besan nylon noodles recipe gujarati

બેસન નાયલોન નુડલ્સ | રેસીપી | ડિમ્પલ પંચાલ

» સામગ્રી :-

› ૨૫૦ ગ્રામ બેસન

› ૨૦૦ ગ્રામ દહીં અથવા છાસ

› અડધો કપ પાણી

› અડધી ચમચી હળદર

› સ્વાદઅનુસાર મીઠું

› તેલ (૨ ચમચી )

 


» વધાર  માટે :-

› ૪ થી ૫  ચમચી તેલ

› લીલા મરચા

› મીઠો લીમડો

› રાઈ

› જીરું

› તલ


» ગાર્નીસીંગ માટે :-

› ટોપરાનું છીણ (ઓપ્સનલ)

› કોથમીર

 

» બનાવવાની રીત :-

         સૌપ્રથમ એક બાઉલ માં બેસન લઇ તેમાં  હળદર, મીઠું, દહીં નાખી બરાબર હલાવો, પછી જરૂર મુજબ થોડું થોડું પાણી નાખી ખીરું તૈયાર કરી તેમાં તેલ નાખો,  હવે એક  નોનસ્ટીક કડાઈ માં ખીરું લઇ તેને ગેસ પર મીડીયમ આંચ પર મુકો, તેને સતત હલાવતા રહો, જેથી ગઠ્ઠા ના પડે,  ત્યારપછી મિશ્રણ ઘટ્ટ થાય ને નીચે ચોંટે નહિ એટલે ગેસ બંદ કરી દેવો. હવે મિશ્રણ ને થોડું ઠંડુ થવા દેવું, પછી સેવ પાડવા ના સંચાને  તેલ થી ગ્રીસ કરી  મિશ્રણ ભરવું, હવે એક મોટી ડીસ માં લાંબી નુડલ્સ  પાડી દેવી, બધા મિશ્રણ નું નુડલ્સ  અલગ અલગ ડીસ માં પાડી દેવું.

               હવે વધાર કરવા માટે વઘારીયા  માં તેલ લઇ તેલ ગરમ થાય એટલે રાઈ,જીરું લીલા મરચા, મીઠો લીમડો, તલ, હિંગ નાખી ને વઘાર નુડલ્સ પર રેડી  દેવો

         હવે એક ડીસ માં નુડલ્સ મૂકી ઉપર કોથમીર, ટોપરાનું છીણ ભભરાવી ગાર્નીસીંગ કરી  સર્વ કરવું. તો તૈયાર છે તમારી બેસન નાયલોન નુડલ્સ.

 

SHARE
"'Food Lover" Dimple Panchal loves to make different Gujarati Foods , Decorate home , Shopping spree. She want to become a Chef and start own Restaurant Chains in different Areas. She also wants to help poor Women and help them to stand their own Will.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here