દરેક વ્યક્તિ અલગ અલગ વ્યક્તિત્વ ધરાવતી હોય છે. આપણે ગમે ત્યાં જઈએ ક્યાંક ને ક્યાંક અમુક ખાસ પાત્રો મળતા જ રહેતા હોય છે. આવા જ ઇન્ટરેસ્ટિંગ કેરેકટર આપના કાર્યસ્થળે પણ હોય છે, જે ખરેખર બધાથી યુનિક જ હોય છે. તો આવો જાણીએ આવા 7 ઈન્ટરેસ્ટિંગ કેરેક્ટર્સ વિશે.

1નૌટંકીબાજ :

આવા નૌટંકીબાજ લોકો નાની નાની વાતો ને બહુ મોટી કરીને બોલવાની આદત હોય છે. તેમને અહીંની વાત ત્યાં ને ત્યાંની વાત અહીં ના કરે ત્યાં સુધી ચેન પડતું નથી. આવા લોકો હંમેશા કામમાં થી છટકવાના બહાના શોધતા હોય છે.આવા નાટકબાજ લોકો ઓફિસમાં કામ ઓછું ને શૉ ઑફ વધારે કરતા હોય છે.

2જાસૂસ :

આવા જાસૂસી પ્રકૃતિ વાળા વ્યક્તિઓ ને ઓફીસ માં તેમના ક્લીગ્સ ની જાસૂસ કરવામાં બહું આનંદ આવતો હોય છે.તેઓને બીજા ના કામમાં તેમજ અંગત જીવન માં ડોકિયું કરવાનો શોખ હોય છે. આવા લોકો ને ઓફીસમાં બીજાની વાતો સાંભળવી , બીજાની નિંદા કરવી અને આખોદિવસ ઘૂસપૂસ કરવી વધારે પસંદ હોય છે.

3બોસ પ્રિય સિનિયર્સ :

આવા લોકો ઓફિસમાં બોસ ને ખાસ પસંદ હોય છે. તેઓ કંપની માં ઘણા સમયથી કામ કરતા હોવાથી કંપની ના દરેક પાસા તેમજ પરિસ્થિતિ થી વાકેફ હોય છે.આવા સિનિયર્સ બોસ ને સારું લગાડવા ગમે તેટલું કામ કરી લે છે. આવા લોકો પર બોસ પૂરો વિશ્વાસ રાખતા હોઈ તેઓ બોસ ની નજર માં સારા બનવા ઘણીવાર ઓફિસના બીજા ક્લીગ્સ ને હેરાન કરતા રહેતા હોય છે.

4વાતોડિયા :

આવા લોકો ઓફિસ માં આખો દિવસ વાતો જ કરતા રહેતા હોય છે . આવા લોકો ડંફાસ મારવામાં પહેલો નંબર હોય છે. આવા લોકો કામ કરે કે ના કરે ઓફિસમાં વાતોના વડા કરે રાખે છે.આવા વાતોડીયા લોકો પોતાની વાતોમાં બીજા ની વાતોને અવગણતાં હોય છે.

5અહંકારી (ઈગોવાળા) :

આવા અહંકારી લોકો પોતાના સામે બીજા ને કઈંજ ગણતા નથી . આવા લોકો બીજા ક્લીગ્સ થી દૂર જ રહેતા હોય છે તેમજ પોતે જ સૌથી સ્માર્ટ સમજતા હોય છે. આવા લોકો વારંવાર પોતાના સહકર્મચારીઓ સાથે ઝઘડતા હોય છે અને નાની નાની બાબતો ને બહું મોટું સ્વરુપ આપતા હોય છે .

6ચાપલૂસી કરનારા :

આવા લોકો લગભગ દરેકે દરેક ઓફિસ માં જોવા મળતા હોય છે. આ લોકો નું મેઈન કામ બોસ ના વખાણ કરવાનું હોય છે. તેઓ હંમેશા પોતાને સારા સાબિત કરવા બોસ ની ચાપલૂસી કરતા હોય છે.આવા લોકોને પોતાનુ કામ કઢાવતા બહુ સારી રીતે આવડતું હોય છે. આવા લોકો ઓફિસ માં બધા નવા કોઈ ખાસ પસન્દ હોતા નથી.

7નેગેટિવ લોકો :

દરેક કામમાં ‘ના ‘ કરવા વાળા લોકો પણ બધી ઓફિસ માં જોવા મળતાં હોય છે .આવા લોકોની કોઈપણ વાત ‘ના’ થી જ શરુઆત થાય છે.દરેક વાત માં તેમનું વલણ નકારાત્મક જ હોય છે. આવી વ્યક્તિ માં આત્મવિશ્વાસ નથી હોતો ,તેમજ દરેક વાત અને કામ માં “મને નથી લાગતું આ કામ થાય ” એવું નકારાત્મક જ વલણ અપનાવે છે. ઓફિસ માં બધા આવા લોકો થી દૂર જ રહેવાનું પસંદ કરતા હોય છે.
શુ તમારી ઓફિસ માં પણ આવા લોકો છે , જો હોય તો કમેન્ટ દ્વારા અમને જણાવો. એન્ડ પ્લીઝ ડોન્ટ ટેક ધીસ આર્ટિકલ પર્સનલી. કીપ સ્માઇલિંગ .
SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here