ગુજરાતી ગીતો

 જિંદગી ના અતીત માં લાવ ડોકીયુ કરી લઉં.       બાળપણ ની એ યાદોને આજ મન ભરીને માણી  લઉં. ક્ષણો જે સખાઓની સાથે વિતાવેલી ,       યાદો માં એ મન ભરીને માણી  લઉં . શેઢે-શેઢે ચાલ્યા હતા જે બે ને બે ચાર પગ,       એજ પગલાંની પગદંડી પર લાવને એક લટાર મારી લઉં. મોંઘાદાટ ફુવારા નીચે નાહીને પણ આજે રહું છું કોરો,  ...
ટેક્નોલોજીની ઝંઝાળ આપણે એવી તો છે આણી,         માનવીની જાત આખી મોબાઈલમાં સમાણી. સંબંધો  ની થઈ  બાદબાકી ને,         ફ્રેન્ડ લિસ્ટ માં ઉમેરાણી. સ્ટેટસ ને અપડેટ કરતા,        જાત ને જ ભૂલાણી.                                   માનવીની જાત............... નીત  નવી ઓફરો જોઈને,       જનતા  તો...
કરીએ મળીને આજ સૌ પોકાર,      સંભાળજે નાદ અમારો ઓ નિરાકાર. ધરતી ના સૌ છોરું અમે,      છીએ તારા રે બાળ. ધીરજ ખૂટી છે હવે,       થયા  છીએ લાચાર. ખેતર ખેડીએ ને કરીએ,       વાવણી ની તો વણઝાર. પણ વરસે ના મેહુલીયો,       તો વરસે આંખડીઓ ચોધાર. કરો હવે તો કરુણાનિધાન ,        પાંપણ નો પલકાર , વરસાવી નીર ને બુઝાવો,    ...
સ્નેહ ના સથવારે ને,          વિશ્વાસ ના વહાણે. તરવો છે મારે આ ભવસાગર,        બોલ તું સાથ આપીશ? પડખે ઉભી રહીશ તારા,        સુખ માં અને દુઃખમાં.  ક્યાંક હું અટવાઈ જઉં,          તો તું સાથ આપીશ? દુનિયા ના વ્યવહારોની,          સમજણ છે ઓછી. શીખી લઈશું એ પણ,          જો તું સાથ આપીશ. હિમ્મત બનીને દુઃખમાં,  ...
સંતોના સંગ નો કેવો લાગ્યો છે રંગ,       રુંવે-રુંવે ઉઠે છે જાણે ભક્તિ નો ઉમંગ. ભક્તિનું ભાથું બાંધી કરું ભાવે ભજન,       ચાર હરી ભક્તો મળે ત્યાં થાયે સત્સંગ. ભાવે ભજો તો મળે દેવકી નંદન,       શીશ નમાવી કરું એમને વંદન. ઊંચ-નીચ  ના જુવે સૌ એકજ સમાન,       એજ તો છે સાચો હરીનો દાસ. ભક્ત હોય જો મહેતા નરસિહ સમાન,  ...
વાગે છે ઢોલ ને શરણાઈઓ આજ,           આંગણે  આવીને ઉભી છે જાન. થનગનતા નાચતા આવે મહેમાન,           આંગણે  આવીને ઉભી છે જાન. હાથ માં લઈને મોતીડા  નો થાળ,           સાસુમા પોંખે છે જમાઈરાજ. વેવાઈ વેવાણોનો  કેવો જામે છે ઠાઠ,           આંગણે  આવીને ઉભી છે જાન. જાનૈયાઓ કાજ રૂડાં પીરસાણા પકવાન,      ...
દીકરો-દીકરો સહુ કોઈ માંગે,         દીકરી ના માંગે કોઈ. દીકરી થકી તો છે આ દુનિયા,        એના તોલે ના આવે કોઈ. દીકરી છે પત્ની,પ્રેયસી ને માતા,       એજ તો કાકી-મામી ને ફોઈ. વ્હાલ ની આવી મીઠી વીરડી,       ક્યાંય  બીજે ના જોઈ. દીકરી વ્હાલનો દરિયો,        દીકરી કાળજાનો કટકો, કહેતા ફરે છે સૌ કોઈ. પણ વંશની વેલી વધારવા તો,  ...
સમય ના વહેણ માં તણાતો  જાય છે,     માણસ આજે કેમ બદલાતો જાય છે. પ્રકૃતિ ના ખોળે ખુંદનારો,સંસ્કૃતિની વાતો કરનારો,     પશ્ચિમ ના રંગે રંગાતો જાય છે. માણસ  આજે કેમ બદલાતો જાય છે. ગામના પાદરે છૂટથી ફરનારો ,   વટથી થી  વ્યવહારની વાતો કરનારો, શહેર  ની માયામાં બંધાતો જાય છે.   માણસ  આજે કેમ બદલાતો જાય છે. સંબંધો સાચવનારો,વાણી મીઠીને મીઠા વર્તન વાળો,    ઝેર જીવનમાં પ્રસરાવતો જાય છે. માણસ આજે...
સૌને હસાવનારા અમે આજ પોતે રડી પડ્યા,     લાગ્યું એવું કે જાણે મરજીવાના હાથમાંથી મોતી  સરી પડ્યા. યાદ બધાને કરનારા આજ પોતે ભૂલા પડ્યા,     બારણે જોઇને અમને એમના શબ્દો સરી  પડ્યા. કહેવું હતું ઘણુંય  ના કશુય કહી શક્યા,      એકલા હતા એકલા છીએ ને એકલા રહી ગયા. પાડતા  સોગઠા સવળા  પણ અવળા પડી ગયા,      કયા ભવના  કરમ  આ ભવે નડી ગયા. જિંદગીની બાજી...
જેમ સુંદર આ સૃષ્ટિનું સર્જન થઇ ગયું,   એમ અમસ્તા જ સુંદરતા બનું વર્ણન થઇ ગયું. થયું કે ઘડી બે ઘડી નીરખીએ જાતને,   ત્યાં આંખોમાં તમારી દર્પણ થઇ ગયું. કેશ કલાપ ને લાલીમાં ગાલોની,    આંખોમાં જાણે કે આંજણ  થઇ ગયું. હાથોમાં કંકણ ને કેડે કંદોરો,    પગમાં તો ઝાંઝર નું ઝણઝણ  થઇ  ગયું. પાલવના છેડે ને થનગનતી ચાલે,    માયા લગાડે એવું વળગણ થઇ ગયું. ના કવિઓની...