હું પણ એક માં છું એટલે એ વાત સારી રીતે સમજી શકું છું કે દરેક માં ઈચ્છે છે કે એનું બાળક તેજસ્વી , હોંશિયાર બને અને લાખો ની ભીડ માં પણ અલગ તરી આવે . પરંતુ આજકાલ તો બાળકો ને સુપર કીડ બનાવવા ની જાણે કે પેરેન્ટ્સ માં અને એમાય મમ્મીઝ માં તો હોડ જ લાગી છે . આજની માતાઓ એક્ટીવ છે એ વાત સાચી , પહેલા ના કમ્પેરમાં અત્યાર ની મમ્મીઝ વધારે સજાગ છે બાળકો ના વિકાસ ને , તેમના એડજયુકેશન ને લઈને .પણ આજકાલ ની મમ્મીઓ ખુબ જ પઝેસીવ થઇ ગઈ છે તેમના બાળકોને લઈને. ખૂબજ હાઈપર થઇ ગઈ છે . એ ખરેખર બાળકોના માટે સારી બાબત નથી . મમ્મીઓ એ એ પણ વિચારવું જોઈએ કે ક્યાક પોતાના બાળક ને સુપર ચાઈલ્ડ બનાવવા ને બનાવવા માં એમનું બાળપણ તો નથી છીનવી રહી.
આજકાલ નાના નાના ભૂલકા ઓ પણ એટલી બધી એક્ટીવીટીઝ કરતા હોય છે કે આપણ ને એમ થાય કે આ રમતા ક્યારે હશે .એમાય એતો ભગવાન જ જાણે કે આ એક્ટીવીટીઝ તેઓ પોતાના મનથી કરતા હશે કે મમ્મી ઓ ની ઈચ્છાથી . આજે સાત થી આઠ વર્ષ ના બાળકો સવારે વહેલા ઉઠી સ્કૂલ જાય , આવીને જમીને સીધા ટ્યુશન ,પછી ડાન્સ ક્લાસ કે સ્કેટિંગ કે કરાટે વગેરે વગેરે કલાસીસ માં જાય અને છેક સાંજે નવરા પડે ત્યાતો ટ્યુશન નું ને સ્કૂલ નું હોમવર્ક ઉભું જ હોય . તમેજ કહો કે આમાં એ રમે તો રમે ક્યારે . અને એમાય આ બધી એક્ટીવિટી માંથી નવરા પડે તો પોતાની મન ગમતી પ્રવૃત્તિ કરે અથવા તો મનપસંદ રમત રમે ને. અને આ બધું ઓલ થેન્ક્સ તું મમ્મીઝ .
* હાઇપર મોમ એટલે શું ?
હાઈપર મોમ એટલે એવી મમ્મીઝ કે જેઓ સ્કૂલ બાદ પણ પોતાના બાળકો ને આખો દિવસ વિવિધ પ્રવૃતિઓ માં વ્યસ્ત રાખે છે . બાળકને સ્માર્ટ બનાવવા ની ઘેલછા માં આવી મમ્મીઓ એ પણ ભૂલી જાય છે કે પોતાના વિચારો ને ઈચ્છાઓ બાળક પર આટલી થોપશે તો બાળક પોતાની જાતે વિચારતા ક્યારે શીખશે . ઘણી હાઈપર મોમ તો બાળક ને રીતસર નો રોબોટ જ બનાવી દે છે . આટલા વાગે ઊઠવાનું , જમવાનું , રમવાનું , ભણવાનું , એકટીવીટીઝ , આ ક્લાસ ને પેલા ક્લાસ …આમાં ને આમાં બાળક નું આખા દિવસનું શેડ્યુલ એટલું ટાઈટ બનાવી દે કે બાળક ને પોતાને ગમતી પ્રવૃત્તિ કરવાનો પણ સમય ન મળે. આવી મમ્મીઝ ને મારે ફક્ત એટલું જ કહેવું છે કે બાળકના ફ્યુચર ને લઈને ઉત્સાહી હોવું સારી બાબત છે પરંતુ ઘેલછા નકામી છે . બાળકને વધુ પડતી પ્રવૃત્તિ માં વ્યસ્ત રાખવાથી નાની ઉમરમાં એના પર વધુ પડતું પ્રેશર આવી જાય છે . એને કોઈપણ પ્રવૃત્તિ રમતા રમતા ગમ્મત સાથે કરાવો. આ સિવાય કોઈપણ એક્ટીવીટીઝ એની ઉમર અને એના શોખ ને ધ્યાન માં લઈને કરવો. જેથી એ એને સારી રીતે એન્જોય કરે .
