things everyone did in school

           સ્કૂલ લાઈફ જીવનનો ખુબજ સુંદર તબક્કો હોય છે . એવી સ્કૂલ જ્યાં આપણે એકડે એકથી લઈને સરવાળા બાદબાકી અને એબીસીડી થી લઈને દરેક લેસન શીખ્યા . જ્યાં આપણા કદીના ભૂલાય એવા ફ્રેન્ડસ બન્યા , જ્યાં આપણે લાઈફની બેસ્ટ મોમેન્ટસ માણી .જ્યાં આપણને શિક્ષકો એ ચોપડીઓ ના અને જીવનના ઘડતર ના પાઠ શીખવ્યા. આવા સ્કૂલ ટાઈમમાં એવી કેટલીય ધમાલ મસ્તી હશે જે આપણે સૌ એ કરી હશે અને સાહેબો નો માર પણ ખાધો જ હશે . તેમ છતાય જ્યાંથી રોજ થાકીને આવતા અને ફરી બીજા દિવસે એજ સ્ફૂતી થી પહોંચી જતા એવી સ્કૂલ ને કોણ યાદ નથી કરતુ આજે . આવો જોઈએ આપણા એવા ૫ કારસ્તાન જે આપણે સૌ એ સ્કૂલ માં કર્યા છે.

1(૧) ફ્રી પીરીયડમાં કાગળના પ્લેન ઉડાવતા :

        આજે પણ યાદ છે સ્કૂલના એ દિવસો અને ફ્રેન્ડસ સાથે કરેલી મસ્તીઓ . જ્યારે પણ કોઈ સબ્જેક્ટ ના ટીચર એબ્સન્ટ હોય એટલે તો આપણે જલસા . ફ્રી પીરીયડમાં કાગળ ના પ્લેન બનાવીને એકબીજા સામે ઉડાવવાના . ખરેખર એ વખતે કરેલી મસ્તી ના તોલે આજના કોઈ ફન ના આવે. ક્યારેક તો પ્લેન બનાવીને ઉડાવતા હોઈએ ને સર એ મેડમ આવી જાય અને પછી જે વારો પડી જાય આપણો તો. એ દિવસ નો સબક ,મળે તોપણ બીજે દિવસે તો એના એજ હોઈએ , એજ કાગળના પ્લેન અન એજ ફ્રી પીરીયડ . ખરેખર શું દિવસો હતા એ.

2(૨) લાઈનમાં ચાલતા એકબીજાને ધક્કા મારતા :

        જ્યારે જ્યારે છૂટવાનો બેલ પડે કે તરત જ એવા તો ભાગીએ બેગ લઈને જાણે કે જેલમાંથી કેદીઓ છૂટ્યા . અને ટીચર્સ ના ફુલ ઈન્સ્ટ્રકશન હોય કે બધાએ લાઈનમાં હાથ પાછળ બાંધીને ચાલવાનું તોપણ એકબીજા ને ધક્કા મુક્કી કરીને આગળ જવાની કોશિશ આપણે સૌ એ કરેલી જ હશે સ્કૂલમાં . એ સ્કૂલ જવાની આળસ અને એ સ્કૂલ માં થી છૂટવાની ઉતાવળ આજે પણ એવીને એવી યાદ છે .

3(૩) ટીચર્સના નામ પાડતા :

         આજે સમજાય છે જયારે ખરેખર સમજણા થયા છીએ ત્યારે ભણતરની સાચી કિમત , બાકી તો સ્કૂલ માં તો ટીચર કે એ ક્યા કદી આપણે સિરિયસલી લીધું છે? ઉલટાનું એ બધા જ ટીચર્સ જે આપણ ને ભણાવતા આપણે એ બધાના કંઇક ને કંઇક ચિત્ર વિચિત્ર નામ પાડતા. કોઈક નું ઠીંગણો તો કોઈનું જાડી. કોઈનું હિટલર તો કોઈનું ભંગાર એવા તો કેટકેટલાય નામો આપણે પાડ્યા હશે શિક્ષકોના . પણ સાચું કહું તો મજા પણ બહુ આવતી એમાં.

4(૪) બોરિંગ પીરીયડમાં ઝોંકા ખાતા :

          હજુય યાદ છે કે સ્કૂલમાં જે વિષય ગમતો એનો પીરીયડ તો ફટાફટ જતો રહે પણ જે વિષય ન ગમતો હોય એનો પીરીયડ તો પૂરું થવાનું નામ જ ન લે ને. એમાય ખાસ કરીને સમાજવિદ્યા નો પીરીયડ તો ભાગ્યે જ કોઈક ને ગમતો હશે . એવી ઊંઘ આવે ભાઈ, કે વાત ના પૂછો અને બગાસા ખાતા ખાતા કેટલાનેય ઝોંકા આવી જતા . ઘણીવાર તો આવા બોરિંગ પીરીયડમાં છેલ્લી પાટલીએ સૂઈ જવાની મોજ આવી જતી હો. અને પછી તો સાહેબ નો ચોક છુટ્ટો આવે પછી જ આંખ ખુલતી . ખરેખર એ દિવસો ફરી પાછા ફરે તો કેટલું સારું.

5(૫) ચાલુ પ્રાર્થનાએ અડધી આંખો ખુલ્લી રાખવાની :

            સ્કૂલ માં ઘણી વાર તો લાંબી લાંબી પ્રાથનાઓ અકળાવી મુકતી ત્યારે માંડ બે મિનીટ પણ આંખો બંદ રાખવી મુશ્કેલ હોય ત્યાં અડધો કલાક તો શેની રે બંદ . ત્યારે આપણે તો હેય ને અડધી આંખો ખુલ્લી ને અડધી બંદ રાખીને જીણી આંખો એ આખાય ક્લાસ નું અવલોકન કરતા અને પછી બારીમાંથી નજર બહાર દોડાવીને હેયને બહાર આવતા જતા વાહનો અને પક્ષીઓ આ બધું જોવાનું. સાચું કહેજો તમે પણ ક્યારેક તો ચાલુ પ્રાર્થના એ આવા અખતરા કર્યા જ હશે .

               સ્કૂલ ની આ બધી મસ્તીઓ અને તોફાન તો બધાય ને યાદ જ હશે પણ સાથે સાથે પોતાના બેસ્ટ ફ્રેન્ડસ સાથે વિતાવેલો એ સમય અને ફેવીરિટ ટીચર્સ ના એ લેક્ચર્સ પણ કોઈ નહિ ભૂલ્યું હોય એ ચોક્કસ છે . ખરેખર સ્કૂલ જેવી મજા ક્યાય નથી આવી. કયારેક તો થાય છે કે ફરી પાછા નાના થઇ જઈને એ સ્કૂલ બેગ જેને બડી વટ થી દફતર કહેતા એ ભરાવીને ફરી ઉપડી જઈએ સ્કૂલ અને ફરી જીવી લઈએ એ સોનેરી દિવસો ને. વી રીયલી મિસ અવર સ્કૂલ ટાઈમ એન્ડ સ્કૂલ ફ્રેન્ડસ ટુ.

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here