ગર્ભાવસ્થા એ સ્ત્રી માટે ખૂબજ કાળજી લેવાનો સમય છે , આ સમયગાળા દરમિયાન સ્ત્રી ને ખાવા પીવાથી લઈને ઉઠવા બેસવાનું તેમજ શું કરવું ના કરવું એનું ચુસ્તપણે ધ્યાન રાખવું પડે છે અને રાખવું પણ જોઈએ જ કેમકે એની સાથે એક બીજી જિંદગી પણ જોડાયેલી હોય છે . તો આવો જોઈએ કે કઈ બાબતો છે જે ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રી ના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે .

* ૫ એવી બાબતો જે ગર્ભવતી સ્ત્રીઓ માટે હાનિકારક હોય છે

(૧) ખૂબ ગરમ પાણીમાં સ્નાન :

           ઘણી વાર પ્રેગ્નેન્ટ સ્ત્રીઓ થાક ઉતારવા અથવા રિલેક્ષ થવા ગરમ ગરમ પાણીના ટબમાં સ્નાન કરે છે , એને હોટ બાથ કહેવાય છે , એનાથી એમનો થાક તો ઉતરી જાય છે પરંતુ ગર્ભ માં રહેલા શિશુ માટે એ નુકશાન દાયક નીવડે છે. ઘણીવાર એના લીધે ગર્ભસ્થ શિશુ ને ગભરામણ અને બેચની થવા લાગે છે અમુક કિસ્સાઓમ બાળક માટે માતાઓનું આ હોટ બાથ જાનલેવા પણ સાબિત થાય છે , માટે ગર્ભાવસ્થા દરમિયાન નવશેકા પાણીમાં જ સ્નાન કરવું.

(૨) સખત વ્યાયામ :

              હળવો વ્યાયામ ગર્ભવતી સ્ત્રીઓ માટે આવશ્યક છે, વ્યાયામ શરીરને લચીલું બનાવે છે જે બાળક ની ડીલીવરી વખતે ખુબજ ઉપયોગી નીવડે છે. પરંતુ વધુ પડતો અથવા ખુબજ શ્રમ પહોંછે એવો સખ્ત વ્યાયામ ગર્ભવતી સ્રીઓ એ ના કરવો જોઈએ. કેમ કે વધુ પડતો કે સખત વ્યાયામ કરવાથી તમારા ધબકારા પણ વધી જાય છે અને હદયના ધબકારા ૧૬૦ બીપીએમ થી વધારે હોય તો ગર્ભમાં રહેલા બાળક ને ને ઓક્સીજન મળવામાં અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે ,જેના લીધે એના મગજ એમજ સ્થાયી સ્થિતિ પર પણ અસર થાય છે , માટે ગર્ભાવસ્થા માં ડોક્ટર ની સલાહ મુજબ હળવો વ્યાયામ જ કરવો જોઈએ.

(૩) ધુમ્રપાન અને દારૂનું સેવન :

            ગર્ભવતી સ્ત્રીઓ એ ધુમ્રપાન તો ના જ કરવું જોઈએ તેમજ ધુમ્રપાન કરનારી વ્યક્તિ થી પણ દૂર રહેવું જોઈએ . કેમકે એ તમને અને તમારા બાળક બંને ને નુકશાન પહોંચાડે છે , ધુમ્રપાન તેમજ દારૂના સેવન ના લીધે બાળક માં ઘણી બીમારી ઓ જન્મજાત થવાની શક્યતાઓ રહે છે . તેમજ ધુમ્રપાન અને દારૂ ના સેવન થી બાળક ના વિકાસ માં અવરોધ ઉભો થઇ શકે છે , માટે ગર્ભવતી સ્ત્રીઓ એ ધુમ્રપાન અને દારૂથી દૂર જ રહેવું હિતાવહ છે.

(૪) લાંબો સમય સુધી ઉભા રહેવું :

         ગર્ભવતી સ્ત્રીઓને ડોક્ટર આરામ કરવાની સલાહ આપે છે પરંતુ જો તમને સુઈ રહેવું ના ગમતું હોય તો થોડીવાર આંટાફેરા મારો પછી થોડો વાર આરામ કરો , ખાસ ધ્યાન એ રાખવાનું છે કે લાંબો સમય સુધી ઉભા ના રહો કેમકે લાંબા સમય સુધી ઉભા રહેવાથી પીઠની અને કમર ની નસો જકડાઈ જાય છે અને કમર અને પીઠનો દુખાવો થાય છે , માટે કાંતો બેસો કાંતો સુઈને આરામ કરો.

(૫) ગુસ્સો તેમજ ચિંતા :

           ગર્ભાવસ્થા દરમ્યાન સ્ત્રીએ આનંદિત રહેવું જોઈએ , જેટલા પ્રફુલ્લિત રહેશો એટલો આવનાર બાળક સ્વસ્થ જન્મશે અને ગુસ્સો તેમજ ચિંતા બાળક અને માતા બંને ના સ્વાસ્થ્ય ને નુકશાન પહોંચાડે છે . માટે ગર્ભવતી સ્ત્રીએ ગુસ્સો પણ ન કરવો અને ચિંતા પણ નહિ.

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here