આપણા ગુજરાતીઓ માં કહેવત છે ને કે ” પહેલું સુખ તે જાતે નર્યા “. એ સ્વાસ્થ્ય ને લગતું છે પણ આજે આપણે અહી વાત કરીશું ખુશી ની .


ઘણીવાર આપણને આપણી જાત સાથે જ કમ્લેન હોય છે કે હું કોઈને ખુશી ન આપી શક્યો/શકી. મેં મારી પત્ની / પતિ ને કે પછી પરિવાર ને જીવન માં કોઈ ખુશી ન આપી. તો હું એમ કહું છું કે પહેલા એ કહો કે એ ખુશી આપવા માટે શું તમે પોતે સક્ષમ હતા ? પહેલા શું તમે પોતે ખુશ હતા ? જો તમે જ ખુશ નથી તો તમે બીજા કોઈને ખુશી કેવી રીતે આપી શકો .માટે બીજા ને ખુશી આપવા માટે બીજા ને ખુશ રાખવા માટે પહેલા તમે પોતે ખુશ રહો, તો આપોઆપ તમારું  વર્તન , વાણી અને વ્યવહાર ખુશમિજાજ જ બની જશે. કેમ કે એતો કુદરતનો નિયમ છે જે તમારી પાસે છે એજ તમે બીજાને આપી શકશો , તમે જો પ્લાસ્ટિક ના વેપારી છો સહજ જ છે કે તમે પ્લાસ્ટિક આપશો  ગ્રાહક ને કઈ લોખંડ તો આપશો નહિ. એવી જ રીતે ખુશ રહો તો ખુશી વહેંચી શકશો. તમારી પાસે હશે તો બીજાને આપશો.
આપણે સૌ આપણી પાસે જે નથી એની હમેશા ઈશ્વર આગળ અને દુનિયા સામે ફરિયાદો કરતા રહીએ છીએ કે મને તો આ ના મળ્યું અને પેલું ના મળ્યું , પણ શું ક્યારેય આપણે ઈશ્વરે આપણને જે કઈ આપ્યું છે અથવા તો જે કઈ આપણને મળ્યું છે એના માટે ખુશી વ્યક્ત કરી છે અથવા તો ઈશ્વરનો આભાર માન્યો છે ? જીવનમાં જે નથી મળ્યું એનું દુઃખ અને ફરિયાદો કર્યા કરવા કરતા જે કઈ પણ મળ્યું છે એનો  આનંદ માણીએ તો કદાચ જીવન વધુ સુખમય લાગશે આપણને. સાચું કહું તો ફરિયાદો જીવનની મજા અડધી કરી નાખે છે , તમારી ખુશી પણ જો તમને કોઈ અનુભવવા દેતું ન હોય તો એ છે તમારી પોતાની ફરિયાદો.ખુશ તો બંગલા માં રહેનારા ને ગાડીઓમાં ફરનારા પણ હોય છે અને એક રુમ રસોડા ના નાના મકાન માં રહેનારા ને સ્કૂટર પર ફરનારા પણ હોય જ છે . ફરક તો માત્ર એટલો જ છે કે કોણ ખુશી કેવી રીતે શોધી લે છે .

ખુશી શોધતા આવડવી જોઈએ બાકી હોય છે તો આપણી આસપાસ જ .

તમે કોઈ પણ પરિસ્થિતિ માં એડજસ્ટ થવાને બદલે જો એના વિશે ફક્ત ફરિયાદો જ કરે રાખશો તો ક્યારેય સુખી નહિ રહો. એના કરતા પરિસ્થિતિ ને અનુકુળ થતા જો શીખી જશો તો ચોક્કસ ગમે તેવી પરિસ્થિતિ માં ખુશ રહી શકશો. અમુક લોકો ને છે ને પહોંચાય જ નહિ એવા બે બાજુ બોલનારા હોય છે , જેમ કે ઉનાળા માં કહેશે કે ” ઓ બાપા રે કેટલી ગરમી પડે છે , મારાથી તો સહન જ નથી થતી. મને તો ગમતો જ નથી ઉનાળો. પણ જો ભાઈ ! તારા થી સહન ન થતી હોય તો એસી નંખાય ઘરમાં , ઉનાળામાં તો ગરમી જ પડે કઈ બરફ ન પડે ઉપર થી .અને એજ વ્યક્તિ શિયાળા માં કહેશે , “ બાપરે ઠંડી તો જોવો ભૂકા કાઢી નાખે એવી છે , બહાર તો મોઢું કઢાતું નથી, એટલે જ મને તો નથી ગમતો શિયાળો. પણ અલ્યા ભાઈ તો ઘરમાં બેસ ને ગોદડું ઓઢીને .તને મોઢું બાર કાઢવાનું કહ્યું છે પણ કોને. તારા શિયાળો કે ઉનાળો ન ગમાડવા ને લીધે કઈ ઋતુ ન બદલાય. તો મિત્રો આવા લોકો બસ પોતાની આખી જીંદગી ફરિયાદો કરવામાં જ કાઢી નાખે છે . તેઓ ને જીવન ને માણવા કરતા એના વિશે ફરિયાદો કરવામાં જ રસ વધુ હોય તો તમે જ કહો ખુશી ક્યાંથી મળે?

