શું તમે પપ્પા બનવાના છો ? તો આવી રીતે બનો કૂલ એન્ડ કેરીંગ ડેડી.

દરેક દંપતીના જીવનમાં જયારે માતાપિતા બનવાનો સમય આવે છે એ સમયગાળો ખરેખર ખૂબજ ખાસ હોય છે. ઘરમાં અને જીવનમાં નવા મહેમાન ના આગમન ની ખુશી તો ખુબજ હોય છે . પણ સાથે સાથે બાળકના જન્મ બાદ એમના જીવનમાં ઘણોખરો બદલાવ પણ આવી જાય છે. બાળકના જન્મ બાદ ના પરિવર્તન માટે સ્ત્રી એટલે કે માં તો કોઈપણ પ્રકારના પરિવર્તનો માટે પહેલેથી જ મેન્ટલી પ્રિપેર હોય જ છે અને ઘર પતિ અને બાળક આ બધા નું સંતુલન પણ જાળવી રાખે છે . પરંતુ રહી વાત પુરુષો (પપ્પાઓ) ની એ જલ્દી આ બદલાવ સાથે એડજસ્ટ થઇ શકતા નથી. સાવ એવું નથી કે પુરુષો સ્ત્રીઓને સમજતા જ નથી પરંતુ એક પતિ બનવું અને પિતા બનવું એ બંને અલગ અલગ વસ્તુ છે.
ઘણીવાર આપણે જોઈએ છીએ કે અમુક પુરુષો એવું માનતા હોય છે કે પપ્પા બન્યા એટલે બસ બાળક ને થોડીવાર રમાડી લીધું અને એની સાથે થોડી ઘણી મસ્તી કરી લીધી કાંતો એની જરૂરીયાત ની વસ્તુઓ લાવી આપી એટલે પતી ગયું. બાકીની બધી જવાબદારી એની મમ્મી ની હોય છે .પરંતુ હકીકત માં એવું ના હોવું જોઈએ બાળક જો બંને નું હોય તો જવાબદારી એકલી મમ્મી ની કેમ ? તો આવો જોઈએ કે મોમ ની સાથે સાથે ડેડી પણ એવું શું કરી શકે જેનાથી મમ્મી ની જવાબદારી ઓ પણ થોડી હળવી થાય અને બાળક સાથે નું બોન્ડીંગ મજબૂત બનાવી પપ્પા ડેડ માંથી સુપર ડેડ બની જાય .

* પત્ની ને સ્પેશિયલ ફિલ કરાવો :

તમારી પત્ની જયારે ગર્ભવતી હોય છે ત્યારે તમારી એ ફરજ બને છે કે એ જયારે માતૃત્વની આટલી મોટી જવાબદારી ઉઠાવી રહી હોય ત્યારે તમે પણ ઘરની નાની મોટી જવાબદારી નિભાવો . આમ તો રોજ કઈ પુરુષોને ઘરના કામ કરવાના હોતા નથી. પણ, જયારે વાઈફ પ્રેગનેટ હોય ત્યારે પુરુષ ઈચ્છે તો સ્વેચ્છા એ પત્નીને ઘરકામ માં પોતાના થી બનતી નાની મોટી મદદ કરી શકે છે. આનાથી પત્ની ને કામ માં થોડી રાહત મળશે અને આરામ પણ . બની શકે તો દરરોજ પત્ની સાથે બેસીને સારી સારી વાતો કરો તેમજ સારી કોઈ બૂક વાંચી ને સંભળાવો .
દિવસમાં એકવાર પત્ની ને તમારા હાથે થી જમાડો અને જો એ શક્ય ન હોય તો જ્યારે સમય મળે અને તમેં ફરી થાઓ અથવા તો ઓફીસ માંથી થોડો સમય કાઢી પત્ની ને ફોન કરી એના ખબર અંતર પૂછતાં રહો . સાંજે જમીને પત્ની સાથે વોક કરવા જાઓ . તમારું આવનારું બાળક અને તમારી પત્ની બંને તમારા માટે કેટલા સ્પેશિઅલ છે એનો અહેસાસ તમારી પત્ની ને તમારી આ નાની નાની કેર કરાવશે .

