બાળક જ્યારે એકદમ નાનું હોય છે ત્યારે શરૂઆત ના દિવસો માં માત્ર ખાવા-પીવાનું , સૂવાનું અને રોવાનું આ ત્રણ જ કામ કરે છે . એ વખતે એ બોલી તો શકતું નથી એટલે રડીને પોતાની વાત વ્યક્ત કરે છે. એવામાં તમે જો એ સમજી જાઓ કે એ કેમ અને ક્યારે રડે છે તો આપને એનું ધ્યાન રાખવામાં પણ આસાની રહેશે . અહિયાં અમુક એવા કારણો રજુ કરું છું જેના કારણે નાના બાળકો રડતા હોય છે.

* એવા ૪ સામાન્ય કારણો જેના લીધે બાળકો રડતા હોય છે :

(૧) ભૂખ્યું હોવાથી :

          સામાન્ય રીતે બાળક ભૂખ્યું હોય ત્યારે જ રડતું હોય છે .બાળક જ્યારે રડતા રડતા ગમે તે વસ્તુ મોઢામાં નાખીને ચૂસતું હોય અને જો તમેં એને ખવડાવે ૩ થી ૪ કલાક થઇ ગયા હોય તો સમજી લો એને ભૂખ જ લાગી હોય, એવામાં તમે જરા પણ વાર લગાડ્યા વગર એને ખવડાવો અથવા દૂધ પીવડાવો , જ્યારે એની ભૂખ શાંત થશે એટલે એ રોવાનું પણ બંદ જ કરી દેશે . જો ખવડાવ્યા છતાં બાળક શાંત ન થાય તો પછી એનું બીજું કોઈ કારણ હોઈ શકે , નહીતર ખાસ કર્રીને બાળકો પેટ ભરાય એટલે શાંત થઇ જ જતા હોય છે.

(૨) થાક લાગવાથી :

                બાળકના રડવાનું એક કારણ આ પણ છે . ઘણીવાર બાળક ચિડીયલ થઇ જાય છે , વાતે વાતે ચિડાઈ જઈને રોવા લાગે છે , આંખો ચોળે છે અને તેની આંખો પણ લાલ લગતી હોય ત્યારે સમજવું કે બાળક ને થાક લાગ્યો છે એટલે એ રડે છે , એવા માં એ સરખી રીતે સૂતું નથી અને ખાતું પણ નથી ફક્ત રડે જાય છે , એવામાં તમે સૌથી પહેલા તો એને તમારા ખોળામાં લઇ ને વહાલ કરીને સુવડાવો અથવા પથારીમાં એની પાસે સૂઈને એને તમારા થી છાતી સરખું ચાંપી ને સૂવડાવો . એને સૂવાડો એટલે એને પસંદ હોય એવું એકાદ રમકડું પણ એને હાથ માં આપો , જેથી એ શાંતિ થી સૂઈ જાય .

(૩) ઘોંઘાટ સાંભળીને :

બાળકો ખૂબજ સેન્સેટીવ હોય છે , તેઓ વધુ પડતો અવાજ સહન કરી શકતા નથી . અને એવામાં તેમની સૌથી પહેલી પ્રતિક્રિયા રડવાની હોય છે. એટલે ઘણી વાર તમે કોઈ જાહેર સ્થળે કે સમારોહ માં બાળક સાથે જાઓ અને બાળક જો ત્યાં રડવા લાગે તો સૌથી પહેલા એ જાણો કે ત્યાં કોઈ ઘોંઘાટ કે લાઉડ મ્યુઝીક જેવું કઈ હોય તો બાળક ને ત્યાંથી થોડું દૂર લઇ જાઓ અને એને શાંત કરવાનો પ્રયત્ન કરો , એને તમારા ખભા પર સૂવડાવીને વ્હાલ થી એની પીઠ હાથ ફેરવો એ શાંત થઇ જશે .

(૪) કંટાળા ને લીધે :

તમને એ જાણીને નવાઈ લાગશે કે આપણા જેમ નાના બાળકો ને પણ ઘણી વાર કંટાળો આવતો હોય છે , અને તેથી તેઓ રડવા લાગે છે , બાળકો જયારે એક જ પ્રકાર નું રમકડું રમ્યા કરતા હોય અથવા ઘણીવાર કંઇક વસ્તુ પકડવા પ્રયાસ કરી રહ્યા હોય પરંતુ એ વસ્તુ એમના હાથ માં ના આવે તો એનાં માટે હાથ પગ મારે છે છતાય જો એ હાથમાં ન આવે તો તેઓ કંટાળે છે અને રડવા લાગે છે. એવામાં તમે એમની સાથે રમો , તેમને એન્ટરટેઈન કરો જેથી એઓ ફ્રેશ થઇ જાય.

 

નાના બાળકો ખુબજ કોમળ અને માસૂમ હોય છે , માટે એમને પેમ્પર પણ ખૂબજ કેરફુલી કરવા પડે છે . તો ન્યૂલી પેરેન્ટ્સ તમને આ ટીપ્સ ખૂબજ ઉપયોગી થશે. જો તમને આ ટીપ્સ ગમે તો તમે આને તમારા ફ્રેન્ડસ સાથે પણ શેર કરી શકો છો.
SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here