∝ 5 કુદરતી પદાર્થો કે જેનાથી જાતે જ તમારા વાળ ને કરો કલર અને કેર

      વાળ આપણા ચહેરા ની સુંદરતા માં ખુબજ મહત્વનો ભાગ ભજવે છે , એમાંય લાંબા કાલા અને ઘટ્ટ વાળ નું તો પૂછવું જ શું? પરંતુ આજકાલ તો શોર્ટ કલરફૂલ વાળ પણ ફેશન માં છે.અને આજની જનરેશન વાળ માં કોઈ પણ જાતના એક્સપિરિમેન્ટ કરતા અચકાતી નથી. આજે બ્રાઉન થી લઈને ગોલ્ડન , ભૂરા , શેડેડ અને બરગંડી વાળ પણ ફેશન માં છે. ત્યારે આપણા યુવા વર્ગ ને મૂંઝવતો એક પ્રશ્ન છે કે વાળ ને કલર કરાવતા ક્યાંક એ ડેમેજ ના થઇ જાય. કેમ કે કેમિકલયુક્ત હેરકલર થી વાળ ને ખુબજ નુકસાન થાય છે ,અને વાળ બે મુખવાળા અને બરછટ તેમજ ખરતા વાળ આ બધી મુશ્કેલીઓ નો સામનો દરેક ને કરવો પડે છે. ત્યારે વાળને પણ નુકસાન ના થાય અને હેર કલર પણ કરી શકાય તેના માટે બેસ્ટ ઓપ્શન છે કુદરતી પદાર્થો વડે હેરકલર.
કુદરતી પદાર્થો વડે બનતા હેરકલર ખુબજ ઓછા ખર્ચાળ , ગુણકારી, અને સરળ સાબિત થયા છે. જે વાળ ને કલર ની સાથે સાથે મજબૂતી અને ચમક પણ આપે છે.

તો આવો જોઈએ એવા 5 કુદરતી પદાર્થો કે જેનાથી તમે નિઃસંકોચ તમારા વાળ ને કલર કરી શકો છો.

1મહેંદી (નેચરલ)

મહેંદી વાળ માટેખુબજ ઉત્તમ હેરકલર અને કંડીશનર છે.મહેંદી ના પાંદડાઓને પાણી સાથે એકદમ ઝીણા પીસીને પેસ્ટ બનાવવી , આ પેસ્ટ ને વાળમાં લગાડીને બે કલાક રાખીને ઠંડા પાણી વડે વાળ ધોઈ લેવા.આનાથી વાળ માં આછો લાલ કલર આવશે.મહેંદી લગાવતી વખતે તે પેસ્ટ માં થોડું દહીં મિક્સ કરવાથી વાળ માટે મહેંદી ઉત્તમ કંડીશનર પણ સાબિત થશે. તમે જો મહેંદી ના પાન અવેલેબલ ના હોય તો બજાર માં મળતી હર્બલ મહેંદી પાઉડર નો પણ ઉપયોગ કરી શકો છો.

2કૉફી

કૉફી નાબીન્સ ને વાટીને અથવા તો અત્યારે બજારમાં સારી ગુણવત્તા વાળો કૉફી પાઉડર મળે છે , એને પાણીમાં ઉકાળીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ ને ઠંડી કરીને વાળ માં લગાવો , ત્યારબાદ એકાદ કલાક રાખીને વાળ ને સ્વચ્છ પાણીથી ધોઈ લો.આનાથી વાળ બ્રાઉન રંગ ના થશે. કૉફી પાઉડર થી કલર કરેલા વાળ તડકામા ચમકીલાં લાગશે.અને આનાથી વાળ ને કોઈ નુકસાન થતું નથી.

 

3લીલી ચા (ગ્રીન ટી લીવ્સ)

લીલી ચા ના પાંદડા ને પાણી માં ઉકાળીને ઘટ્ટ પાણી બનાવો , આ પાણીને ઠંડુ કરીને વાળમાં લગાવો. ત્યારબાદ તેને એકાદ કલાક રાખીને વાળ ને ઠંડા સ્વચ્છ પાણીથી ધોઈ લો. આનાથી વાળ ભૂરા રંગ ના થશે. ચા થી વાળ મુલાયમ થશે.અને વાળ નો ગ્રોથ પણ થશે.

 

4બીટ

બીટ નું સેવન જેમ લોહીને શુદ્ધ કરે છે એમ વાળ માટે પણ ઉત્તમ અને ગુણકારી છે. બીટ ને કાપીને અથવા તો છીણી ને એમાં થોડું પાણી ઉમેરીને ઉકાળો.હવે આ મિશ્રણ ને ઠંડુ પાડીને વાળમાં લગાવો. એક કલાક રાખીને ઠંડા પાણીથી ધોઈ લો. આનાથી વાળ માં બર્ગન્ડી આવશે. અને વાળ ખુબજ સુંદર લાગશે. બીટ ના રસ થી વાળ ને કોઈ નુકસાન થતું નથી. પરંતુ એ ખાસ ધ્યાન રાખવું કે એકે કે બે કલાક થી વધારે સમય વાળ માં લગાવેલો ના રાખવો.એનાથી વાળ બરછટ થઇ જશે.

5ગલગોટો

ગલગોટાના ફૂલોને તોડીને પાણીમાં ઉકાળો , એ ઉકાળેલા મિશ્રણને ઠંડુ પાડીને વાળમાં લગાવો. દોઢ કલાક જેવું રાખીને વાળને સ્વચ્છ પાણી થી ધોઈ લો. આનાથી વાળમાં આછો કેસરી જેવો રંગ આવશે. ગલગોટા ના ફૂલો ના હેરકલર થી વાળ ને કોઈ જાતનું નુકસાન થતું નથી. આનાથી વાળમાં એકદમ માઈલ્ડ કલર આવશે પરંતુ વૅલ ખુબજ સુંદર દેખાશે.

 


∝ હેરકલર કરતી વખતે અને કર્યા બાદ આ બાબતો ખાસ ધ્યાન રાખો :

» હોમમેડ હેરકલર બનાવીને લાંબા સમય સુધી પડ્યો રાખવાથી ખરાબ થઇ જાય છે એટલે તેને બનાવીને ઠંડો કર્યા બાદ તરત જ વાળમાં અપ્લાય કરો.
» ઘરે બનાવેલ હેરકલર કર્યા બાદ સાત આઠ કલાક સુઘી વાળમાં શેમ્પુ કે કંડીશનર ના કરો.
» તેલ લગાવેલ હોય એવા વાળ માં હેરકલર ના કરો,હા કલર કર્યા બાદ વાળમાં તેલ માલિશ કરવાથી વાળનો કલર ઘાટો સરસ થશે.
» હેરકલર કર્યા બાદ વાળને કુદરતી રીતે જ સુકાવા દો , તેને ડ્ર્રાયર ની મદદ થી કે તડકા માં ના સુકવો.

 

ખરેખર આ કુદરતી વસ્તુઓ ની મદદ થી બનતા હેરકલર તમારા બજેટ માં અને વાળ માટે પણ લાભદાયી રહેશે. તો ઘરે ચોક્કસ ટ્રાય કરજો આ હેરકલર અને તમારા વાળ ને કરો કલર અને કેર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here