મિત્રો ,કહેવાય છે ને કે કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા દહીં ખાવાથી કાર્ય માટે જનારને સફળતા મળે છે. દહીને સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ કહ્યું છે . દહીંમાં અમુક એવા તત્વો રહેલા છે જેના કારણે દહીં દૂધ કરતા જલ્દી પચી જાય છે . જે લોકો ને કબજીયાત , અપચો ,તેમજ ગેસની પ્રોબ્લેમ્સ રહે છે તેમના માટે દહીં ઉત્તમ છે , આ ઉપરાંત દહીંમાથી જ બનતી લસ્સી , છાસ જેવા પીણા થી પણ પેટમાં તેમજ શરીર માં ઠંડક રહે છે .

            દહીં ખાવાથી પાચનક્રિયા પણ સરળ બને છે તેમજ ભૂખ પણ ઉઘડે છે . દહીંમાં કેલ્શિયમ , પ્રોટીન , વિટામીન સી જેવા તત્વો રહેલા છે જે દાંત તેમજ હાડકાઓ ને મજબૂત બનાવે છે. કેલ્શિયમ ની માત્રા દહીંમાં દૂધ કરતા પ્રમાણ માં વધુ રહેલી છે .

* જાણો ૧૩ લાજવાબ ફાયદા દહીં ખાવાના :


(૧) પેટની ગરમીને દૂર કરે :

         દહીંની લસ્સી અથવા તો છાશ બનાવીને પીવાથી પેટની ગરમી શાંત થાય છે , પેટમાં ગરબડ હોય અથવા તો ઝાડા થઇ ગયા હોય તો દહીંમાં ઇસબગુલ મિક્સ કરીને ખાવાથી રાહત થાય છે .આ સિવાય પેટના દુખાવા જેવા અન્ય પેટ દર્દો માં દહીંમાં સેંધાલૂણ મિક્સ કરીને ખાવાથી ફાયદો થાય છે .

(૨) અનિન્દ્રા :

         આ ખરેખર અકસીર ઉપાય છે . રાત્રે જો જલ્દી ઊંઘ ન આવતી હોય તો રાત્રે ભોજન સાથે દહીનું સેવન કરો . આ ઉપરાંત તમે ભોજન બાદ દહીંમાં સાકાર મિક્સ કરીને પણ ખાઈ શકો છો .આનાથી રાત્રે ઊંઘ સરસ આવશે.

(૩) પાચનશક્તિ વધારે :

        દહીનું નિયમિત રૂપે જો સેવન કરવામાં આવે તો તે અમૃત સમાન ગણાય છે, તે લોહી ની ઉણપ તેમજ શરીર ની કમજોરી દૂર કરે છે . દહીનું સેવન પાચન ક્રિયા મજબૂત બનાવે છે તેમજ દહીના સેવનથી ભૂખ પણ ઉઘડે છે .

(૪) હાડકા મજબૂત બનાવે :

         દહીંમાં કેલ્સિયમ નું પ્રમાણ વધારે પ્રમાણ માં હોય છે , જે હાડકાઓ ના વિકાસ માં મદદરૂપ થાય છે , સાથે સાથે તે દાંત અને નખને પણ મજબૂત બનાવે છે . દહીના સેવન થી માંસપેશીઓ પણ મજબૂત બને છે અને તેની કાર્યક્ષમતા પણ વધે છે .

(૫) કોલેસ્ટ્રોલમાં લાભદાયી :

         દહીંમાં હૃદય સંબંધી રોગો અને હાઈબ્લડપ્રેશર જેવી બીમારીઓ ને રોકવાની ગજબની ક્ષમતા રહેલી હોય છે. આની સાથે સાથે તે કોલેસ્ટ્રોલ ને પણ વધતુ અટકાવે છે . તેમજ હૃદયના ધબકારા નિયમીત રાખે છે .

