આજકાલ ડેટિંગ અત્યંત સામાન્ય બાબત બની ચૂકી છે . નોર્મલી એમાં કઈ ખોટું પણ નથી અને હવે તો વડીલો પણ એની સમંતિ આપતા થયા છે . સાચું જ છે ને એકબીજા ને મળવાથી , સાથે થોડો સમય પસાર કરવાથી એકબીજા ને જાણવાનો સારો એવો સમય મળે છે . નોર્મલી આપણે લેડીઝ અને ગર્લ્સ ની વાતો કરીએ છીએ પણ આજે આપણે વાત કરીશું પુરુષો વિષે અને પુરુષો માટે. પોતાની પહેલી ડેટ વખતે છોકરાઓ પણ એટલા જ કન્ફ્યુઝ્ડ અને નર્વસ હોય છે જેટલી છોકરીઓ હોય.ક્યારેક છોકરાઓ ડેટ વખતે એવી કોઈ નાની મોટી ભૂલ કરી બેસે છે જેના લીધે એમની ડેટ સ્પોઈલ પણ થઇ શકે છે . સો બોયસ જો તમારે તમારી ફર્સ્ટ ડેટ ને સ્પોઈલ ના થવા દેવી હોય અને એક સક્સેસફૂલ મીટિંગ ઈચ્છતા હોવ પોતાની ગર્લફ્રેન્ડ કે થનારી લાઈફ પાર્ટનર સાથે તો એવી કેટલીક બાબતો અહી રજુ કરું છું જેના પર ધ્યાન ચોક્કસ આપશો.

dating tips gujarati for boys

* સાવ અક્કડ કે એકદમ ગાફેલ પણ બનો :

અમુક છોકરા એવા હોય છે જે ખુબ એટીટ્યુડ વાળા હોય છે. છોકરી સાથે વાત કરતી વખતે પણ વાતે વાતે પોતાના જ વખાણ અને હું તો આમ ને હું તો તેમ કરી દઉં ને એવી જ વાતો. તો એવા છોકરા ઓ ને એક ખાસ સલાહ કે આ સમયે જે તમને પૂછે એટલું જ પોતાના વિષે જણાવો . વધારા ની બડાઈઓ હાંકવા જશો તો તમારી ઈમ્પ્રેશન રોંગ પડીઓ શકે છે . હા કોઈ એવી ખાસ વાત જે પોતાના વિશે ની છોકરી ને જણાવવા યોગ્ય લાગતી હોય તો સામેથી અવશ્ય જણાવો. બાકી એને તમારી બડાઈઓ માં કોઈ જ ઇન્ટરેસ્ટ ની હોય એ સમજી લો. આ તો થઇ વધુ પડતા એટીટ્યુડ વાળા ઓ ની વાત , હવે એવા છોકરાઓ જે બિલકુલ ગાફેલ જ હોય છે ડેટિંગ ના મામલે. એવા છોકરાઓ ડેટ પર જાય એટલે જાણે સામે કોણ બેઠી છે એની જાણે કોઈ પરવા જ ન હોય એમ એમની જ મસ્તી માં મસ્ત રહેતા હોય છે . મોબાઈલ સાથે ડેટ પર આવ્યા હોય એમ આખો સમય બસ મોબાઈલ માં જ ખુસ્યા રહેનારા છોકરાઓ જો તમે આવું વર્તન કરશો તો નક્કી સામે વાળી છોકરી તમારો પાર લઇ જશે . એ એવું સમજશે કે તમને આ રીલેશન માં કઈ ખાસ ઈન્ટરેસ્ટ નથી.
માટે જેની સાથે આવ્યા છો એની સાથે સમય સ્પેન્ડ કરો. અને હા ખાસ વાત એ કે જયારે પણ ડેટ દરમ્યાન માળો ત્યારે સ્માઈલ સાથે એને વેલકમ કરો પછી એના ખબર અંતર પૂછો.

 

* આંખોમાં આંખ પરોવી આત્મવિશ્વાસ સાથે વાત કરો :

