Gujarati-Poem

કોક દી તો મહેમાન અમારો થા ને તુ ભગવાન,  સ્વર્ગના તારા ઠાઠ ભૂલાવું એવા કરું સન્માન. પરોણાગત અમારી પણ તું જોઈ લે જગન્નાથ,  પંડ વેચીને જમાડશું જો ખૂટવા આવે ધાન. ખોરડાં ભલે ના રહ્યા તારાં મહેલ સમાં મોટા,  મહેલને તારા મૂલવે એવા મન અમારા મોટા. ત્યાં તો તું રોજ જમે બત્રીસ જાતના પકવાન,  પણ અમારે તો અહીં સૂકો રોટલો ને છાશ. પણ હૈયે એટલી તું ધરપત રાખજે...

અસર

નજર થી તમારી નજર મળી ગઈ,  લાગે છે મને પણ તમારી અસર અડી ગઈ. પહેલાં હતી માત્ર મને સોબત તમારી,  પણ લાગે છે હવે તમારી આદત પડી ગઈ. મુલાકાત હતી જે ઘડી બે ઘડી ની,  આજ હવે એ હરઘડી ની બની ગઈ. વાત પહેલા હતી જે ગઈ સદી ની,  એ આજ અપઘડી ની થઈ ગઈ. પહેલા હતી જે એક છૂટી દોરડી,  એ આજ ની હથકડી બની ગઈ. હવે મળી...
            વિદાય આ એને વસમી લાગે છે,  સાસરે જતાં દિકરી રડતી લાગે છે. કટકો કાળજાનો કરી રાખી હતી જેને,  આજ એજ દીકરી કેમ પારકી લાગે છે. રમતી-જમતી હતી સૌના સંગે જે,  એ આજે કેમ એકલી લાગે છે. મૈયરનો મોહ છોડીને જતી લાગે છે,  જતી વેળાએ આંખ એની ભીની લાગે છે. પારકાઓ ને જેને પોતાના કરવાના છે,  એને પોતાના જ આજ પારકા લાગે છે. માઁ ની શીખામણ ને સમજતી લાગે છે,  એટલે...
જાણે અજાણે આ શું થઈ ગયું,  જે હૈયામાં હતું એ હોઠે આવી ગયું. ઈચ્છતી તો નહોતી કંઈપણ કહેવું,  પણ જાણે અજાણે એજ કહેવાઈ ગયું. સ્વપ્ન માં પણ નહોતું જે ઘાર્યું,  અણધાર્યું એ એક હકીકત બની ગયું. મન મારું આજ ચકડોળે ચકરાયું,  કેમ કરી નીકળું બહાર એમાં અટવાયું. મૂંઝવણમાં હતી કે કેમ કરી છૂપાવું,  છૂપાવતા-છૂપાવતા નામ તમારું  લેવાઈ ગયું. ડર હતો જેનો આજે એજ થઈ ગયું,  જે હૈયામાં હતું એ હોઠે...

માઁ

          મારું આ બાળપણ મને યાદ આવે છે,  હોઠો પર આજે પણ પહેલું નામ માઁ આવે છે. હેતના હિંડોળે ઝૂલાવ્યો મને તે,  સ્વપ્નમાં આજે પણ તારા હાલરડાં આવે છે. ભીને સૂઈ ને સૂકે સૂવાડ્યો મને,  નીંદરમાં પણ તારાં ઉજાગરાં આવે છે. એક-એક કોળિયા માટે પાછળ ફરતી તું,  આજે કોળિયો ભરાવા ક્યાં તારો હાથ આવે છે. પપ્પા ના ઠપકાથી બચાવતાં મને જે,  આજે પણ યાદ તારાં એ ઉપરાણાં આવે છે. હાથે...
તમારું મોહક આ સ્મિત મને ગમે છે,  સબંધો નિભાવવાની તમારી રીત મને ગમે છે. વાયદા કરીને ન આવવું આદત છે તમારી,  પણ આગમનથી તમારા ગૂંજે એ ગીત મને ગમે છે. સંભાળજો એટલું કે સબંઘોમાં કડવાશ ના ભળે,  બાકી રોજ થતા ખાટામીઠાં ઝઘડા મને ગમે છે.                                          ...

યાદ

પેલા કાનુડાને રાધાની યાદ આવે છે,  સતાવા એની ઝાંઝરની ઝણકાર આવે છે. રોજ આવતી એ દોડીને યમુના કાંઠે,  પણ આજ કેમ એનો પગરવ આવે છે. માખણ ને મિશ્રી તો બહુ ભાવે છે,  પણ સ્વાદ તો રાધાના હાથમાં જ આવે છે. 
હવે તો આ નયનોને આશ લાગે છે,   બસ તમારા જ દિદારની પ્યાસ લાગે છે, મુલાકાત ને આપણી વહી ગયા છે વર્ષો આજે,  પણ મહેક મુલાકાતની  હજુ ગઈ કાલની લાગે છે, પહેલા હતુ થોડું મારું ને થોડું તમારું,     પણ હવે સઘળુંય આપણું લાગે છે.                                     -રશ્મિકા પંચાલ...
  વિહરતા વિચારોના વહેણમાંમળી ગઈ નવી દિશા,            લાગે છે કે વિચારોની રહી નથી કોઈ સીમા, ડૂબતા ને જેમ કોઈ મળી જાય તરણું,                 એમ મળ્યુ છે મને આ વિચારો નું ઝરણું, અંત નથી કોઈ જેનો એવી છે આ જંજાળ,        ડગલે પગલે ભરમાવે એવી છે આ માયાજાળ, ખબર નથી કે ક્યાં છું...
શું શક્ય છે આ વિશાળ આકાશ ને આંબવું, લાવને જરા હાથ લંબાવીને તો જોઊં, સપ્તરંગી આ મેઘધનુષ દૂરથી તો લાગે છે મોહક, પણ લાવને એકાદ રંગ એમાં પૂરી તો જોઊં, રણમાં તો દીઠા માત્ર ઝાંઝવા ના જળ, પણ તોય થયું કે લાવ જરા ખોબો ભરી તો જોઊં, જીવન ની કેડી પર આગળ ચાલવાની રહી નથી હોંશ હવે, તોય થયું કે લાવ બે ડગલા બીજા ચાલી તો...

Most popular

Recent posts