* બાળકની સંભાળ રાખવામાં કરો મદદ :

સૌથી પહેલા તો એ યાદ રાખો કે બાળક નો જન્મ થઇ ગયો એટલે વાત પતિ નથી જતી . ખરેખર તો હવેથી જ સાચી જવાબદારી શરુ થાય છે . રાત્રે બાળક રડતું હોય અને મમ્મી એને ખોળામાં લઈને કે તેડીને છાનું રાખવાનો પ્રયત્ન કરતી હોય.અથવા અડધી રાત્રે બાળક સૂતું ન હોય ને રમતે ચડ્યું હોય અને મમ્મી એને તેડીને ગેલેરીમાં આમ તેમ આંટા મારતી હોય અને પપ્પા માથે તાકયું રાખીને સુઈ રહે એ યોગ્ય નથી .
એક સારા પિતા એજ છે જે બાળક જયારે રડતું હોય ત્યારે એને છાનું રાખવામાં પત્ની ની મદદ કરે , બાળક જયારે પથારી ભીની કરે ત્યારે એવું જરૂરી નથી કે મમ્મી જ એની નેપી બદલે એ કામ પપ્પા પણ કરી શકે છે . આમ કરવાથી પત્ની ને પણ થોડી રાહત રહેશે .

* પોતાનું કામ જાતે કરવું :

” મારા સોક્સ ક્યાં છે ?” ” મારો રૂમાલ ક્યાં મુક્યો ? ” મારું વોલેટ ક્યાં છે ? ” અવી બૂમો ઘણા ના ઘરમાં સવાર માં પડતી જ હશે. ઘણા પુરુષો ને એવી આદત હોય છે સવાર સવાર માં ઓફીસ જતી વખતે પત્ની ને એટલી દોડધામ કરાવી દે કે પત્ની બિચારી ઘરના કામ ની સાથે સાથે પતિના ઓફીસ નો ટાઈમ સાચવતા સાચવતા થાકી જ રહે , સ્પેશિયલી જયારે તમે બાળક ના પિતા બનો ત્યારે આ બધા નાના નાના કામ માટે પત્ની ને આઘી પાછી કરવા કરતા આ કામો તમે જાતે જ કરી લો . પત્ની ને ઘરનું કામ , સાથે સાથે બાળક નું ધ્યાન રાખવાનું અને પતિના ઓફીસ જવાની તૈયારી કરવાની આ બધું એકસાથે કરવાનું એમાં જો પતિ આ રીતે પોતાનું નાનું નાનું કામ જાતે જ કરી લે તો પત્ની ને થોડી રીલીફ રહે .

* બાળક ને રમાડવાની સાથે જમાડી પણ શકો :

નોર્મલી બાળક ૭ કે ૮ મહિનાનું થાય એટલે માં ના ધાવણ સિવાય બીજું પણ જેવું કે ફ્રુટ જ્યુસ કે બોઈલ દાળ , રાઈસ કે બીજું પણ જે કઈ પણ ખાતું થાય એટલે એવું જરૂરી નથી જ કે મમ્મી જ બાળક ને જમાડે . મમ્મી જો ઘરના બીજા કામોમાં હોય અને પાપા ઘરે હોય તો પપ્પા પણ બાળક ને જમાડી શકે અને સાથે સાથે એની સાથે રમી પણ શકે . આ ખુબજ ઈફેક્ટીવ છે આનાથી બાળક સાથે તમારું બોન્ડીંગ મજ્બૂત થશે . સાથે સાથે પત્ની ને મદદ પણ મળશે .
તો જો નવા નવા ડેડી બનનારા પુરુષો જો આટલું ધ્યાન રાખે તો વાઈફ માટે સુપર હસબંડ અને બાળક માટે કૂલ એન્ડ કેરીંગ ડેડી બની શકે છે . તેમજ ફેમીલી માં હેપ્પીનેસ પણ જળવાઈ રહે છે . તમને સૌને જો આ ટીપ્સ ગમી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ સિવાય આપ આપના પ્રતિભાવો અને સુજાવ પણ કમેન્ટ બોક્ષ માં જણાવી શકો છો .
SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here