ગુજરાતી ગીતો

      એક હોય તો ગોતાય, ફરી ફરી ને થાકું,      તોય તું ક્યાંથી શોધાય. મંદિરમાં જઈ દીવો કરું કે,      મસ્જિદ માં જઈ ધૂપ. ગિરિજાઘર માં કરું મીણબત્તી,       જો થતો હોય તું ખુશ. જાત ધરમ ના વાડા એ,       લીધો છે તને પણ વહેંચી. તારા જ બનાવેલા માનવીઓ,       આજે કેમ બન્યા છે વહેંશી. સ્વર્ગ સરીખી ધરતી આજે,    ...
       થઈ છે માત્ર મળે તમને,              હજુ તો એક મિનિટ.       ઘાવ ઉપર અમારા જાણે,            લગાવ્યું તમે સ્પિરિટ.       ખટમધુરી યાદોને આપણી,              કરું કેમેરા માં ક્લિક.      એ જોઈને ક્યારેક આપણા,           મોઢા પર આવશે સ્મિત.   બંદ કરું...
બનવું હતું ફૂલ મારે ને,        બની ગયો હું પથ્થર. ભર વસંત માં પણ લાગે છે કે,        આવી ગયો પાનખર.       કાળચક્ર ના વંટોળે આજે,         મને ધ્રુજાવયો થરથર. વાણી વિવેક ને આચરણ ગુમાવ્યા,         બન્યો સ્વાર્થી ક્ષણભર. બીજાનું હીત જોનારો હું,         ક્રૂર થયો પળભર. કેમ કરતા હવે બાજી સુધરશે,        થશે...
હતી ભૂલ તારી એ કે મારી,      સમજ્યા નહીં બંને અને બની ગઈ સહિયારી, નાની નાની વાતો માંથી બની ગયા વિવાદો,      ખબર ના પડી ઝઘડા ક્યારે બની ગયા સંવાદો. દિવસે-દિવસે પ્રેમ ઓછો ને વઘી ગઈ તકરાર,       તું-તું  મૈં-મૈં  કરતા આપણો સળગી ગયો સંસાર. સાત જનમ સાથ નિભાવવાના આપ્યા હતા કોલ,       આજે આપણે નથી સાંભળતા એકબીજાના બોલ.  વિશ્વાસના તાંતણે ગૂંથાયો તો સબંધ...
જિંદગી તો કાલે જતી રહેવાની,      કોણે  કહ્યું કે એ કાયમ રહેવાની. બાળપણ જુવાની ને ઘડપણ ની,      છે અલગ - અલગ જ કહાણી. બાળપણમાં મજા ને જુવાની માં મસ્તી,     ઉંમર તો ઘડપણ એ હરી હરી  કરવાની. વાણી માં મીઠાશ અને વર્તનમાં નમણાશ,     સાચું તો સદાય એજ સાથે રહેવાની. કરીશું સારા કામ તો જ યાદ બધાને રહેવાની,     નહીતો ઝાડ ગયુંને...
મુક્યો મોહ ને મૂકી માયા પકડી લીધી માળા,         સમય ગયો પણ છૂટ્યા નહીં સબંધો ના તાણા.    પહેલા હતા ફક્ત દીકરા અને દીકરીઓ,          હવે થયા  તેમનાય સરવાળા. વહુઓ આવી ને જમાઈઓ પણ,          પૌત્ર-પૌત્રીઓ ની તો અલગ જ માયા. કામ છોડ્યું ને છોડ્યો વહીવટ તોય,          ઢળ્યું ફૂટ્યું ને વધ્યું એમાં કેમ અટવાયા. પ્રભુ...
આંખોં તમારી એક ઝલક ને તરસતી  હોય,         ને તમેજ દૂર હોય એવું કેમ હોય?   એકવાર જોવાની તમને ઈચ્છા છે મનમાં,        તમારી પણ શું આવવાની મજબૂરી હોય?   છૂટે ને ભલે આ મહેલાતો ને સાહ્યબી,         પણ છૂટે સાથ તમારો એ કેમ મંજુર હોય.   રોજ મળી નથી શકાતું તમને,          પણ એક તસવીર મળે જે રોજ સાથે...
જુઓ મોઢું ફેરવી લેશો એ અહીંયા નહીં ચાલે, જૂઠી વાત ને સાચી કહેશો તો અહીંયા નહીં ચાલે. ભોળી છે જનતા ગુજરાતની એમ તમે સમજો છો, સરકારી કાયદા શું તમે એકલા સમજો છો? વોટ માટે વાયદા તો કરી દીધા પણ,. વાયદા કરીને ફરી જશો એ અહિયાં નહીં ચાલે. મત માંગી ને નેતા તો બની જશો, આમ કરીશું તેમ કરીશું કહેતા પણ થઈ જશો. પણ ચડીને ખુરશીએ કરવા...
    ચાલને ભેરુ સુખનું સરનામું શોધીએ,       મળે કે ના મળે કોશિશ તો કરી જોઈએ.   સાંભળ્યું છે ઘણું બધું આ સુખ વિશે,        સાચું કે ખોટું જરા જોઈ તો જોઈએ.   સુખનો નથી હોતો કોઈ માપદંડ, પણ ખોબામાં સમાય તેટલું સમાવી તો જોઈએ.     ઝાંઝવાના જળ સમુ સુખ તો હોય ક્ષણિક,          ભલે ઘડી બે ઘડી એનો અનુભવ કરી તો જોઈએ. ...
થાય તો કરી લેજો સમય નું સરવાળો,       ગણતરી આજકાલ ની તો સમય જ કરનારો. જુદા-જુદા એકમોથી જિંદગીને ભાગતો,       નહીં મળે શેષ ને જશે ભાગફળ પણ પરભારો. દોડી દોડી ને થાકશો પણ નહીં મળે જવાબ,       મૂડી તો જતી રહેશે તોય નહીં મળે વ્યાજ. દેહ અને આતમ ના એક જ રાખવાળા,       મળી જાય ઉકેલ બધા જો એની...