ઉનાળો શરુ થઇ ગયો છે અને સાથે સાથે આપનું ટેન્શન પણ શરુ થઇ ગયું જ હશે કે ઉનાળામાં સ્કીન ને કેવી રીતે સાચવીશું . તાપથી સ્કીન ડેમેજ ના થી જાય એના માટે તમે સૌ કાંઈ ને કઈ ઉપચારો તો અજમાવતા જ હશો . ત્યો ચાલો આજે સ્નેહરશ્મિ આપ સૌ માટે ઓન્લી લેડીઝ નહિ ઇવન જેન્સ માટે પણ લઇ ને આવ્યું છે કેટલીક ઉપયોગી એવી ટીપ્સ જે આ ઉનાળામાં તમારી સ્કીન ને પ્રોટેકટ પણ કરે અને એની કેર પણ કરશે .
» સન ટેન થી બચવા :
->જ્યારે પણ ઉનાળામાં બપોરે ક્યાંક બહાર જઈને આવો છો તડકાના લીધે તમારી સ્કીન તેન થઇ જાય છે , તો આવી સ્કીન ની કાળજી માટે સૌથી બેસ્ટ છે ઠંડુ દૂધ. થોડું ઠંડુ દૂધ એક નાની વાડકીમાં લઇ કોટન બોલ એમાં ભીંજવીને ચહેરા પર લગાવો. આ ઠંડા દૂધ ને માત્ર ચહેરા પર જ નહિ ગરદન હાથ તેમજ પીઠ પર પણ લગાવી શકો છો . સ્કીન સુકાઈ ગયા બાદ તેને ઠંડા પાણી થી ધોઈ લો . આમ કરવાથી સન ટેન થી પણ છૂટકારો મળશે અને સ્કીન પણ સ્મૂધ રહેશે.
-> આ સિવાય તમે કાચા બટાકા ને છીણી ને તેનો રસ કાઢી ને તેમાં ૫ થી ૬ ટીપા લીંબુનો રસ ઉમેરી ટેન થયેલી સ્કીન ઉપત્ર લગાવી શકો છો . અને સુકાઈ ગયા બાદ ચહેરો કે હાથ પગ ઠંડા પાણી થીઓ ધોઈ લો. આ ઉપાય ખરેખર બેસ્ટ છે .
-> કાકડીનો રસ પણ ટેન થઇ ગયેલી ચામડી માટે ખુબજ લાભદાયી છે . એના માટે કકડીને ધોઈને છીણી લો. હવે તેનો રસ કાઢી સીધો જ ટેન સ્કીન પર લગાવો. ખુબજ ફાયદો થશે સ્કીન ને.
-> તડકામાં થી આવ્યા બાદ ચામડી જાણે કે રીત સરની બળતી હોય એવું લાગે છે , આવામાં ઠંડુ ગુલાબજળ કોટન બોલ્સ વડે ચહેરા પર લગાવવાથી રાહત અને ઠંડક મળશે .
-> ગુલાબજળ માં દોઢ ચમચી સુખડ નો પાઉડર મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ચહેરો ખીલી ઉઠશે .
-> ઉનાળામાં ઠંડક મેળવવા ઓછામાં ઓછુ દસ થી બાર ગ્લાસ પાણી અવશ્ય પીવો તેમજ બે ત્રણ કલાક ના અંતરે ચહેરો પાણી થી ધોતા રહો .
» ઉનાળા માટે ખાસ ફેસપેક
ઉનાળામાં દરેક ટાઈપ ની સ્કીન ને પ્રોટેક્શન અને કેરની આવશ્યકતા તો હોય જ છે તો એના માટે અમે લઈને આવ્યા છીએ કેટલાક ફેસપેક જે તમને સ્કીન કેરમાં ઉપયોગી થશે
1. નોર્મલ સ્કીન માટે :
એક ચમચા ઘઉંના લોટના ચળામણ માં થોડું દૂધ મિક્સ કરો, હવે તેમાં એક ચમચી પપૈયા નો ગર અને ચપટી હળદર મિક્સ કરો. હવે આ બધું સરસ રીતે મિક્સ કરીને આ ફેસપેક ને ચહેરા પર લગાવો , અડધો કલાક એમજ રહેવા દઈ ચહેરો સ્વચ્છ પાણીથી ધોઈ લો.
