પ્લાન્ટ (છોડ) માં ઉગેલી વસ્તુઓ ને ખોરાક માં મહત્વનું સ્થાન આપો .
(૧૧) પુષ્કળ પાણી પીઓ .
(૧૨) દરરોજ ઓછા માં ઓછા ત્રણ વ્યક્તિઓ ના ચહેરા પર સ્મિત લાવો .
(૧૩) વ્યર્થ ચર્ચા , નિંદા કે કુથલી માં સમય નષ્ટ ના કરો .
(૧૪) ભૂતકાળ ભૂલી જાઓ , ખાસ કરીને પતિ પત્ની ની ભૂલો . વર્તમાન નો આનંદ લો .
(૧૫) રાજાની જેમ સવારનો નાસ્તો કરો, રાજકુમાર ની જેમ બપોર નું ભોજન લો, અને ભીખારીની જેટલુ રાત્રે જમો .
(૧૬) દરેક વાતમાં દલીલ ના કરો અને મતભેદ બને તેટલા ટાળો .
(૧૭) કોઈની પણ સરખામણી કરવાનું છોડી દો .
(૧૮) તમારા સુખનું કારણ ફક્ત તમે જ છો .
(૧૯) દરેક ને બિનશરતી માફી બક્ષો કેમ કે ક્ષમા વીરસ્ય ભૂષણમ .
(૨૦) બીજા લોકો તમારા માટે શું વિચારશે એવા વિચારો છોડી દો .
(૨૧) ગમે તેટલી સારી કે ખરાબ પરિસ્થિતિ હશે બદલાશે જરૂર , એટલે સારા નો વધુ હરખ પણ નહી અને ખરાબનું બહુ દુખ પણ નહિ .
(૨૨) માંદા પડશો એટલે તમારો બોસ નહિ તમારા મિત્રો તમારી સંભાળ લેશે , એટલે સદાય મિત્રોના સંપર્કમાં રહો .
(૨૩) નકામી , નઠારી તેમજ જેમાંથી આનંદ ન મળે તેવી વસ્તુઓ થી દૂર રહો .
(૨૪) ઈર્ષા એ સમય નો બગાડ છે , માટે ઈર્ષા ત્યાગી દો અને સંતોષી બનો .
(૨૫) ઉત્તમ હજી આવવાનું બાકી છે .
(૨૬) ગમે તેવો મૂડ ખરાબ હોય ઉઠો તૈયાર થાઓ અને બહાર આંટો મારી આવો , પછી જુઓ મૂડ કેવો ફ્રેશ નથી થતો .
(૨૭) દરરોજ સવારે ઉઠીને અને રાત્રે સૂતી વખતે ભગવાન નો આભાર માનો .
(૨૮) સગાવ્હાલા અને સ્નેહીજનો થી સદાય પ્રેમ પૂર્વક વર્તો .
(૨૯) નસીબ થી મળી છે જિંદગી તો એને જીન્દાદિલી થી જીવો .
(૩૦) કારણ વગર ના સવાલો ન પૂછો .
(૩૧) બીજાને ક્યારેય નીચા ન બતાવશો .
(૩૨) શંકાશીલ બનવા કરતા વિશ્વાસ રાખતા શીખો .
આ જડીબુટ્ટી ઓ જીવન માં એકવાર વાર વાપરી તો જુઓ , પછી જુઓ કે જીવન કેવું સુંદર અને સરળ બની જાય છે .સારી લાગે તો મિત્રો અને સબંધીઓ સાથે પણ શેર કરો.