(૬) સાંધાના દુખાવામાં ઉપયોગી :

          દહીંમાં હિંગનો વઘાર કરીને ખાવાથી સાંધા ના દુખાવામાં રાહત થાય છે . એ ખાવામાં સ્વાદિષ્ટ પણ લાગશે તેમજ પોષ્ટિક પણ છે .

(૭) મસા માટે ઉપયોગી :

         મસા થી પીડાતા દર્દી ઓ એ બપોરે જમ્યા બાદ એક ગ્લાસ દહીથી બનેલી છાશ માં અજમો અને જીરૂ તેમજ સંચળ નાખીને પીવું , એનાથી ચોક્કસ ફાયદો થશે .

(૮) વજન વધારે :

        દુબળા-પાતળા વ્યક્તિઓ એ દહીંમાં સૂકી દ્રાક્ષ અને બદામ મિક્સ કરીને નિયમિત ખાવું જોઈએ , એનાથી એમનો વજન વધશે.

(૯) સૌંદય પ્રસાધન તરીકે :

       સ્વાસ્થ્ય માટે દહીં ના આયુર્વેદિક ઉપાયો તો ઘણા છે પરંતુ દહીં સૌન્દર્ય નિખાર માટે પણ ઉત્તમ છે . દહીં શરીરે ચોળીને નહાવાથી સ્કીન મુલાયમ બને છે . આ ઉપરાંત દહીંમાં ચણા નો લોટ , લીંબુનો રસ , હળદર તેમજ મધ મિક્સ કરીને આ પેસ્ટ ને ચહેરા તેમજ ગરદન અને કોણી પર લાગવાથી રંગ નિખરે છે . આ સિવાય તમે દહીંની લસ્સી માં મધ મિક્સ કરીને પણ પી શકો છો જેનાથી તમારી સ્કીન માં કુદરતી ગ્લો આવશે .

(૧૦) વાળ માટે :

        વાળને પણ સુંદર તેમજ આકર્ષક બનાવા માટે દહી ખુબજ ઉપયોગી છે. આના માટે વાળ ને ધોતા પહેલા વાળમાં કલાક પહેલા દહીથી સારી રીતે માલીશ કરો અને પછી એને કલાક રાખીને પછી શેમ્પૂ થી વાળ ધોઈ લો. આનથી તમારા રુક્ષ વાળ મુલાયમ બનશે .

(૧૧) મોઢાના ચાંદા માટે :

          મોળું દહીં મોઢાં ના ચાંદા પર લગાડવાથી મોઢાના ચાંદા મટે છે , આ ઉપરાંત દહીં અને મધ મિક્સ કરીને ખાવાથી પણ મોઢાના ચાંદા મટે છે .

(૧૨) પરસેવા માટે :

           જે લોકોને પરસેવો વધુ થતો હોય તેમજ શરીર માથી પરસેવાની ખૂબજ દુર્ગંધ આવતી હોય એવી વ્યક્તિઓ એ દહીંની અંદર બેસન મિક્સ કરી એને શરીરે ચોળી ને સ્નાન કરવું જોઈએ જેનાથી પરસેવા ની દુર્ગંધ દૂર થશે .

(૧૩) બાળકોના દાંત આવતા હોય ત્યારે :

             નાના બાળકો ના દાંત ફૂટતા હોય ત્યારે તેમને દહીંમાં મધ મિક્સ કરીને ચટાડવાથી દાંત સહેલાઇ થી આવી જશે .

              તો મિત્રો , આવા તો દહીના કેટકેટલાય ફાયદાઓ છે , દહીં ખરેખર સ્વાસ્થ્યપ્રદ તત્વ છે. માટે દહીનું સેવન બધાએ નિયમિત કરવું જોઈએ . અને હા તમે પણ જો દહીના બીજા ફાયદા જાણતા હોય તો કમેન્ટ બોક્સ માં અમારી અને બધાની સાથે અવશ્ય શેર કરો .

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here