ઘણા છોકરા એવા હોય છે જે સગાઇ વખતે છોકરી જોવા જાય કે પહેલી વાર છોકરી સાથે ડેટ પર જાય એટલે જાણે કે પોતે છોકરી હોય એટલું શરમાય . વાતચીત કરવા બેસાડે તોપણ છોકરી સામેથી બધું પૂછે ત્યારે માંડ આ ભાઈ હા ના એટલું બોલે એપણ અચકાતા અચકાતા કે નીચું કે આડું અવળું જોઇને . કોઈ કોઈ છોકરા હોય છે આટલા શરમાળ પણ સાવ આવું પણ ન હોવું જોઈએ . વાતચીત કરો ત્યારે કોન્ફિડેન્સ તમારી આંખો માં અને વાતો માં વર્તાવો જોઈએ . તો જ સામે વાળું વ્યક્તિ તમારાથી કન્વીન્સ થાય. અને તેને તમારી વાત માં ઈન્ટરેસ્ટ જાગે થોડું સાંભળવાનો .બાકી જો તમે નીચું ઘાલી ને ગમે તેટલું બોલે જશો એનો કોઈ અર્થ નથી. શાંતિ થી પોતાની વાત રજુ કરો અને એની વાત પણ સાંભળો . વાત એવી રીતે કરો કે સામે વાળા નું તમારા સાથે નું કમ્યુનીકેશન કનેક્શન જોડાયેલું રહે. ક્યાંક એવું ન થાય કે સમેવાળું તમારી સાથે વાત કરીને બોર થઇ જાય , પછી પોઝીટીવ રિસ્પોન્સ ની તો વાત જ ભૂલી જજો.

 

married life

* થોડા રોમેન્ટિક પણ બનો :

એટલું યાદ રાખો કે તમે ડેટ પર ગયા છો , એટલે માત્ર એવું ન થાય કે ભણતર , કરિયર અને ફેમીલી ની જ વાતો કરતા રહી જાઓ . ડેટ પર જાઓ ત્યારે થોડી વાતો વાતો માં વચ્ચે થોડી રોમેન્ટિક ટોક્સ પણ કરો . જેથી માહોલ પણ થોડો રોમેન્ટિક બને . એની પસંદ નાપસંદ પૂછો , એની બ્યુટી, ડ્રેસિંગ સેન્સ ના , એની સ્માઈલ ના થોડા વખાણ કરો . બટ હા એ વાત યાદ રાખો કે આ બધું મર્યાદા માં હોવું જોઈએ . ક્યાંક એવો બોલવામાં અતિરેક ન થઇ જાય કે એને ખરાબ લાગી જાય. પહેલી ડેટ છે એટલે એક લીમીટેડ ડીસ્ટંટ અવશ્ય બનાવેલું રાખો . જેથી સંબંધ ની મર્યાદા જળવાય .
અમુક છોકરા પહેલી જ મુલાકાત માં સીધો હાથ પકડી લે છે અને ક્યારેક એવું વર્તન કરી બેસે છે જે છોકરીઓ ને યોગ્ય નથી લાગતું અને તે પહેલી જ મીટીંગ માં રીજેક્ટ થઇ જાય છે . માટે પોતાના ઈમોશન્સ ને કંટ્રોલ માં રાખીને વાતચીત કરવી.

* તમારા એક્સ વિશે લાંબી ચર્ચા ન કરો :

જો તમે એ છોકરી રીલેશન બનાવવા જઈ જી રહ્યા છો તો સ્વાભાવિક રીતે એને સાચી હકીકત તમારા જીવનની જણાવી દો. તમારા જીવનમાં એના પહેલા જે કોઈ છોકરી આવી હોય એના વિશે ટૂંકમાં જણાવી સામે પક્ષનો રીશ્પોન્સ જાણી ને
આગળ વાત કરો , જો એને તમારા પાસ્ટ સાથે કોઈ લેવા દેવા જ ન હોય તો ખાલી ખોટા જુના મુદ્દા ન ઉખાડો . અને તમારી જૂની ગર્લફ્રેન્ડ ના વખાણ કે એની વાતો વારંવાર તમારા પ્રેઝન્ટ આગળ ન દોહરાવો. તમને જે અમુલ્ય સમય મળ્યો છે એકબીજા સાથે સ્પેન્ડ કરવાનો એનો બની શકે એટલો લાહવો માણો અને તમારી એ ડેટ ને બ્યુટીફૂલ અને યાદગાર બનાવો .

તો બોયસ આઈ હોપ કે તમને આ ટીપ્સ તમારી ડેટ્સ દરમ્યાન કામ આવે અને તમે તમારી ડેટ ને રોમેન્ટિક અને સ્પેશીયલ બનવી શકો અને પોતાના પાર્ટનર ને ઈમ્પ્રેસ અને ખુશ પણ કરી શકો . અને જો તમને આ આર્ટીકલ પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડસ સાથે ચોક્કસ શેર કરશો અને લીક અને કમેન્ટ પણ કરશો.

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

3 COMMENTS

  1. બ્લોગ પર કોઈ એડ તો છે નહીં તો આ શી તમે ખાલી શોખ ખાતર જ બ્લોગીંગ કરો છો ?
    કે બીજો કોઈ સોર્સ છે ઇન્કમ માટે નો ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here