 

બીજી એક વાત કરું તો જીવનમાં જો ખુશ થવું હોય તો થોડા ઘણા અંશે સ્વાર્થી થવું પણ જરૂરી છે. કેમ કે તમારું મનગમતું કોઈ કામ કરવા માટે પણ જો તમારે દુનિયા શું કહેશે કે લોકો શું કહેશે એની ચિંતા કરવી પડતી હોય તો હું તો કહું છું છોડી દો એવી વ્યર્થ ચિંતાઓને અને એ કરો જેનાથી તમને ખુશી મળતી હોય પછી જુઓ જીવન જીવવાની કેવી મજા આવે છે.
તમે જ્યારે તમારું મનપસંદ કામ કરો છો ત્યારે ફક્ત એને એન્જોય કરો એમાં રચ્યા પચ્યા રહો એ ચિંતા કરશો કે એ કામ માં સફળ થશો કે નહિ અને જો નિષ્ફળ થશો તો લોકો શું કહેશે દુનિયા શું કહેશે , તો જોવો આવી ગયી ને દુનિયા અને લોકો પાછા વચ્ચે. માટે એ બધી વ્યર્થ ચિંતાઓને છોડી માત્ર તમારા મનગમતા કામને એન્જોય કરો, એ કામ ની સફળતા કે નિષ્ફળતા તમારી પોતાની હશે ન કે લોકોની કે દુનિયા ની માટે જ તમે કામને જ એન્જોય કરો અને એમજ ખુશી શોધો. એવી જ રીતે જયારે કોઈ ડ્રેસ , કપડા કે વસ્તુ કે જીવનસાથી ની પસંદગી ની વાત હોય ત્યારે પણ ચોઈસ તમારી જ હોય અને તમે પોતે હજારો , લાખો કે કરોડો માં થી એક વ્યક્તિ,વસ્તુ કે કપડા પસંદ કર્યા હશે તો થોડું ક તો વિચાર્યું જ હશે ને અને તમારી ચોઈસ નો વધારે ખ્યાલ તો તમને જ હોય એ સ્વાભાવિક છે માટે કોઈ બીજા ની એવી કમેન્ટ કે તે પસંદગી તો કરી પણ એતો આવી છે ને તેવી છે , તારા પ્રમાણે નથી , તને સુટ નહિ થાય તો આવી કમેન્ટ્સ થી વિચલિત થઇ ને દુખી ન થાઓ કેમ કે ,યુ ક્નોવ્સ બેટર યોરસેલ્ફ થેન અધર .

Happiness is our life energy. Carry happiness Whenever and wherever we are going in our life.

સો તમે પોતે જાણો છો કે તમને શું ગમે છે તો બીજા શું કહે છે એનાથી તમને શું મતલબ, તમારી ચોઈસ જેવી પણ છે ઇટ્સ યોર ઓન ચોઈસ, એ હમેશા યાદ રાખો. અને આઈ બીલીવ ધેટ કે કોઈના કહેવાથી તો કઈ હું મારી ચોઈસ ન બદલી શકું. કેમ કે હું જાણું છું મને શું ગમે છે . બીજું કોઈ શું જાણે મારા વિશે. માટે બીજાની કમેન્ટ્સ થી એ વસ્તુ કે વ્યક્તિ ની ઈમ્પોર્ટન્સ તમારી લાઈફ માંથી ઓછી કરી ને શું કામ દુખી થવું જે તમારી પોતાની પસંદ છે. માટે જો ખુશ  રહેવા માટે જો થોડું સ્વાર્થી થવું પડે તો એમાં ખોટું પણ શું છે યાર , આફ્ટર ઓલ આપણા માટે જ તો કરવાનું છે આ બધુ.
સો ફ્રેન્ડસ દુનિયા માં ખુશીઓ શોધતા પહેલા તમારી આસપાસ તમારા સ્નેહીજનો માં , પરિવાર માં અને મિત્રો માં ખુશી શોધો. સાચી ખુશી તો તમને ત્યાજ મળશે પણ હા શરત ફક્ત એટલી જ એમાં કોઈ ફરિયાદ કે શરતો ન હોવી જોઈએ. હોય તો માત્ર અને માત્ર ખુશી ની અનુભૂતિ , જો એ તમે અનુભવશો તો જ બીજા ને પણ આપી શકશો . બાકી “સ્નેહરશ્મિ “નો આ લેખ જો તમારી થોડીઘણી  કન્ફયુઝન પણ સોલ્વ કરી શકે તો એમાં અમને ઘણી ખુશી થશે . અને જો તમને ગમે તો તમારા મિત્રો સાથે પણ શેર કરજો. તો મિત્રો ખુશ રહો અને બીજા ને ખુશ રાખતા રહો.
SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here