quality of husband every women wants

            દરેક છોકરી ના મનમાં પોતાના ભાવી જીવનસાથી ને લઈને કેટકેટલીય અપેક્ષાઓ અને કેટલાય સપનાઓ હોય છે. જેમ દરેક છોકરો સર્વગુણ સંપન્ન પત્ની ઈચ્છતો હોય છે એમ જો છોકરીઓ એવું ઈચ્છે કે એને એની અપેક્ષામાં પર ઉતરતો હોય એવો પતિ જોઈએ તો એમાં ખોટું શું છે. છોકરીઓ પણ એવું જ ઇચ્છતી હોય છે કે તેમને તેમનો મનગમતો પતિ મળે જેનામાં એ બધાજ ગુણો હોય જેની તેને અપેક્ષાઓ રાખી છે . તો આવો જોઈએ છોકરી ઓ ને કેવો પતિ ગમે છે.

* છોકરીઓ ઈચ્છતી હોય છે કે તેના ભાવી પતિમાં આ ૫ ગુણો હોવા જોઈએ :

(૧) પ્રેમાળ :

       કઈ સ્ત્રી નથી ઈચ્છતી કે જેની સાથે એને આખી જિંદગી વિતાવવાની છે એ પુરુષ તેનો પતિ તેને ખુબજ ચાહે . લગ્ન પછી સ્ત્રી પોતાનું અસ્તિત્વ ભૂલીને તેના ઘર પરિવાર અને પતિ ને સંભાળવામાં લાગી જાય છે તેમના પાછળ એનું આખું જીવન સમર્પિત કરી દે છે અને બદલામાં ઈચ્છે છે તો ફક્ત પ્રેમ . એ ઈચ્છે છે કે તેનો પતિ એને દુનિયામાં સૌથી વધુ પ્રેમ કરે , તેની ફિકર કરે , તેના વખાણ કરે . એટલે સ્ત્રી ને મન સૌથી પહેલા તો પુરુષ પ્રેમાળ હોવો જોઈએ . આવા પુરુષો સ્ત્રીઓની પહેલી પસંદ હોય છે.

(૨) મદદરૂપ :
         

              એ હર કોઈ જાણે છે કે સ્ત્રીઓ ઘરનું , બાળકો નું અને પતિનું કેટલું બધું કામ કરે છે , ત્યારે પતિ એ પણ સમજવું જોઈએ અને તેને ઘરના નાના મોટા કામોમાં મદદરૂપ થવું જોઈએ . મદદ કરવી એટલે માત્ર જાડુ પોતા જ નહિ. બીજી ઘણી રીતે મદદ કરી શકાય . જેવી કે ઘરની ગ્રોસરી લઇ આપવી , ઓફીસ માંથી ફ્રી હોય ત્યારે ઘરના અમુક નાના નાના કામ જેવા કે બેડશીટ બદલવી, બારીના પડદા બદલવા બાળકોને સાચવવા તેમજ બની શકે તો કિચન માં પણ હેલ્પ કરવી. જે પતિ પોતાની પત્ની ના કામની કદર કરે તેને તેના કામોમાં મદદ કરે એવો પતિ કોને ના ગમે .

(૩) કાળજી લેનાર :