એક ચમચો દૂધ લઇ , તેમાં એક ચમચો ગુલાબજળ ઉમેરો. , હવે તેમાં એક ચમચી સુખડ પાઉડર અને એક ચમચી મુલતાની માટી ઉમેરી પેસ્ટ બનાવો . હવે આ ફેસપેક ને ચહેરા પર લગાવો . આ ફેસપેક ને ૩૦ મિનીટ સુધી ચહેરા પર લગાવેલો રાખો અથવા સુકાઈ જાય ત્યાં સુધી રાખી ચહેરો ધોઈ લો.સ્કીન સ્મૂધ અને ગ્લોઇન્ગ બનશે .
2. ઓઈલી સ્કીન માટે :
એક ચમચી નારંગી ની છાલ નો પાઉડર , એક ચમચી અડદ ની દાળની પેસ્ટ અને એક ચમચી મસૂર ની દાળ ની પેસ્ટ આ બધું મેળવીને પેક બનાવીને ચહેરા પર લગાવો . અડધો કલાક રાખી ને ચહેરો સ્વચ્છ પાણી થી ધોઈ લો. આ પેક તમારા ચહેરા નું વધારા નું ઓઈલ શોષી લેશે .અને ચેહરો સ્વચ્છ બનશે.
3. ડ્રાય સ્કીન માટે :
એક ચમચો ઘઉંના લોટના ચળામણ માં ત્રણ ચાર પલાળેલી બદામ ની પેસ્ટ અને ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ બનાવી ચહેરા પર લગાવો . ૧૫ મિનીટ પછી ચહેરો ધોઈ લો. અ પેક થી ચહેરો ગ્લોઇન્ગ અંશે.
આ સિવાય એક પાકું કેળું લઇ તેને છૂંદીને તેમાં થોડી મલાઈ મિક્સ કરો , હવે આ પેસ્ટ ને તમારી શુષ્ક સ્કીન પર લગાવો અડધો કલાક બાદ હુંફાળા સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ લો. આ પેક ના ઉપયોગ થી તમારી સ્કીન સિલ્કી સ્મૂધ બનશે.
આ ઉપરાંત તમે ઉનાળામાં પરસેવા ની દુર્ગંધ થી બચવા બે ટાઈમ સ્નાન કરી શકો તેમજ સારું બોડી સ્પ્રે અને પરફ્યુમ યુઝ કરી શકો. તેમજ અળાઈ અને ફોડલી ઓ થી રાહત મેળવવા સારો ટેલ્કમ પાઉડર પણ યુઝ કરી શકો છો.આ સિવાય તમે બહાર નીકળો એટલે તમારા ચહેરા અને વાળ ને તડકા થી બચાવવા માટે ચહેરા અને વાળ ને દુપટ્ટા થી ઢાંકી ને જ નીકળો . તેમજ ઉનાળમાં તરબૂચ , ટેટી જેવા પાણીદાર ફળોનું સેવન વધુ કરો . દિવસ દરમ્યાન ઓછા માં ઓછા ૧૦ થી ૧૨ ગ્લાસ પાણી પીવો અને બહાર ના ઠંડા પીવા કરતા નારીય્રેલ પાણી તેમજ શેરડીનો તાજો રસ પીવો. આ બધુ તમને ઉનાળા દરમ્યાન પણ રિલેક્ષ અને કૂલ રાખશે. સો ફ્રેન્ડસ , એન્જોય સમર વિથ કેર.