office manners gujarati

15 મહત્વની ઓફિસ રીતભાત ટિપ્સ | Gujarati Article 

     ઓફિસ એટલે કે આપણું બીજું ઘર કહી શકાય , જ્યાં આપણે ઘર પછી સૌથી વધારે સમય વ્યતિત કરીએ છીએ . એટલે ઓફીસ પ્રત્યે આપણું પૂરેપૂરા પ્રમાણિક હીવું આવશ્યક છે તેમજ ઓફિસના એક જિમ્મેદાર એમ્પ્લોય હોવાને નાતે આપણે તેની કેટલીક રીતભાત એટલે કે મેનર્સ પણ જાળવવી જોઈએ. કેમકે જો આપણે ઓફિસ ના એક પ્રમાણિક અને લાયક કાર્યકર્તા બનવું હોય તો ઓફિસનો દરેક જાતનો શિષ્ટાચાર જાળવવો રહ્યો.

1. સૌ પ્રથમ તો ઓફિસ નિયમિત પહોંચવું એજ મોટો શિષ્ટાચાર છે. એ હમેશા યાદ રાખો કે ઓફિસ માં મોડા પહોંચવાથી ન તો ત્યાં તમારું માન વધવાનું છે ના તો એ તમારા માટે કોઈ ઉપયોગી થવાનું છે માટે રોજ ઓફિસ સમયસર જવાની જ આદત રાખો.

2. ઓફિસે પહોચીને તરત કયું કામ પહેલા કરવાનું છે એનું લીસ્ટ નક્કી કરી લો, જેથી કાલ માટે કામ પેન્ડીંગ ના રહે.

3.  ઓફિસમાં જે કઈ પણ ઉણપ હોય એ વિશે કોઈને ન કહો . એક સારા કર્મચારીની આ સૌથી મોટી ખાસિયત છે.

4. દરેક માં કંઈક ને કંઇક ખામી હોય જ છે , તો બીજાની ખામીઓ શોધી તેની ગણતરી કરવામાં વ્યર્થ સમય ન વેડફો .

5.  તમારા સહકર્મચારીઓ નું સન્માન કરતા શીખો કેમ કે સન્માન કરશો તો જ સન્માન મેળવશો.

6. પ્રાઇવેટ ઓફિસ અને સરકારી ઓફિસ વચ્ચેનો તફાવત સમજો . નેતા બનો માત્ર નેતૃત્વ માટે, નહિ કે જૂથબંધી માટે .

7. ઓફિસમાં બધા તમારા વર્તન ને અનુરૂપ ન હોઈ શકે . એ વાત ફરિયાદ કરતા પહેલા જરૂર વિચારો .

8. તમારા કાર્યના મૂલ્યાંકન થી ગભરાવાના બદલે તેમાં શું ખામીઓ છે એ શોધો , અને એને સુધારવા નો પ્રયત્ન કરો.

9. ખામીઓને ભૂલી જવાને બદલે તેમાંથી કંઇક શીખવાનું હોય છે એ હમેશા યાદ રાખો.

10. ઓફિસ માં વધુ મજાક મસ્તી ના કરો અને જો તમને મજાક કરવાની આદત હોય તો એના વળતા જવાબ માટે પણ તૈયારી રાખો.

11. નવરાશના સમય માં સહકર્મચારીઓ સાથે ગપ્પા મારવાને બદલે કંઇક નવું શીખવાની કોશિસ કરો . તેમજ તમારા ઉપરી અધિકારીઓના સંપર્ક માં રહો જેથી નવું નવું જાણવા અને શીખવા મળી શકે.

12. ઓફિસ અને અંગત જીવનની વાત ને ક્યારેય ભેગા ન કરો, એ બન્ને તદ્દન અલગ અલગ બાબતો છે.

13. ઓફીસ માં મળતી સગવડોનો ક્યારેય અંગત કામ માટે ઉપયોગ ન કરો .

14. સુખ દુખ દરેક ની જિંદગી માં આવે છે, એટલે કોઈ વિપરીત કે દુખદ પરિસ્થિતિ માં સહકર્મચારીઓ ને સંપૂર્ણ સાથ સહકાર આપો.

15. ઓફિસમાં સ્વચ્છતા જળવાય તે પણ તમારી ફરજનો એક ભાગ છે માટે તમારી ડેસ્ક પર કે આસપાસ વધારાની ફાઈલો કે નકામાં કાગળીયાઓ નો ઢગલો કરવો એ સારા કર્મચારીની નિશાની નથી , માટે ઓફિસ માં સ્વચ્છતા જાળવો.

16. તમારા બોસે તમને સોંપેલું કાર્ય સમયસર તેમજ યોગ્ય રીતે કરો અને તેમનાં વિશ્વાસુ બનો.

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here