benefits of ice gujarati blog

બરફના ૧૫ એવા ફાયદા જે તમને થશે ઉપયોગી

          

     અત્યારે ગરમીમાં તો બરફ વગર ચાલે જ નહિ ને ! ગરમીમાં ઠંડકનો અહેસાસ કરાવતો બરફ અલગ અલગ રીતે ઉપયોગ ઉપયોગમાં લેતા હોઈએ છીએ  આપણે . પરંતુ શું તમે જાણો છો કે કોઈપણ ડ્રીંક ને રિફ્રેશિંગ બનાવતા     બરફના ટુકડા ના બીજા એવા ઘણા ફાયદાઓ પણ છે જે તમને ખરેખર કામ માં આવશે.

૧)  ગઠીયા વા ના દુખાવામાં દુખાવો થતો હોય તે જગ્યા પર બરફનો ટુકડો થોડી વાર રાખી મુકો પછી લઇ લો, ફરી પાછો મુકો અને થોડીવાર રાખીને લઇ લો, આવું ૭ થી ૮ વાર કરો દુખાવામાં રાહત થશે.

૨)  ગરમીમાં ચહેરા પર આઈસ ક્યુબ રગડવાથી ચહેરા પર નો ઓઈલ દૂર થશે અને સ્કીન ગ્લોવ કરશે.

૩)  શરીર પર ઝીણી ઝીણી અળાઈઓ થઇ હોય તો બરફનો ટુકડો લઇ હળવા હાથે અળાઈઓ પર રગડો આનાથી અળાઈઓ બેસી જશે અને ખંજવાળ પણ નહિ આવે.

૪)  હાથ-પગમાં કાંટો કે ફાંસ વાગેલી હોય તો અને તેની સોયથી કાઢવાની હોય તો ત્યાં પહેલા બરફ ઘસો, જેથી તે ભાગ સુન્ન થઇ જશે ,પછી કાંટો કાઢો . કાંટો સહેલાઇથી નીકળી જશે ને દુખાવો પણ નહિ થાય .

૫)  માથું દુખતું હોય બરફના ટુકડા ને રૂમાલમાં લપેટીને માથા પર રાખવાથી માથા ના દુખાવામાં રહતા થશે.

૬)  કડવી દવા ખાતા પહેલા બરફનો ટુકડો મોઢામાં રાખી થોડી વાર ચૂસો જેનાથી દવા કડવી નહિ લાગે.

૭)  શરીરમાં મૂઢમાર લાગ્યો હોય તો ત્યાં બરફ ઘસવાથી અંદર લોહી નહિ જામે અને દર્દ ઓછું થશે.

૮)  નસ્કોરી ફૂટી હોય, નાકમાંથી લોહી નીકળતું હોય તો, બરફને કપડા માં લપેટીને નાકની આજુબાજુ રાખવાથી થોડીવારમાં લોહી નીકળતું બંદ થઇ જશે.

૯)  ઉલટી થતી હોય તો, બરફનો ટુકડો ધીમે ધીમે ચૂસવાથી ઉલટી બંદ થઇ જશે.

૧૦)   શરીર પર કોઈ પણ જગ્યાએ વાગ્યું હોય અને લોહી નીકળતું હોય તો ત્યાં બરફનો ટુકડો ઘસવાથી લોહી નીકળતું બંદ થઇ જશે.

૧૧)  વધારે સમય કોમ્પ્યુટર કે મોબાઈલ ના વપરાશ ને લીધે આંખો દુખતી હોય તો , બરફનો ટુકડો પાતળા રૂમાલમાં લપેટીને આંખો પર રાખવાથી આંખો ની બળતરા માં રાહત થશે.

૧૨)  પગની એડીમાં અસહ્ય દુખાવો થતો હોય તો એડી પર બરફ ઘસવાથી આરામ થશે.

૧૩)  આંખોની આસપાસ કાળા કુંડાળા હોય તો કાકડીનો રસ અને ગુલાબજળ મિક્ષ કરીને તેની આઈસ ક્યુબ બનાવીને તેને આંખો ની આસપાસ ઘસવાથી એકજ અઠવાડિયા માં કાળા કુંડાળા દૂર થઇ જશે.

૧૪)  દાઝી ગયેલા ભાગ ઉપર તુરંત જ બરફ લગાવાથી બળતરા બંદ થઇ જશે અને ફોલ્લા કે દાજેલા ના નિશાન ઘાટા નહિ થાય.

૧૫)  ઇન્જેક્શન લગાવ્યું હોય ત્યાં બરફ ઘસવાથી સોજો નહિ આવે અને ત્યાં લોહી પણ નહિ જામે.

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here