           જેમ સ્ત્રીઓ પુરુષોની દરેક નાની મોટી જરૂરિયાતો નો ખ્યાલ રાખી શકે છે એવી જ રીતે પુરુષો એ પણ પોતાની પત્ની ની કાળજી રાખવી જોઈએ. એ જો તમારા માટે સવારે વહેલા ઉઠી ટીફીન અને બ્રેકફાસ્ટ તૈયાર કરી શકે છે તો તમારે પણ ઓફિસમાંથી ફોન કરી એના ખબર અંતર પૂછતા રહેવું જોઈએ એ જમી કે નહિ , આજે શું પ્રોગ્રામ છે એનો આખા દિવસ નો અને બીજી થોડી પ્રેમભરી વાતો થી એ ખુશ થતી હોય તો એમ કરવામાં શું વાંધો છે. આ ઉપરાંત ઘરમાં કોઈપણ બીમાર હોય ત્યારે સ્ત્રી એની સેવા અને કાળજી માટે ખડે પગે હંમેશા તૈયાર હોય છે તો જ્યારે એ બીમાર કે અસ્વસ્થ હોય ત્યારે ફક્ત દવા લઇ લેજે એટલું કહેવું શું પુરતું છે , દરેક સ્ત્રી એવું ઈચ્છતી હોય છે કે એને પણ એનો પતિ થોડો સમય આપે એની પાસે બેસે , પાણીનો ગ્લાસ ભરીને આપીને ને પછી કે લે દવા પી લે ત્યારે સાચી લાગણી છતી થશે તમારી તેના પ્રત્યેની . માટે જેમ એ તમારી અને તમારા પરિવારની કાળજી લે છે ધ્યાન રાખે છે અને સામે એ પણ એવી જ અપેક્ષા રાખે એ સ્વાભાવિક છે .

(૪) જે તેને સમજે :

             સ્ત્રીઓ અંત્યંત ભાવુક હોય છે . વાતે વાતે રડી પડવું તેમજ અમુક પરિસ્થિતિઓમાં લાગણીશીલ બની જાય છે . એટલે સ્ત્રીઓ હંમેશા એવું ઈચ્છે છે કે તેમનો પતિ તેમના મનને સમજે , તેમની ઈચ્છાઓને માન આપે . ઘણા પુરુષો ફક્ત ઓફિસ ના કામો અને જવાબદારીઓ માં રચ્યા પચ્યા રહેતા હોય છે અને તેમને તેમની પત્ની સાથે બે મિનીટ બેસી પ્રેમથી વાતચિત કરવાનો પણ સમય નથી હોતો. એટલે દરેક પુરુષે એ વાત નું ધ્યાન રાખવું જોઈએ કે પત્ની પાસે બેસી ને થોડી હળવી વાતો કરો એના મનમાં શું ચાલે છે એ જાણવાનો પ્રયત્ન કરો અને તેની ભાવનાઓ ને સમજી એની કદર કરો . કેમકે જો તમે એની લાગણીઓની કદર કરશો અને એની સંવેદનાઓને સમજશો તો જ તમે એની વધુમાં વધુ નજીક આવી શકશો.

(૫) જે તેને હંમેશા ખુશ રાખે :

             સ્ત્રીઓ નાની વાતોમાં ખુશ થઇ જાય છે . તેમની સુંદરતાના વખાણ કરો , તેમના કામોની પ્રસંસા કરો , તેમને બહાર ક્યાક ફરવા લઇ જાઓ અથવા તેમને કી નાના મોટા પ્રસંગે ભેટ આપો અ બધી નાની નાની વાતોમાં એમની ખુશી રહેલી હોય છે . દરેક છોકરી એવી અપેક્ષા રાખતી હોય છે કે તેનો થનાર પતિ તેને દરેક વાતે ખુશ રાખે . તેની હા માં હા કરે , તેને બધી માંગણીઓ પૂરી કરે અને તેને ખુબજ પ્રેમ કરે . ટૂંકમાં આટલું કરો એટલે પત્ની ખુશ. એટલે પત્ની જેટલું તમારા અને પરિવાર માટે કરે છે એના બદલામાં એને જીવનની જેટલી ખુશીઓ આપી શકો એટલી ઓછી છે પતિદેવો .

            આમ, ગૌરી વ્રત હોય કે જયા પાર્વતી અને સોળ સોમવાર અને ના જાણે કેટકેટલાય અલૂણા કર્યા પછી પ્રેમાળ , કાળજી લેનાર અને તેનું પૂરેપૂરું ધ્યાન રાખનાર, તેને હમેશા ખુશ રાખે એવો પતિ જો એ ઈચ્છે તો એ વ્યાજબી જ છે એને . તો વાંઢાઓ જો પરણવું હોય તો તમારે આ બધું તો યાદ રાખવું જ પડશે અને પત્ની નો પ્રેમ જોઈતો હોય તો બદલા માં પ્રેમ અને કાળજી બંને આપવી તો પડે જ ને.

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here