* મમ્મીઓ હાઇપર કેમ થાય છે ?
દરેક મમ્મી પોતાના બાળક ને પરફેક્ટ બનાવવા ઈચ્છતી હોય છે , અને એ સ્વાભાવિક પણ છે . પણ આ પરફેક્ટ પ્લાનિંગ માં તેઓ પોતાની ઈચ્છાઓ બાળકો પર થોપી રહી છે , એ ભુલી જાય છે . અમુક મમ્મીઝ એવું સમજતી હોય છે કે અમુક વસ્તુઓ જે એમને નાનપણ માં નથી મળી જેવી કે ક્રિકેટ , ડાન્સ , ફૂટબોલ જેવી એક્ટીવીટીઝ કે બીજા શોખ તે તેઓ એમના બાળકો દ્વારા પૂરા કરવા ઈચ્છે છે . આમાં ને આમાં તેઓ એ જાણવા ની તસ્દી સુધ્ધા નથી લેતા કે બાળકોને એમાં રસ છે કે નહિ. અમુક માતા પિતા તો બાળકોને મોંઘા કલાસીસ માં ફક્ત સ્ટેટસ ના લીધે મુકતા હોય છે . બાળકો ને કોઈપણ એક્ટીવીટી કે કલાસીસ માં બીઝી રાખવામાં કઈ ખોટું નથી, શરત માત્ર એટલી જ કે એમને એમાં રસ હોવો જોઈએ .
* હાઇપર હોવા થી કેવી રીતે બચશો ?
– બાળકો ને સ્કૂલ માં થી આવ્યા બાદ પૂરતો રેસ્ટ આપો.
– તેમને એજ એક્ટીવીટીઝ ક્લાસ માં મોકલો જે એક્ટીવીટી માં એમને રસ હોય.
– બાળકો ના દરેક કાર્ય ને જજ ના કરો.
– વાતે વાતે એમને ટોક્યા ન કરો, એમને એવું કહ્યા ન કરો કે તે આ કામ બરાબર નથી કર્યું.
– બાળકો ને પણ થોડો સમય જોઈતો હોય છે પોતાના માટે જેમાં તેઓ પોતાની મરજી નું કામ કરી શકે.
– બાળક પાસે વધુ પડતી અપેક્ષાઓ ન રાખો . તેમને દરેક કસોટી પર ખરા ઉતરવા માટે પ્રેશર ન કરો.
– બાળકો ને એકઝામ માં માર્ક્સ ઓછા આવે તો તેમને હાઈપર થઈને વઢો નહિ .આમ કરવાથી તેમનું મનોબળ તૂટી જશે .
– તેમને માનસિક તાણ થી દૂર રાખો . બાળકો પર પોતાની મરજી થોપવા કરતા તેમની મનગમતી પ્રવૃત્તિ કરવા તેમને પ્રોત્સાહન આપો.
તો મમ્મ્મીઝ , બાળકો ને પરફેક્ટ બનાવવા માં એમનું બાળપણ ન છીનવો , હા તેમની સાથે સાથે રહી ને દરેક કાર્યમાં સારું પર્ફોર્મ કરવા એમને પ્રોત્સાહિત જરૂર કરો. તેમની ઈચ્છા ઓ ને પણ માન આપો તેમજ એક્ટીવીટીઝ ની સાથે રમત ગમત માટે પણ તેમને પૂરતો સમય આપો. આફટર ઓલ તમારું બાળક છે યાર હોશિયાર જ થવાનું અને આટલી એક્ટીવ મમ્મીઝ હોય પછી બાળક પણ એક્ટીવ જ થવાનું ને .