જળ એ જીવન છે એ આપણે સૌ જાણીએ છીએ , પરંતુ તાંબા ના પાત્ર માં રાખેલું જળ એ અમૃત સમાન છે શું એ આપ સૌ જાણો છો . તાંબા ના લોટમાં કે તાંબા ના બીજા કોઈ પાત્રમાં રાખેલું જળ પીવાથી ખરેખર અદભૂત ફાયદા થાય છે ,અનેક રોગ દૂર થાય છે અને શરીર પણ સ્વસ્થ રહે છે . તો આવો જોઈએ તાંબાના પાત્રમાં રાખેલ પાણી પીવાના ફાયદા શું છે અને કેટલું ઉત્તમ છે આ પાણી શરીર માટે .
* ૧૦ અદભૂત ફાયદા તાંબાના પાત્રમાં રાખેલ પાણી પીવાના :
(૧) લોહીની શુદ્ધિ અને વૃદ્ધિ :
રોજ તાંબા ના વાસણમાં રાખેલું પાણી પીવાથી તેમાં રહેલ કોપર તમારા શરીરમાં રહેલ લોહીની ઉણપ ને દૂર કરે છે તેમજ લોહી ને શુધ્ધ પણ કરે છે . તેમજ એનીમિયા સામે પણ તમારા શરીર નું રક્ષણ કરે છે .
(૨) કેન્સર થી બચાવે :
તાંબા ના પાત્રમાં રાખેલ પાણીમાં એન્ટી ઓક્સીડેન્ટ પર્યાપ્ત માત્રામાં હોય છે , જે ઉંમર ના અસર ને પણ ઓછું કરે છે . તેમજ કેન્સર સામે લડવામાં પણ મદદરૂપ થાય છે.
(૩) ઘા રૂઝાવે :
તાંબા માં એન્ટી બેક્ટેરીયલ તત્વ હોય છે , જે ઘા ને જલ્દી ભરી દે છે . આથી તમારા શરીર પર કોઈપણ ઘા હોય તો રોજ તાંબા ના લોટામાં ભરેલું પીવો . ઘા જલ્દી જ રુઝાઈ જશે .
(૪) હાર્ટ પ્રોબ્લેમ સામે રક્ષણ :
તાંબા ના વાસણમાં ૮ થી ૧૦ કલાક રાખેલું પાણી પીવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે . તેમજ હાર્ટ પણ હેલ્ધી બને છે , જેથી હાર્ટ અટેક નું જોખમ ઘટે છે .
(૫) પાણીના બેક્ટેરિયા મારે :
તાંબા માં એન્ટી બેક્ટેરીયલ ગુણ રહેલો હોય છે , જેથી તાંબા ના પાત્ર માં પાણી ભરી રાખવાથી પાણી માં રહેલા ખરાબ બેક્ટેરિયા નાશ પામે છે . તેમજ પાણીથી થતા ઝાડા,ડાયેરિયા , તેમજ પીલીયા જેવા રોગો નો ખતરો પણ ટળે છે .
(૬) વજન ઘટાડે :
રોજ સવાર સાંજ તાંબા ના પાત્રમાં રાખેલું પાણી પીવો . તેનાથી બોડીમાં રહેલું એક્સ્ટ્રા ફેટ ઘટશે અને વજન ઘટાડવા માં તમને મદદ થશે .
(૭) સાંધા ના દુખાવામાં :
રોજ સવાર સાંજ તાંબા ના વાસણમાં રાખેલું પાણી પીશો તો તમારા પગના, હાથના કે કમર ના સાંધા દુખવાની ફરિયાદ હશે એ દૂર થશે .
(૮) થાઈરોડ થી બચાવે :
તાંબા માં રહેલું કોપર થાયરોક્સીન નામનું તત્વ હોર્મોન્સ ને બેલેન્સ કરે છે . જેના લીધે થાઈરોડ નો ખતરો ટળે છે . માટે ખાસ આવી વ્યક્તિઓ એ તાંબા ના પાત્રમાં રાખેલું પાણી રોજ પીવું .
(૯) પાચનક્રિયા સુધારે :
તાંબા નાં વાસણમાં લગભગ ૮ થી ૯ કલાક રાખેલું પાણી પીવાથી તમને જો એસીડીટી તેમજ ગેસ ની તકલીફ હશે તો એ દૂર થશે . તેમજ ડાયજેશન એટલે કે પાચનક્રિયા પણ સુધરશે .
(૧૦) સ્કીનને રાખે હેલ્ધી :
રોજ રાત્રે તાંબાનાં વાસણમાં પાણી ભરી એને સવારે ઉઠીને નયણાં કોઠે પી લો . આનાથી તમારી સ્કીન ને લગતી સમસ્યાઓ દૂર થશે અને સ્કીન નો ગ્લો વધશે .