આપણા ગુજરાતી છોકરાઓ જેમ બાળપણથી જ ટેલેન્ટેડ હોય છે એમ આપના ગુજરાતી માં બાપ પણ એમના છોકરાઓને પટાવવામાં માહેર હોય છે .

આપણને નાનપણ થી જ એવા ચિત્ર વિચિત્ર બહાનાઓ કાઢીને આપણા મમ્મી પપ્પા ડરાવતા અને પટાવતા આવ્યા છે જે વિચારી ને સાલું આજેય હસવું આવે છે કે એવા બહાના ઓ થી આપણે ડરી પણ જતા અને માની પણ જતા .
_______________________

 

(૧) જો જો બેટા કીડી મરી ગઈ :

             આપણે રમતા રમતા ક્યારેક પડી જઈને અને વાગે તો આપણે તો રડવાના જ ને યાર . તો વળી મમ્મી પપ્પા આપણ ને એમ કહીને છાના રાખે કે જો બેટા રડવાનું નહિ , જો જો કેટલી કીડીઓ મારી ગઈ. સાલું આજ સુધી મને તો એ નથી સમજાયું કે પડીએ આપણે એમાં દર વખતે કીડીઓ શેની મારી જતી હશે . એમાય પાછું વાગે આપણને વાગે તો રડવાનુંય નહિ. આ તે વળી કેવું .

 

(૨) કાગડો લઇ ગ્યો :

         નાનપણ માં જયારે આપણે કોઈ વસ્તુ કે રમકડા ની પાછળ પડી જતા ને ત્યારે મમ્મી પપ્પા ધીરેક થી એ વસ્તુ આપણા હાથમાં થી સરકાવીને હવામાં એવી રીતે તો ખોટી ખોટી ઉછાળીને પાછી એમની પાછળ સંતાડી દે આપણને તો ખબર પણ ન પડે . અને પાછા કે એ જો કાગડો લઇ ગ્યો . આપણેય પાછા બાઘા ના જેમ કાગડો શોધતા તાકી રહીએ . સાલું આપણા મમ્મી પપ્પા ઓને તો એવોર્ડ મળવો જોઈએ છોકરા ફોસલાવા નો.

 

(૩) સૂઈ જા નહીતર બાવો :

         આવશે : સાલું એ નથી સમજાતું કે આ બાવાઓ આખો દિવસ નવરા હોય છે કે ગમે ત્યારે નાના છોકરા સુવે નહિ એટલે આવી જાય. તમને પણ યાદ હશે કે આપણે જયારે નાના હતા ત્યારે સુઈએ નહિ અને મમ્મી ને હેરાન કરતા હોઈએ એટલે મમ્મી તરત જ બ્રહ્માંસ્ત્ર ની જેમ આ વાક્ય નો પ્રયોગ કરે , ” સૂઈ જા ફટાફટ નહિ તો બાવો આવશે ” . પાછુ બાળપણ માં બાવાઓ ની છાપ પણ આપણા મગજમાં એવી ભયાનક પડી ગયેલી કે આપણે પાછા ડરીને સુઈ પણ જઈએ . વાહ મમ્મી વાહ ! તને કોઈ ના પહોંચે.

 

(૪) પોલીસ પકડી જશે :

           હજુ તો માંડ આપણા મગજમાંથી પેલા બાવાનો ડર ગયો પણ ના હોય અને ત્યાં તો મમ્મી બીજું અસ્ત્ર કાઢે , આપણે મસ્તી બહુ કરતા હોઈએ અને મમ્મી ના સમજાવ્યા છતાં જો ન માનતા હોઈએ તો મમ્મી કહેશે , ” જો મસ્તી કરીશ તો પોલીસ આવીને તને પકડી જશે ” . અને પોલીસ થી તો ભાઈ કોણ ન ડરે એટલે આપણે પણ ચૂપચાપ છાનામાના ડાહ્યાડમરા થઈને બેસી જઈએ. ત્યારે આપણને એ નહોતી ખબર ને કે મસ્તી કરીએ તો થોડી કાંઈ પોલીસ પકડી જાય . પણ મમ્મી ના આઇડ્યાઝ માટે તો સેલ્યૂટ છે ભાઈ.

 

(૫) સાચું બોલ તો નહી મારું :

           કોઈવાર નાનપણ માં કોઈ આપણું જૂઠાણું કે તોફાન પકડાઈ જાય અને એમાય પાછા આપણે કબૂલીએ તો નહિ જ ને એટલે મમ્મી આપણને ધમકાવે અને તોય જો ના કહીએ કઈ તો છેલ્લે કહેશે , ” સાચુ બોલીજા તો નહિ મારું ” આપણ ને પણ ખબર હોય કે સાચું બોલીશું તોય માર તો આપણને પડવાની જ છે , તો કદાચ મમ્મી છોડી દે એ લાલચે આપણે સાચું બોલી દઈએ અને આપણું કારસ્તાન કબૂલી લઈએ તોપણ છોડે એ બીજા મમ્મી નહી . વેલણ કાંતો સાવરણી જે હાથમાં આવ્યું એનાથી આપણી ધોલાઈ તો પાકી જ . ખરેખર ઓલ મમ્મીઝ આર ગ્રેટ .

 

(૬) ૯૦ % લાવીશ તો સાયકલ અપાવીશ :

               આ વાક્ય સ્પેસીફિક પપ્પા ઓ માટે છે . આ વાક્ય તો દરેક ગુજરાતી બાળકો એ પોતાના મમ્મી કાતો પપ્પા પાસેથી એક્ઝામ ટાઈમ માં સાંભળ્યું જ હશે . પરિક્ષા આવે અને આપણે વાંચવા નાં બેસતા હોય ત્યારે પપ્પા કહેશે , મહેનત કરો , કંઇક વાંચો તો સારા માર્ક્સ લાવશો. નહિ તો રખડે જશો. પછી પાછા લાલચ આપતા કહે કે, ” જો તું ૯૦% લાવીશ તી તારી ફેવરીટ સાયકલ અથવા વિડીયો ગેમ અપાવીશ. અને આપનેય પાછા ક્લાસ નાં ટોપર નાં હોઈએ એમ લાગી જઈએ મેહનત કરવા . આમ જોવા જઈએ તો આમા પપ્પા ઓનું કોઈ જુઠાણું આમ જોવા જઈએ તો ન જ કહેવાય , કેમ કે આપણી બધી ફરમાઈશો તો એજ પૂરી કરતા હોય , પણ પપ્પા ને પણ ખબર હોય કે એમના કુંવર ની કેપીસીટી માંડ ૬૫/૭૦% ની છે ત્યાં સાઈકલ ની લાલચ માં મેહનત તો કરશે અને જવા દે એય ગપ્પું.
                 ખરેખર આ બધા ગપ્પાઓ યાદ કરીને આજ પણ હસવું આવે છે કે ખરેખર આપણે કેવા આસાની થી આ બધું માની પણ જતા . પણ ગમે તે હોય મમ્મી પપ્પા જે પણ કઈ કરે એ ઓલ્વેઝ આપણા સારા માટે જ હોય છે . તો એમના આ પ્રેમ ઉપર તો આવા હજાર ગપ્પાઓ કુરબાન.
SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here