મા અને બાળક નો સબંધ અનોખો છે . એક મા જ છે જે બાળક ના વગર કીધે એની બધી વાત સમજી જાય છે . પરંતુ જ્યારે એક સ્ત્રી પહેલી વાર મા બને છે ત્યારે એને પણ શરૂઆત માં ખૂબજ મૂંઝવણો હોય છે , જેવી કે બાળક કેમ રડે છે ,અથવા તો કે વધારે પડતું જ શાંત હોય છે, આ ઉપરાંત તેના સ્વાસ્થ્ય ને લઈને ચિંતાઓ , તેના વિકાસ ને લઈને ચિંતાઓ જેવી અનેક ચિંતાઓ એક મા ને સતાવે છે , તો આવો તમને અહી બાળકના સ્વાસ્થ્ય અંગેના એવા કેટલાક લક્ષણો થી માહિતગાર કરીએ કે જેથી તમે જાણી શકો કે તમારું બાળક કેટલું તંદુરસ્ત છે અને તેનો જરૂરિયાત પૂરતો વિકાસ થયો છે કે નહી.

સ્વસ્થ બાળક ના 5 લક્ષણો

 (૧) બાળક ધરાઈને ખાતું હોય :

         બાળક જયારે જન્મે છે ત્યારે એનું પેટ પણ નાનું જ હોય છે , હા એને વારંવાર ભૂખ લગતી રહે છે એટલે દિવસમાં એને ૯-૧૦ વાર ખવડાવતા રહેવું પડે છે , કેમ કે ત્યારે તેઓ થોડું ખાય અને એમનું પેટ ભરાય જાય , પરંતુ જેવા ટોઇલેટ કે લેટ્રીન કરે એટલે પાછા તરત જ ભૂખ્યા , પરંતુ જેમ જેમ તેઓ મોટા થાય છે તેમ તેમ તેમના પેટનો આકાર પણ મોટો થાય છે અને તેઓને તમે એક વખત માં ધરાઈને ખવડાવો એટલું એ ખાઈ લે છે , પરિણામે એ વારેવારે ભૂખ્યું થતું નથી . અન આમ જો બાળક ભરપેટ ખોરાક લેતું હોય તો સમજવું કે એ તંદુરસ્ત છે.

(૨) બાળક દિવસમાં ૧૪ કલાક ઊંઘતું હોય :

          બાળકના જન્મ બાદ તેને આખો વખત ઊંઘવું નથી ગમતું , એને એકધારી ઊંઘ પણ નથી આવતી . પરંતુ તેના માટે ૧૪ કલાક ની ઊંઘ આવશ્યક છે , ભલે તે એક ધાર્યું ના ઊંઘે પરંતુ પૂરતી ઊંઘ જો લેતું હોય તો સમજવું કે સ્વસ્થ છે અને એનો વિકાસ બરાબર થઇ રહ્યો છે .

(૩)૧૦-૧૧ વાર બાળકના ડાયપર બદલવા પડતા હોય :

           દિવસમાં બાળક ૧૦ થી ૧૧ વાર પેશાબ કરે તો કઈ ચિંતા ની બાબત નથી . કેમ કે તેમને આપવામાં આવતો ખોરાંક લીક્વીડ જ હોય છે , માતા નું દૂધ કે બોટલ નું દૂધ જ બાળક પીતું હોય છે , માટે આ બાબત સામાન્ય છે એટલે ચિંતા કરવાનું કોઈ કારણ નથી હોતું .

(૪) બાળક વગર ટેકે સ્થિર રહેતું થાય :

           બાળક જયારે એક બે મહીનાનું થાય છે ત્યારે તે વગર ટેકે એનું માથું સ્થિર રાખતું થાય છે , આ લક્ષણ છે કે તમારા બાળક ની ગળાની તેમજ પીઠની નસો નો વિકાસ બરાબર થયો છે .

(૫) બાળક અવાજ અને વસ્તુઓ પર ધ્યાન આપતું થાય :

              જન્મથી લઈને એક મહિના સુધી બાળક ફક્ત ૧૨ ઇંચ સુધી જ જોઈ શકતું હોય છે , પરંતુ બે મહિના પછી તે ૧૮ ઇંચ સુધી જોતું થઇ જાય છે. તે આસપાસ ના વાતાવરણ માં ભળતું થાય છે અને વ્યક્તિ કે વસ્તુ નો અવાજ સાંભળીને પ્રતિક્રિયા આપતું થાય છે . આમ બાળક બીજા ત્રીજા મહીને થોડીઘણી પ્રતિક્રિયા આપતું થાય એટલે કે અવાજ ની દિશા માં જોવું વસ્તુ પકડવવા હાથ પગ હલાવવા વગરે એને સ્વસ્થ વિકાસના લક્ષણો છે .

          દરેક મા માટે માતૃત્વ ની જવાબદારી નિભાવવી એ કઈ એટલે સરળ નથી હોતી, પરંતુ આ એક અનોખો અનુભવ છે અને સ્ત્રી નું સદભાગ્ય પણ છે, માટે બાળક ના જન્મ થી લઈને પાલન પોષણ સુધી ના પીરીયડનો  આનંદ માણો અને મારી આ પોસ્ટ ગમે તો લાઈક કરો અને તમારી બીજી સ્ત્રી મિત્રો ને જે પહેલી વાર માતા બની હોય એમને પણ શેર કરો .

 

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here