benefits fruits vegetable gujarati

            ફળો અને શાકભાજી જે આપણે રોજબરોજ આહાર માં લઈએ છીએ એના ઘણા એવા ફાયદાઓ છે જે કદાચ તમે નહિ જાણતા હોય, ફળો અને શાકભાજી વિવિધ રીતે રોગોના ઉપચાર માં તેમજ સૌન્દર્ય નિખાર માટે પણ ઉપયોગી છે.તો આવો જોઈએ વિવિધ શાકભાજી તેમજ ફળો ના ઉપયોગ તેમજ ફાયદા .

(૧) ટામેટું :

ટામેટા વિટામીન સી થી ભરપૂર હોય છે. જે શરીરની ઈમ્યૂનીટી સિસ્ટમ ને હેલ્ધી બનાવે છે. વજન ઘટાડવા માટે પણ ટામેટા ખૂબજ ઉપયોગી છે. ટામેટા માં બીટા કેરોટીન નામનું તત્વ હોય છે જે કેન્સર તેમજ હાર્ટ અટેક ની પ્રોબ્લેમ ને કંટ્રોલમાં રાખે છે. આ ઉપરાંત વારંવાર મોઢામાં ચાંદા પડતા હોય એમણે દરરોજ જમ્યા પહેલા સલાડમાં એક ટામેટું કાપીને સિંધાલૂણ નાખીને ખાવું જોઈએ , જેનાથી મોઢાં ના ચાંદા મટે છે.

(૨) જામફળ :

જામફળ મસા ના દર્દીઓ માટે ખુબજ ઉપયોગી ફળ છે, મસા થતા હોય તેવા લોકો એ નિયમિત રૂપે સવારે ખાલી પેટે ૨૫૦ ગ્રામ પાકેલા જામફળ ખાવા જોઈએ , આમ કરવાથી તેમની કબજીયાત દૂર થશે તેમજ મસા માં પણ રાહત થશે . જામફળ દિવસમાં બે વાર પણ ખાઈ શકાય .

(૩) કારેલા :

કારેલા માં ઘણા ઉપયોગી વિટામિન્સ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે માટે તેનું સેવન ઘણા રોગો માં ફાયદાકારક છે. કારેલામાં વિટામીન એ તથા બીટા-કેરોટીન હોય છે જેનાથી આંખો સ્વસ્થ રહે છે, કારેલાનું સેવન લીવર માટે પણ અત્યંત લાભદાયી છે , તે લીવર ને ઝેરી તત્વો થી દૂર રાખી પોષણ આપે છે.

(૪) કેરી :

કેરી આમ તો દરેક ને ભાવતું ફળ છે. ઉનાળામાં આમપન્ના અથવા કેરીનો બાફલો અમૃત સમાન ગણાય છે . તે અત્યંત સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે એનીમિયા તેમજ હૈજા ની બીમારી માં પણ લાભદાઈ છે. તે શરીરને સોડીયમ તથા ઝીંક પ્રદાન કરે છે. આ ઉપરાંત ગરમીમાં લૂ થી બચાવે છે અને શરીરનું તાપમાન સ્થિર રાખે છે.

(૫) દાડમ :

દાડમ ના દસ થી બાર તાજા પત્તા ઓને પીસીને લેપ બનાવી લો, હવે આ લે ને થોડી વાર હથેળી પગના તળિયા પર લગાવી રાખવાથી હાથ-પગની બળતરા શાંત થઇ જશે .

(૬) ડુંગળી :

ડુંગળી પણ ઘણી ઉપયોગી છે તેનું સેવન ઘણું લાભદાઈ છે . ડુંગળીના રસ ને સરસીયા ના તેલ માં મેળવીને ઢીંચણ પર માલિશ કરવાથી ઢીંચણ નાં દુખાવામાં રાહત થાય છે.

(૭) પપૈયું :

પપૈયું ખાવાથી ગેસ્ટ્રીક પ્રોબ્લેમ મટે છે , તેમજ તે શરીર ને ડાયજેશન સિસ્ટમ ને ક્લીન કરે છે , રોજ પપૈયાનું સેવન વજન ઘટાડવા માં ઉપયોગી છે. આ ઉપરાંત પપૈયું હૃદય રોગમાં પણ ઘણું ઉપયોગી છે.

(૮) કેળા :

કેળા ને શરીર ને ઉર્જા આપનારું સૌથી મહત્વ નું ફળ કહ્યું છે. કેળામાં ભરપૂર પ્રમાણ માં વિટામીન ઈ-૬ હોય છે , જે યાદશક્તિ વધારે છે તેમજ મગજ ને પણ સતેજ બનાવે છે . કેળા ના સેવન થી કબજીયાત દૂર થાય છે તેમજ પાચનક્રિયા સુધરે છે.

(૯) ગાજર :

ગાજર એ એક વેટલોસ વેજીટેબલ તરીકે ઓળખાતી શાકભાજી છે, જેમાં પ્રોટીન ની સાથે સાથે ફાઈબર પણ ભરપૂર માત્રા માં હોય છે. રોજ ગાજર નું સેવન કરવાથી અથવા ગાજર નો જ્યુસ પીવાથી પેટની પ્રોબ્લેમ્સ દૂર થાય છે અને શરીરની ચરબી પણ કંટ્રોલમાં રહે છે.

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here