હાલનું વાતાવરણ જ કંઇક એવું છે કે જેને જોવો એને શરદી ખાંસી , તાવ ની ફરિયાદ કરતુ જોવા મળે છે . એમાય નાના બાળકોને શરદી ખાંસી ની પ્રોબ્લેમ્સ વધારે રહેતી હોય છે કેમ કે એમના પર વાતાવરણ ના બદલાવ ની અસર તરત જ થઇ જાય છે. તો એવામાં તમે બધે ટેબ્લેટ્સ અને સીરપ લઇ લઈને કંટાળી ગયા હશો , ત્યારે શરદી ખાંસી માટે આયુર્વેદિક ઉપચારો જ યોગ્ય છે , જે શરીર ને નુકસાન પહોંચાડતા નથી .

૮ ઘરેલું ઉપાયો જે આપશે તમને શરદી-ખાંસીથી છૂટકારો :


1. તુલસી :

           તુલસી એ એક આયુર્વેદિક હર્બ છે જે ઘણા રોગો સામે રક્ષણ આપે છે , એમાય શરદી-ખાંસીમાં તો એ અતિ ઉત્તમ છે. એક કપ ગરમ પાણી માં ૫ થી ૬ તુલસીના પત્તા નાંખીને ઉકાળો, હવે આ ઉકાળો દિવસમાં ૨ થી ૩ વાર પીવો . તમે ઈચ્છો તો આમાં થોડો ગોળ પણ મિક્સ કરી શકો છો.

2. મેથીદાણા :

           મેથીના દાણા ને એક ગ્લાસ પાણીમાં ઉકાળીને , એ પાણી દિવસમાં ૩ થી ૪ વાર પીવો . આનાથી શરદી-ખાંસી માં રાહત થશે .

3. મરી :

          એક ચમચી મધમાં એક ચપટી મરી નો પાઉડર મિક્સ કરીને ચાટો , આવું દિવસમાં ૨ થી ૩ વાર કરશો તો ગમે તેવી શરદી ખાંસી માં રાહત થશે .

4. આદુ :

            એક કપ પાણી માં એક નાનો ટુકડો આદુનો વાટીને નાખો , ત્યારબાદ એમાં થોડો ગોળ નાખીને ઉકાળો , હવે આ ઉકાળો ઠંડો કરીને પીવો , દિવસમાં ૨ વાર આ ઉકાળો પીવાથી શરદી-ખાંસી માં રાહત થશે .

5. હળદર :

            શરદી ખાંસી થઇ હોય એવી વ્યક્તિઓએ હુંફાળા દૂધ માં એક ચમચી હળદર મિક્સ કરીને પીવું જોઈએ , જેનાથી શરદી ખાંસી માં ઘણી રાહત થાય છે , હળદર માં વાયરસ અને બેક્ટેરિયા સામે રક્ષણ આપવાની ક્ષમતા રહેલી હોવાથી થી શરદી ખાંસીમાં ઘણી ગુણકારી છે .

6. ગોળ :

             ગોળનો ટુકડો અને હળદર સરખા ભાગે મીક્સ કરીને નાની નાની ગોળીઓ બનાવી લો, આ ગોળીઓ ને આખો દિવસ મોઢામાં રાખીને ચૂસતા રહો , શરદી ખાંસીમાં રાહત આપશે .

7. મધ , આદુ અને લીંબુનું શરબત :

              અડધા ગ્લાસ પાણીમાં બે ચમચી લીંબુનો રસ , એક ચમચી આદુ નો રસ અને એક ચમચી મધ સાથે ચપટી મીઠું મિક્સ કરીને આ શરબત દિવસમાં બે વાર પીવો. શરદી ખાંસીથી છૂટકારો મળશે .

8. અરડૂસી :

          અરડૂસીના ના પાનને પાણીમાં ઉકાળીને પીવાથી પણ શરદી – ખાંસી માં રાહત મળે છે . પરંતુ અરડૂસી બહુ કડવી હોવાથી થોડો ગોળ મિક્સ કરીને પીવું. અરડૂસી શરદી ખાંસી ઉપરાંત તાવ માટે પણ ઉપયોગી છે .

           તો ફ્રેન્ડસ ટેબ્લેટ્સ અને સીરપ લઈને કંટાળ્યા હોવ તો શરદી ખાંસી માંથી રાહત મેળવવા આ ઘરેલું ઉપાયો ચોક્કસ ટ્રાય કરો . અને જો ફાયદો જણાય તો તમારા મિત્રો સાથે પણ શેર કરો .

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here