જનરલી જોઈએ તો વેઇટ લીફટીંગ એક્ષેસરસાઈઝની વાત આવે એટલે બધા કે કે આમાં સ્ત્રીઓનું કામ નહિ. જયારે હકીકત તો એ છે કે વેઇટ એકસરસાઈઝ કે વજન ઊંચકીને કરવામાં આવતા વ્યાયામ થી જેટલો પુરુષોની શારીરિક ક્ષમતા માં વધારો થાય છે એટલો જ સ્ત્રીઓને પણ થાય છે , પરંતુ એને માટે જરૂર હોય છે તો ફક્ત યોગ્ય માર્ગદર્શન ની.
       વજન ઊંચકવું એ શરીર ના વજન ને કંટ્રોલમાં રાખવાનો સૌથી સારો રસ્તો છે. વેઇટ એકસરસાઈઝથી તાજગી અને સ્ફૂર્તિ તેમજ તંદુરસ્તી વધે છે કેટલીક સ્ત્રીઓ તો એમ વિચારે છે કે ડમ્બલ્સ ઉઠાવવાથી એમના શરીર ની માંસ પેશીઓ ફૂલી જશે અને તેઓ કોઈ પહેલવાન જેવી દેખાશે. આ માન્યતા તદ્દન ખોટી છે, જો વ્યવસ્થિત રીતે આ એકસરસાઈઝ કરવામાં આવે તો તમારું શરીર સપ્રમાણ રહેશે અને હાથની કાર્યક્ષમતા માં પણ વધારો થશે.

 

* એકસરસાઈઝ કરતા પહેલા :

      વેઇટ લીફટીંગ શરૂ કરતા પહેલા કોઈ ફિટનેસ ટ્રેનર ની સલાહ લેવી જરૂરી છે . કેમ કે તેઓ આ કાર્ય માં નિપૂર્ણ હોય છે . તેઓ પહેલા તમારી ઊંચાઈ , વજન તેમજ ઉમર ની જાણકારી મેળવ્યા બાદ જ તમને વ્યાયામ શરુ કરાવશે . જો કોઈ વધુ સ્થૂળ કાય હોય તો તેને શરૂઆત માં તરત વજન ન ઊંચકવું તેમજ પહેલા ચાલવાની , જોગીંગ ની તેમજ સાયકલીંગ જેવી હળવી કસરતો કરવી , ત્યારબાદ ઇન્સ્ટ્રકટર ની સલાહ મુજબ વેઇટ લીફટીંગ શરુ કરવી.

 

* એકસરસાઈઝની શરૂઆતમાં :

      વેઇટ લીફટીંગ ની શરૂઆત કરનારા લોકો એ શરુઆતમાં દોઢ – બે કિલો થી વધારે વજન ન ઊંચકવું જોઈએ. કેમ કે શરૂઆતમાં જ વધારે વજન ઊંચકવામાં આવે તો માંસપેશીઓ ખેંચાઈ શકે છે . તેમજ એક્ષ્સરસાઈઝ શરુ કરતા પહેલા ટ્રેનર ને ડાયેટ ચાર્ટ વિષે પણ પૂછી લેવું અને વેઇટ લીફટીંગ ના નિયમો ને પહેલેથીજ સારી રીતે સમજી લેવા .

 

* વેઇટ લીફટીંગ એકસરસાઈઝ ક્યારે અને કઈ રીતે કરવી :

         કોઈપણ એકસરસાઈઝ વહેલી સવાર માં કરવી જ યોગ્ય ગણાય છે. એક્સરસાઈઝ કરતા નિત્ય ક્રમ પતાવી લેવું . તેમજ એકસરસાઈઝ કરતી વખતે પેટ ખાલી હોવું જરૂરી છે અને તોપણ જો ભૂખ્યા રહી શકાય એમ ના હોય તો એકાદ ફ્રુટ ખાઈ લેવું.જો તમને સવારે સમય મળી શકે એમ ના હોય તો સાંજે સુર્યાસ્ત સમયે પણ તમે વ્યાયામ કરી શકો . એવું કહેવાય છે કે જો વ્યાયામ કરતા પહેલા અડધું ગ્લાસ પાણી પીધું હોય તો વ્યાયામ નું સારું પરિણામ મળે છે. વ્યાયામ બાદ ખુબજ પાણી નાં પીવો એના કરતા વ્યાયામ ની વચ્ચે થોડું થોડું પાણી પીતા રહો. જો તમારું વજન અતિશય વધારે હોય તો બીજા વ્યાયામ દ્વારા તમારું વજન પહેલા ઘટાડો અને પછી વેઇટ લીફટીંગ કરો.

 

* વેઇટ એકસરસાઈઝ ના બેનીફીટ્સ :

          આ એકસરસાઈઝ કરવાથી તમારું શરીર સુદ્રઢ , પ્રમાણસર અને સુડોળ બનશે. તેમજ આ એકસરસાઈઝ થી શરીર ને ઉર્જા પણ મળે છે તેમજ શરીર ની કાર્યક્ષમતા પણ વધે છે. તેમજ હાડકા ને લગતી સમસ્યાઓ કે તકલીફો થવાની શક્યતા ઓ ઘટે છે. આ એકસરસાઈઝ થી વજન નિયંત્રણ માં રહે છે તેમજ પેટ, ખભા અને પેડુ ની માંસપેશીઓ મજબૂત બને છે.

 

          આમ જેન્ટ્સ ની જેમ લેડીઝ માટે પણ વેઇટ લીફટીંગ એકસરસાઈઝ એક બોડી શેપીંગ માટેની એકસરસાઈઝ જ છે . જે સ્ત્રીઓને વજન ઘટાડવા માં અને સુડોળ શરીર પ્રાપ્ત કરવામાં મદદરરૂપ થાય છે . માટે તમે પણ વિના સંકોચે વેઇટ લીફટીંગ એકસરસાઈઝ કરી અને તમારી બોડી પ્રમાણસર અને શસક્ત બનાવી શકો છો.
SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here