beautyful back for backless gujarati article

વરાત્રિ હોય કે લગ્નપ્રસંગ ચણિયાચોળી પહેરવાનો શોખ લગભગ ઘણી યુવતીઓને હોય છે, એમાય આજકાલ તો બેકલેસ ચોલી બહુ ડીમાન્ડ માં છે . આજની યુવતીઓ બેકલેસ ચોલી કે ટોપ બિન્દાસ પહેરે છે . નવરાત્રી માં તો ટીપટોપ તૈયાર થઈને બેકલેસ પહેરીને એમાય પીઠ ઉપર ટેટુ ચિતરાવીને ગરબે રમતી ઘણી યુવતીઓ જોવા મળે છે. પરંતુ તમે ગમે તેટલા સારા તૈયાર થયા હોવ પણ બેકલેસ પહેર્યું હોય અને પીઠ પર મેલ જામેલો હોય અઠવાથી ઝીણી ઝીણી ફોડલીઓ થઇ હોય એવી કે ડાઘ ધબ્બા વાળી પીઠ જરાય સારી નહિ લાગે અને બેકલેસ પહેર્યા નો કોઈ અર્થ નહિ રે.

         ઘણી યુવતીઓ ફક્ત ચહેરાની સુંદરતા ને જ મહત્વ આપે છે , પીઠ ના સૌન્દર્ય ને અવગણે છે. પરિણામે તેઓ જયારે બ્લાઉઝ કે બેકલેસ ચોલી અથવા બેકલેસ ટોપ પહેરે છે એ એમે શોભવાની જગ્યાએ ઉલટું ખરાબ લાગે છે. તો આવો જોઈએ એવી કેટલીક ટીપ્સ જેનાથી તમે તમારે પીઠ ની પણ કાળજી લઇ એને પણ બનાવી શકશો બ્યુટીફૂલ બેક.

=> આ રીતે કરો પીઠ ની દેખભાળ :


* દરરોજ સ્નાન કરતી વખતે લુફા કે બેકબ્રશ ની મદદ થી પીઠ ને ઘસીને સાફ કરો.

* પીઠ ઉપર ખીલ ફોડકી વગેરે ન થાય એ માટે મેડીકેટેડ સાબુ ઉપયોગ કરો.

* જો પીઠ ઉપર ડાઘ ધબ્બા હોય તો મુલતાની માટીમાં થોડો ચંદનનો પાઉડર અને થોડું ગુલાબજળ ભેળવી પેક બનાવી પીઠ પર લગાવો. આનાથી ડાઘ ધબ્બા અને ખીલ ઓછા થશે.

* નિયમિત પીઠની કસરતો કરવાથી પીઠના સ્નાયુ ઓમાં કસાવ આવશે અને પીઠ સુંદર અને આકર્ષક બનશે.

* અઠવાડિયામાં એક વાર ઓલીવ ઓઈલ કે બબ્ય ઓઈલથી પીઠ પર મસાજ કરવી જોઈએ જેનાથી પીઠ નું સૌન્દર્ય જળવાઈ રહેશે.

* દર અઠવાડિયે એકાદ બે વાર પીઠ ઉપર સ્ક્રબ પણ કરવું જોઈએ જેથી પીઠ પરની મૃત કોશિકાઓ દૂર થશે અને પીઠ ની સ્કીન કોમળ અને સુંદર બનશે.

* તડકામાં બહાર નીકળતા પહેલા ચહેરાની જેમ પીઠ પર પણ સનસ્ક્રીન લોશન લગાવો.અને પીઠ ખુલ્લી હોય તો એને પણ દુપટ્ટા કે સાડીના છેડા થી ઢાંકી લો.

* આહારમાં વિટામીન ‘સી’ યુક્ત ખાધ્યપદાર્થો નો સમાવેશ કરો , એનાથી ત્વચા સ્વસ્થ અને કોમળ બનશે.

* ચા , કોફી અને કોલ્ડ ડ્રિન્ક્સ ને બદલે ફ્રુટ જ્યુસ, હર્બલ ટી અને પાણી વધારે પ્રમાણમાં પીવો.

* ઓફિસમાં કોમ્પ્યુટર પર કામ કરતી વખતે ખુરશી પર ટટ્ટાર બેસવાનો આગ્રહ રાખો.

* ક્યારેક વધુ પડતા શ્રમ ને લીધે પીઠ માં દુખાવો થતો હોય છે આવામાં જ્યારે વધારે કામ હોય ત્યારે વચ્ચે વચ્ચે થોડો બ્રેક લઈને કામ કરો , જેથી શરીર ને આરામ મળતો રહે.

          આમ ચહેરા ની સાથે સાથે પીઠનું પણ ધ્યાન રાખો અને બનવો તમારી પીઠને પણ આકર્ષક અને સુંદર . પછી બેકલેસ પહેરો તમતમારે બિન્દાસ અને છવાઈ જાઓ.

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here