health care after thirty years

        ઘર ની સમગ્ર સંચાલન કર્તા સ્ત્રી હોય છે , સ્ત્રી જ હોય છે જે ઘરમાં બાળકો , વડીલો અને પતિ નું ધ્યાન રાખતી હોય છે . પરંતુ આ દોડધામ માં સ્ત્રી પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબજ બેદરકાર થઇ જતી હોય છે . પરિવારમાં બધાનો ખ્યાલ રાખતા રાખતા એ પોતાનો ખ્યાલ રાખવાનું તો જાણે ભૂલી જ જાય છે.

          ઘરમાં બધા ના સ્વાસ્થ્ય નું સદાય ધ્યાન રાખનારી સ્ત્રી મોટા ભાગે પોતાના સ્વાસ્થ્ય ની બાબતમાં લાપરવાહી દાખવે છે, અને ઘણીવાર તો સ્ત્રીઓ કોઈ બીમારી અસહ્ય થઈ જાય ત્યાર પછી જ ડોક્ટર પાસે જાય છે. પરંતુ જો સ્રીઓ થોડી સાવધાની રાખે અને ઉમરના દરેક તબકકે શરીરની જરૂરી તપાસ કરાવે તો બીમારી સામે પહેલેથી જ પ્રોટેક્શન મેળવી શકાય છે. કેમ કે ઘરમાં કોઈ પણ બીમાર પડે તો ઘરનું કોઈ કામ ન અટકે પણ જો સ્ત્રી બીમાર પડે તો આખા ઘરનું કામ ખોરવાઈ જાય. આથી સ્ત્રી એ પોતાના સ્વાસ્થ્ય અંગે જાગૃત રહેવું આવશ્યક છે.

* ત્રીસી વટાવ્યા બાદ :

         સ્ત્રીઓ એ ત્રીસ વર્ષ બાદ દર વર્ષે એક વાર સ્ત્રો નિષ્ણાત પાસે સંપૂર્ણ બોડી ચેકઅપ કરાવી લેવું જોઈએ . જેમાં સ્તન ની , ગર્ભાશય , કીડની વગેરે ની તપાસ ખાસ કરાવવી જોઈએ.આ ઉપરાંત જો ડોક્ટર કહે તો મેમોગ્રાફી , પેપરસ્મીઅર ટેસ્ટ વગેરે ટેસ્ટ પણ કરાવી લેવા જોઈએ . મહિલાઓએ થાઇરોડ ની તપાસ પણ અવશ્ય કરાવવી જોઈએ .

       ત્રીસી વટાવ્યા બાદ સ્ત્રીઓ એ વધુ પડતો ચરબી વાળો ખોરાક લેવાનું ટાળવું જોઈએ. તેમજ ખોરાકમાં તાજા ફળો, લીલા શાકભાજી તેમજ કઠોળ, દૂધ , દહીં અને સૂકા મેવા નો સમાવેશ ખાસ કરવો જોઈએ. તેનાથી તમારા શરીર માં જે તત્વોની ઉણપ હોય એ પૂરી થશે અને તમારું શરીર પણ સ્વસ્થ રહેશે .

* ચાલીસી વટાવ્યા બાદ :

        ચાલીસ વર્ષ બાદ સ્ત્રીઓમાં વહેલા મોડા મેનોપોઝ ની પરિસ્થિતિ આવે જ છે , માટે સ્ત્રી રોગ ના સ્પેશિયાલીસ્ટ ને મળીને તેનાં લક્ષણો પહેલેથી જ જાણી લો. જેથી તમને મેનોપોઝ વખતે કોઈ મૂંઝવણ ના રહે . આ ઉપરાંત પેટની સોનોગ્રાફી પણ કરાવી લો એ બ્લડ શુગર અને યુરીન ટેસ્ટ પણ આવશ્યક છે માટે એ પણ જરૂર કરાવો અને બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે એની તકેદારી રાખો. અને તમારા કુટુંબમાં કોઈ અનુવાંશિક બીમારી હોય તો તેનાં પ્રત્યે પણ સજાગ રહેવું જોઈએ.

         મેનોપોઝ દરમ્યાન સ્ત્રીઓ ઘણીવાર ચિડીયલ થઇ જતી હોય છે તેમજ માનસિક સ્થીરતા જળવાઈ રહે માટે રેગ્યુલર ધ્યાન અને યોગ કરો. આ ઉપરાંત હળવો વ્યાયામ પણ કરતા રહો , સાથે સાથે પોષ્ટિક આહાર લેવો પણ જરૂરી છે માટે તમારા આહાર નું ધ્યાન પણ રાખો . બહાર નું ચટપટુ ખાવાનું ઓછું કરીદો અને ઘરે બનાવેલું હેલ્ધી ફૂડ જ ખાઓ .

* પચાસી વટાવ્યા બાદ :

        આ ઉમરમાં શરીર પ્રત્યે થોડી પણ બેદરકારી રાખવી એ હિતાવહ નથી. શરીરમાં કોઈપણ અસામાન્ય લક્ષણો દેખાય તો તુરંત ડોક્ટર પાસે જઈ તમારી સમસ્યા નું નિરાકરણ લાવો અને સમસ્યા ગંભીર જણાય તો તાત્કાલિક સારવાર કરાવો. વરસમાં એક વાર સંપૂર્ણ બોડી ચેકઅપ જેમ કે આંખ-કાન , પેટ, હૃદય ની તપાસ કરાવો અને સોનોગ્રાફી પણ કરાવી લો.

           મહિલાઓ હમેશા પોતાના સ્વસ્ત્થય પ્રત્યે આંખ આડા કાન કરતી હોય છે , અને સ્ત્રી પરિવાર માં બધાનું ધ્યાન રાખતી હોય પણ એનું પોતાનું ધ્યાન એને જાતે જ રાખવું પડે છે અને એમાય જો એની તબિયત લથડવા લાગે ત્યારે છેક પરીવારને એના સ્વાસ્થ્ય અંગે જાણ થાય છે માટે સ્ત્રીએ પહેલેથી જ પોતાના સ્વાસ્થ્ય ને લઈને જાગૃત અને સજાગ રહેવું જોઈએ. કેમ કે સ્ત્રી તો પરિવારનો આધારસ્તંભ છે અને આધાર તો હંમેશા મજબૂત જ રહેવો જોઈએ ને.

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here